ETV Bharat / bharat

ભારતના મનોરંજન ઉદ્યોગમાં પ્રતિભા અને ન્યાયપૂર્ણ વ્યવહારનું પુનરાગમન

author img

By

Published : Feb 12, 2021, 5:41 PM IST

મનોરંજન ઉદ્યોગ
મનોરંજન ઉદ્યોગ

રસપ્રદ વાત એ છે કે, ભૂતકાળના અનેક નામવંત કલાકારની કારકિર્દી ઑટીટી મંચો દ્વારા પુનઃજીવિત થઈ ઊઠી છે. ઉદ્યોગમાં સ્પર્ધાના તોફાનમાં જે કલાકારોની કારકિર્દી ઊડી ગઈ હતી તેમને ઑટીટી વિશ્વમાં તેમની અદ્વિતીય જગ્યાઓ મળી રહી છે.

હૈદરાબાદ: રૂપેરી પડદો એ લાખો લોકો માટે ખરેખર સ્વપ્નની દુનિયા છે. કલાકારો દ્વારા ભજવાતાં પાત્રોએ લોકોને વિસ્મયાભિભૂત તેમજ હતોત્સાહિત કર્યા છે. અને તેમણે ભજવેલા કલાકારો માટે અનેક અમર બની ગયા છે.

મોટો પડદો છેવટે નાના પડદામાં બંધ થઈને રહી ગયો જેણે કલાકારોને નિર્ધારિત સમયે લોકોના ઘરમાં પ્રવેશ કરાવ્યો. પહેલાં મોટાં બટન અને તે પછી રિમૉટ કંટ્રૉલના નાજુક બટન લાખો ઘરોમાં ભોજન ટેબલ પર તોફાન જગાવવા કે ભોજન મસાલેદાર બનાવવા પૂરતાં હતાં.

હવે ઑવર ધ ટૉપ (ઓટીટી) માધ્યમ સાથે મનોરંજન ક્રાંતિએ વર્ગીકરણને વ્યર્થ બનાવી દીધું છે. નજીકના સમયમાં, શક્ય છે કે મોટા પડદાનો અનુભવ એ ભૂતકાળની બાબત બનીને રહી જશે. નિર્ધારિત સમયે જોવાના વિચાર જે ટેલિવિઝન અને ફિલ્મની દુનિયામાં દાયકાઓ સુધી છવાયેલો રહ્યો તે હવે 'તમારી ઈચ્છાએ જુઓ' વિચારના માટે માર્ગ મોકળો કરી રહ્યો છે, જેના લીધે કલાકારો અને તેમના સ્ટારડમનું વર્ગીકરણ પણ કેટલાક યાદેચ્છિક પરિવર્તનોમાંથી પસાર થઈ રહ્યું છે.

રસપ્રદ વાત એ છે કે, ભૂતકાળના અનેક નામવંત કલાકારની કારકિર્દી ઑટીટી મંચો દ્વારા પુનઃજીવિત થઈ ઊઠી છે. ઉદ્યોગમાં સ્પર્ધાના તોફાનમાં જે કલાકારોની કારકિર્દી ઊડી ગઈ હતી તેમને ઑટીટી વિશ્વમાં તેમની અદ્વિતીય જગ્યાઓ મળી રહી છે.

એક અભિનેતા જેણે નવી ટૅક્નૉલૉજીનો લાભ ઉઠાવ્યો છે અને તેની અભિનય કારકિર્દીના બીજા શિખરે સંભવત: પહોંચી રહ્યો છે તે છે સૈફ અલી ખાન. સૈફ અલી ખાનની તાજી 'તાંડવ' અને 'સેક્રેડ ગેમ્સ' વિવાદ સર્જ્યો હતો પરંતુ નિર્માણ ગૃહો ક્રાંતિ પામેલા ભારતીય દર્શકો માટે એક કથા કહી રહ્યાં છે. સાસ-બહુ કથા માટેના દર્શકો ૯૦ના દાયકામાં હતા અને તેઓ વર્ષ ૨૦૦૦માં ચાલ્યા ગયા પરંતુ ભારતીય દર્શકો હવે વિકસી ગયા છે અને આથી જ વાર્તા કહેવાની ઢબ પણ વિકસી ગઈ છે.

ગ્રામીણ દર્શકો હજુ પરિવર્તનના તબક્કામાં છે અને શહેરી દર્શકોને સહસ્રાબ્દિની નવી અને સહસ્ત્રાબ્દિ પછીની કથાઓ જોઈએ છે. તેમને વાસ્તવવાદિતા જોઈએ છે. તેમાંના મોટા ભાગના પરિપૂર્ણ કથા નથી ઈચ્છતા. તેઓ ઈચ્છે છે કે તેમનો નાયક દોષપૂર્ણ, સ્વાભાવિક અને માનવ હોય જે વાસ્તવિક જીવનની વાસ્તવિક સમસ્યાઓ સામે સંઘર્ષ કરી રહ્યો હોય. મનોજ બાજપાઈની 'ફેમિલી મેન' દેશને સુરક્ષિત રાખતા, ઓછા રૂપાળા સિક્રેટ ઍજન્ટ કે જે એ જ સમયે ભારતીય મધ્યમ વર્ગના માનવીના પડકારો સામે પણ સંઘર્ષ કરે છે, તેની કથા કહે છે. સુસ્મિતા સેન અને ચંદ્રસિંહની 'આર્યા' એક સામાન્ય ભારતીય પરિવારની આસપાસ ફરે છે જેને અસ્તિત્વ ટકાવી રાખવા અને તેના પર વર્ચસ્વ મેળવવા અપરાધ જગતમાં પ્રવેશવું પડે છે. બોબી દેઓલની 'આશ્રમ' સત્યને પાર દર્શકો માટે બનેલી જટિલ કથા કહે છે.

ઓછી રૂપાળી વાસ્તવિકતાની તેની પોતાની અપીલ હોય છે અને રૂ. 500 કરોડની બજેટના મોટા પ્રકાશથી દૂર જઈને કલાકારો વધુ સારો અભિનય કરવા પ્રેરાય છે, પાત્રોને વધુ સારી રીતે શોધે છે અને એક વેબ સીરિઝના લાંબા સંસ્કરણમાં અભિવ્યક્ત થવા પડદા પર વધુ સારી ઉપસ્થિતિ મળે છે જેમાં સિનેમાની અસર હોય છે, પરંતુ તે એક નવીન પ્રકારનું હટકે સર્જન છે જે અઢી કલાકની ફિલ્મના વર્ણનમાં પણ નથી આવતી અને ન તો ટેલિવિઝન પર છવાઈ ગયેલાં અડધા કલાકનાં ધારાવાહિકોના વિભાગમાં પણ આવે છે.

બિનપરંપરાગત કથાને શોધતા અને અવાજ આપતા અનેક કલાકારનું ઑટીટી પ્લેટફૉર્મ સંચાલિત વેબ સીરિઝમાં પુનઃજીવન સરકાર માટે ગુમાવી દીધેલી બાબત નથી. હવે તે આ મંચોને નિયંત્રણકારી પ્રણાલિના કોઈ સ્વરૂપ હેઠળ લાવવા પ્રયાસ કરી રહી છે. હજુ પણ ઑટીટી મંચ તેના કાર્ય ક્ષેત્રની રીતે અવ્યાખ્યાયિત રહ્યો છે. હવે ક્ષિતિજમાં પરિવર્તન આવ્યું છે જ્યાં હાંસિયામાં ધકેલાયેલી પ્રતિભાઓ કે જે પોતાના મત પર મજબૂત રહેવાનું સાહસ ધરાવતી હતી તેમને અભિવ્યક્ત થવા તક મળી છે. જ્યારે ઉદ્યોગ સગાવાદ માટે લક્ષ્યાંકિત કરાવાની અણી પર હતો ત્યારે ભારતના મનોરંજન ક્ષિતિજ પર એક અજાણ્યા સમસ્તર કરનાર ઉભરી આવ્યું જે અત્યારે તો લૉબીઓથી મુક્ત જણાય છે.

-ડૉ. વર્ગીઝ પી. અબ્રાહમ, ઇટીવી ભારત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.