ETV Bharat / bharat

મીનાક્ષી લેખીના નિવેદન પર રાકેશ ટિકૈતનો પલટવાર - 'ખેડૂતો મવાલી નહી, અન્નદાતા છે'

author img

By

Published : Jul 22, 2021, 8:00 PM IST

મીનાક્ષી લેખીના નિવેદન પર રાકેશ ટિકૈતનો પલટવાર
મીનાક્ષી લેખીના નિવેદન પર રાકેશ ટિકૈતનો પલટવાર

કેન્દ્રીય વિદેશ રાજ્ય પ્રધાન મીનાક્ષી લેખીએ કિસાન સંસદને લઈને મોટું નિવેદન આપ્યું હતું, તેમણે કહ્યું હતું કે, તે ખેડૂત નથી, મવાલી ​​છે. આ અંગે ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટીકૈતે પલટવાર કરતા કહ્યું હતું કે, ખેડૂતો માટે આ પ્રકારના નિવેદનો કરવા ખોટા છે.

  • ખેડૂતો દ્વારા કૃષિ કાયદાઓનો કરવામા આવી રહ્યો છે વિરોધ
  • કેન્દ્રીય રાજ્ય પ્રધાન મીનાક્ષી લેખી આપ્યું ખેડૂત વિરુદ્ધ નિવેદન
  • ખેડૂત નેતા રાકેશ ટિકૈત દ્વારા રાજ્ય પ્રધાન લેખી પર પલટવાર

નવી દિલ્હી: નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડુતો પર કેન્દ્રીય રાજ્ય પ્રધાન મીનાક્ષી લેખીએ કહ્યું કે, તેઓ ખેડૂત નહીં પણ માવાલી છે. આ ધ્યાન રાખવું જોઈએ, 26 જાન્યુઆરીએ જે કંઈ પણ થયું તે શરમજનક હતું, ગુનાહિત પ્રવૃત્તિઓ હતી, આવી બાબતોને વિપક્ષ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ બાબતે ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય પ્રવક્તા, રાકેશ ટિકૈતે રાજ્ય પ્રધાન લેખી પર પલટવાર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: કૃષિ કાયદાને લઇ રાકેશ ટિકૈતે ટ્વીટ કરી સરકારને આપી ચેતવણી

ખેડુતો આ ધરતીનો અન્નદાતા

કેન્દ્રીય વિદેશ રાજ્ય પ્રધાન મીનાક્ષી લેખીએ ખેડુતોની સંસદને લઈને મોટું નિવેદન આપતા તેમણે કહ્યું હતું કે, તે ખેડૂત નથી, મવાલી ​​છે. આ અંગે ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય પ્રવક્તા, રાકેશ ટિકૈતે વળતો પ્રહાર કરતા કહ્યું કે, ખેડૂતો માટે આવી ટીકા કરવી ખોટી છે. મવાલી ​​તે છે જેની પાસે કંઈ નથી. અમે ખેડૂત છીએ, મવાલી ​​નહિં. ખેડુતો આ ધરતીનો અન્નદાતા છે.

આ પણ વાંચો: ખેડૂતોને દિલ્હી પ્રવેશની અનુમતિ, કિસાન મોરચા કાર્ડ ફરજિયાત

રાકેશ ટિકૈતનો મીનાક્ષી લેખી પર પલટવાર

કેન્દ્રીય પ્રધાન મીનાક્ષી લેખીના નિવેદન બાદ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે વળતો પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, ખેડુતો માવલી ​​નથી, ખેડૂત વિશે આવી વાત ન કરવી જોઈએ. ખેડૂત દેશનો અન્નદાતા છે. કૃષિ કાયદાઓના વિરોધ કરી રહેલા ખેડૂતોએ 'કિસાન સંસદ' યોજવાના મુદ્દે ટિકૈતે કહ્યું કે, શાંતિપૂર્ણ રીતે આંદોલન કરવાનો આ પણ એક માર્ગ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જ્યાં સુધી સંસદ ચાલશે ત્યાં સુધી અમે અહીં આવતા રહીશું. જો સરકાર ઇચ્છશે તો વાતચીત શરૂ થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.