ETV Bharat / bharat

RBI Foundation Day : RBIની સ્થાપનામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની હતી મહત્વની ભૂમિકા, જાણો

author img

By

Published : Apr 1, 2022, 9:51 AM IST

Updated : Apr 1, 2022, 10:14 AM IST

RBI Foundation Day : RBI ની સ્થાપનામાં ડૉ. આંબેડકરની હતી મહત્વની ભૂમિકા, જાણો
RBI Foundation Day : RBI ની સ્થાપનામાં ડૉ. આંબેડકરની હતી મહત્વની ભૂમિકા, જાણો

આજે ભારતનું ગૌરવ 'રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા'નો (RBI Foundation Day) સ્થાપના દિવસ છે. RBIને ભારતની બેંકોની બેંક ગણવામાં આવે છે. તો ચાલો જાણીએ RBI સ્થાપનામાં કોણે ફાળો આપ્યો હતો.

ન્યૂઝ ડેસ્ક: આજે ભારતનું ગૌરવ 'રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા'નો RBI Foundation Day) સ્થાપના દિવસ છે. RBIની સ્થાપના 1 એપ્રિલ 1935ના રોજ થઈ હતી. પરંતુ શું તમે જાણો છો કે ભારતીય રિઝર્વ બેંકની રચના ડૉ. બી.આર. આંબેડકર દ્વારા કરવામાં આવી હતી? હા, RBI ની સ્થાપના ડૉ. આંબેડકરના પુસ્તક 'રૂપિયાની સમસ્યા અને તેનું મૂળ અને ઉકેલ'ના(The problem of rupee-its origin and its solution) આધારે કરવામાં આવી છે. ડૉ. આંબેડકરે, જેમણે ભારતીય રૂપિયા અને આર્થિક ઇતિહાસ પર લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાંથી પ્રથમ પીએચડી કર્યું હતું, તેમણે ભારતીય રૂપિયાના અવમૂલ્યન અને સમસ્યાઓ વિશે વિગતવાર વર્ણન કર્યું છે, તેમજ અર્થશાસ્ત્રી તરીકે રૂપિયાને હેન્ડલ કરવાના માર્ગો સૂચવ્યા છે.

આ પણ વાંચો : Mahaparinirvan Diwas 2021: જાણો બંધારણ લખવામાં ડૉ. આંબેડકરનો સરાહનીય પ્રયાસ

1 એપ્રિલ 1935ના રોજ RBIની સ્થાપના થઈ : 1926માં અંગ્રેજોએ રોયલ કમિશન, જેને હિલ્ટન કમિશન તરીકે પણ ઓળખવામાં આવે છે, ભારત મોકલ્યું કારણ કે પ્રથમ વિશ્વ યુદ્ધ પછી ભારતીય ચલણ બગડી રહ્યું હતું. ડો. આંબેડકર હિલ્ટન કમિશન સમક્ષ હાજર થયા અને તેમના પુસ્તકના આધારે કમિશન સમક્ષ RBI (RBI Foundation Day) જેવી બેંકનો ખ્યાલ રજૂ કર્યો. બાદમાં હિલ્ટન કમિશને બાબાસાહેબના સૂચનોના આધારે RBIની સ્થાપનાનો પ્રસ્તાવ મૂક્યો અને આ રીતે 1 એપ્રિલ 1935ના રોજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સ્થાપના થઈ હતી.

આ પણ વાંચો : પાલનપુરમાં બંધારણના ઘડવૈયા ડૉ. આંબેડકરની 130મી જન્મજયંતિની ઉજવણી કરાઈ

આજે RBI નો સ્થાપના દિવસ : તાજેતરમાં બાબાસાહેબના મહાન યોગદાનને રેખાંકિત કરતા, YSRCPના લોકસભા સાંસદ ચિંતા અનુરાધાએ સંસદમાં માંગ કરી હતી કે RBIનો (RBI Foundation Day) ખ્યાલ આપનાર બાબાસાહેબની તસવીર ભારતીય ચલણ પર પણ છાપવામાં આવે. RBIના સ્થાપના દિવસ પર દેશના લોકો, અર્થશાસ્ત્રી, સ્વપ્નદ્રષ્ટા અને આધુનિક ભારતના શિલ્પકાર બાબાસાહેબ ડૉ. આંબેડકરને વંદન કરે છે.

Last Updated :Apr 1, 2022, 10:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.