Rajasthan Cabinet Reshuffle: ગહેલોતની નવી ટીમમાં 15 પ્રધાનોએ લીધા શપથ

author img

By

Published : Nov 21, 2021, 7:23 PM IST

Rajasthan Cabinet Reshuffle:

રાજસ્થાન મંત્રીમંડળમાં થયેલા ફેરફાર(Rajasthan Cabinet Reshuffle)ને ધ્યાનમાં રાખીને અશોક ગહેલોત(Ashok Gehlot) સરકારના 15 પ્રધાનોએ રવિવારે શપથ લીધા. જેમાંથી 11 કેબિનેટ પ્રધાન જ્યારે 4 રાજ્ય કક્ષાના પ્રધાન છે. ઉલ્લેથનીય છે કે શનિવારે સીએમ અશોક ગહેલોત(Ashok Gehlot)ના આવાસ સ્થાને બેઠક થઇ હતી. જેમાં તમામ પ્રધાનોએ રાજીનામા આપ્યા હતાં

  • રાજસ્થાનમાં પ્રધાનમંડળે લીધા શપથ
  • 15 પ્રધાનોએ લીધા શપથ
  • શનિવારે પ્રધાનમંડળે આપ્યું હતું રાજીનામું

ન્યૂઝ ડેસ્ક: રાજસ્થાનના પ્રધાનમંડળમાં ફેરબદલ(Rajasthan Cabinet Reshuffle) બાદ ગહેલોત સરકારમાં 15 નવા પ્રધાનોએ શપથ લીધા છે. શનિવારે તમામ પ્રધાનોએ રાજીનામું આપ્યા બાદ રવિવારે 15 પ્રધાનોએ શપથ લીધા છે. જેમાંથી 11 કેબિનેટ પ્રધાન છે જ્યારે 4 રાજ્યકક્ષાના પ્રધાન છે. રાજ્યપાલ કલરાજ મિશ્રએ આ તમામ પ્રધાનને ગોપનિયતાના શપથ લેવડાવ્યા હતાં. મહત્વપૂર્ણ છે કે આ 15 પ્રધાનોમાં હેમારામ ચૌધરી, મહેન્દ્ર જીત સિંહ માલવીય, રામલાલ જાટ, મહેશ જોષી સહિતના અગ્રણી નેતાઓનો સમાવેશ થાય છે.

સચિન પાયલોટ ખેમાંમાંથી કુલ 6 સાંસદોએ લીધા શપથ

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે અશોક ગહેલોત(Ashok Gehlot) સરકાર સામે બગાવત કરનાર ઉપમુખ્ય પ્રધાન સચિન પાયલોટ સાથે વિશ્વેન્દ્ર સિંહ, રમેશ મીણાને પદ પરથી હટાવવામાં આવ્યા હતાં. જેમાંથી વિશ્વેન્દ્ર સિંહ, રમેશ મીણાએ ફરીથી શપથ ગ્રહણ કર્યા છે. સચિન પાયલોટ ખેમાંમાંથી કુલ 6 સાંસદોએ રવિવારે શપથ ગ્રહણ કર્યા છે.

આ પણ વાંચો : નવું ભારત બનાવવા માટે મોદી-યોગીએ લીધો સંકલ્પ, એક ફોટોએ વધારી ચર્ચા

આ પણ વાંચો : પંજાબના નવા પ્રધાન મંડળની શપથ વિધિ, વાંચો કેબિનેટ પ્રધાનોની યાદી...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.