ETV Bharat / bharat

Rahul Gandhi Scooter Ride : જયપુરના રસ્તાઓ પર રાહુલ ગાંધીની સ્કૂટર સવારી

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 23, 2023, 4:59 PM IST

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી જયપુરની મહારાણી કોલેજ પહોંચ્યા હતા. અહીં તેમણે તેજસ્વી વિદ્યાર્થિનીઓને સ્કૂટરનું વિતરણ કર્યું હતું. ત્યારબાદ કોલેજની એક યુવતી સાથે સ્કૂટર પર બેસી મહારાણી કોલેજથી માનસરોવર સભા સ્થળ માટે રવાના થયા હતા.

Rahul Gandhi Scooter Ride
Rahul Gandhi Scooter Ride

જયપુરના રસ્તાઓ પર રાહુલ ગાંધીની સ્કૂટર સવારી

રાજસ્થાન : કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ જયપુરના રસ્તાઓ પર સ્કૂટર સવારી કરી હતી. તેઓ રાજ્યની સૌથી મોટી મહિલા કોલેજ મહારાણી કોલેજ પહોંચ્યા હતા. અહીં તેમના હસ્તે વિદ્યાર્થિનીઓને સ્કૂટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. જોકે ત્યારબાદ અચાનક કોલેજની એક યુવતી સાથે સ્કૂટર પર બેસીને મહારાણી કોલેજથી માનસરોવર સભા સ્થળ માટે રવાના થયા.

રાહુલ ગાંધીની સ્કૂટર સવારી : રાહુલ ગાંધી જયપુરમાં કોંગ્રેસના નવા ભવનનો શિલાન્યાસ કરશે અને માનસરોવરમાં શિપ્રા પથ પર હાઉસિંગ બોર્ડ ગ્રાઉન્ડમાં જનસભાને પણ સંબોધિત કરશે. આ ઉપરાંત ગાંધી વાટીકાનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. જોકે આ કાર્યક્રમ પહેલા રાહુલ ગાંધી મહારાણી કોલેજ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ લાઇબ્રેરીની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેજસ્વી વિદ્યાર્થીનીઓને સ્કૂટીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જયપુરમાં આજના કાર્યક્રમ : રાહુલ ગાંધી મહારાણી કોલેજથી હેલ્મેટ પહેરીને વિદ્યાર્થિનીના સ્કૂટર પર માનસરોવર ખાતે સભા સ્થળ માટે રવાના થયા હતા. આ દરમિયાન તેમની સાથે સુરક્ષા જવાનો મુખ્ય માર્ગ ટોંક રોડ પર દોડતા જોવા મળ્યા હતા. રાહુલ ગાંધીને પોતાના સ્કૂટરની પાછળ બેસાડનારી વિદ્યાર્થિની પણ ખૂબ જ ઉત્સાહિત દેખાતી હતી. ઉલ્લેખનિય છે કે, રાહુલ ગાંધી ઘણીવાર યુવાનોની વચ્ચે આવા સ્ટંટ કરતા જોવા મળે છે.

માનસરોવરમાં જનસભા : એવું માનવામાં આવે છે કે રાહુલ ગાંધી અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આ બેઠક દ્વારા રાજ્યના નેતાઓને એક નવી રાજકીય રેખા આપશે. આ સિવાય મહિલા અનામત બિલ પાસ થયા બાદ બંને નેતાઓની આ પહેલી મુલાકાત છે. આવી સ્થિતિમાં મહિલાઓને લઈને પણ કોઈ મોટી જાહેરાત થઈ શકે છે.

  1. Rahul Gandhi in US: રાહુલે અમેરિકામાં કહ્યું- મોદીજી ભગવાનને પણ સમજાવી શકે છે કે બ્રહ્માંડ કેવી રીતે કામ કરે છે
  2. Women Reservation Bill: મહિલા અનામતને લઈને રાહુલ ગાંધીએ સરકારની નિયત પર ઉઠાવ્યા સવાલ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.