ETV Bharat / bharat

'પનોતી', 'જેબકતરા' બોલવા પર રાહુલ ગાંધી મુશ્કેલીમાં, દિલ્હી હાઈકોર્ટે ચૂંટણી પંચને 8 અઠવાડિયામાં નિર્ણય લેવા જણાવ્યું

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 21, 2023, 5:23 PM IST

રાહુલ ગાંધી
રાહુલ ગાંધી

દિલ્હી હાઈકોર્ટે ચૂંટણી પંચને રાહુલ ગાંધીના વડાપ્રધાન મોદી વિરુદ્ધ 'પનોતી' અને 'જેબકતરા' જેવા શબ્દો પર આઠ અઠવાડિયાની અંદર ચૂકાદો આપવાનો આદેશ આપ્યો છે.

નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે ચૂંટણી રેલી દરમિયાન વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ વિરુદ્ધ પનોતી અને જેબકતરા જેવા શબ્દોનો ઉપયોગ કરવા બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાની માંગ કરતી અરજી પર સુનાવણી હાથ ધરી હતી.

  • Delhi High Court says Congress MP Rahul Gandhi’s speech given on November 22 against Prime Minister Narendra Modi, calling him a 'pickpocket' was 'not in good taste.

    Delhi High Court directed the Election Commission of India to decide the matter within 8 weeks.

    — ANI (@ANI) December 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ દરમિયાન કોર્ટે કહ્યું કે આવા નિવેદનો અભદ્ર હોઈ શકે છે, પરંતુ આવી કોઈપણ કાર્યવાહી માટે તે લોકો દ્વારા ફરિયાદ દાખલ કરવી પડશે. જેમની વિરુદ્ધ નિવેદન આપવામાં આવ્યું છે. કાર્યવાહક ચીફ જસ્ટિસ મનમોહનની અધ્યક્ષતાવાળી બેંચે ચૂંટણી પંચને આઠ સપ્તાહની અંદર આ મામલે નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે. આ અરજી વકીલ ભરત નાગરે દાખલ કરી છે.

અરજીમાં એવી માંગ કરવામાં આવી છે કે ચૂંટણી સભાઓ દરમિયાન આવા ખોટા અને ઝેરીલા નિવેદનોને રોકવા માટે કોર્ટે માર્ગદર્શિકા પણ નક્કી કરવી જોઈએ. તેના પર કોર્ટે કહ્યું કે જનતા આવા નિવેદનોનો જવાબ વોટિંગ દ્વારા આપે છે. ત્યારે આવા નિવેદનોને રોકવા માટે કાયદો લાવવાનું કામ સંસદનું છે, કોર્ટ તેમાં દખલ નહીં કરે.

સુનાવણી દરમિયાન અરજદાર તરફથી હાજર રહેલા વકીલો આદિશ અગ્રવાલ અને કીર્તિ ઉપ્પલે કહ્યું કે આવા ભાષણો સામે કડક કાયદા અને માર્ગદર્શિકાની જરૂર છે. તેમણે કહ્યું કે ચૂંટણી પંચે માત્ર નોટિસ આપી છે કારણ કે પંચ પાસે આવા ભાષણોનો સામનો કરવાનો અધિકાર નથી. કીર્તિ ઉપ્પલે કહ્યું કે નિવેદન વડાપ્રધાન વિશે હતું અને વડાપ્રધાન પદ બંધારણીય છે. ત્યારે કાર્યકારી ચીફ જસ્ટિસે કહ્યું કે આવા નિવેદનો અભદ્ર હોઈ શકે છે. પરંતુ આવી કોઈપણ કાર્યવાહી કરવા માટે તે લોકો દ્વારા ફરિયાદ નોંધાવવી પડશે જેમની વિરુદ્ધ આવા નિવેદનો કરવામાં આવ્યા છે.

  1. તમિલનાડુના ઉચ્ચ શિક્ષણ મંત્રી પોનમુડીને 3 વર્ષની જેલની સજા, જાણો કયા કારણોસર મળી સજા...
  2. ભારતીય રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બન્યા સંજય સિંહ, જાણો કોને કયું પદ મળ્યું
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.