ETV Bharat / bharat

Rahul Gandhi Appeal: સુરત કોર્ટમાં સજાને પડકારવા પહોચ્યા રાહુલ ગાંધી, પ્રિયંકા પણ દેખાયા લડવાના મૂડમાં

author img

By

Published : Apr 3, 2023, 9:11 AM IST

Updated : Apr 3, 2023, 1:42 PM IST

Rahul Gandhi Aappeal: સુરત કોર્ટમાં સજાને પડકારવા પહોચ્યા રાહુલ ગાંધી, પ્રિયંકા પણ દેખાયા લડવાના મૂડમાં
Rahul Gandhi Aappeal: સુરત કોર્ટમાં સજાને પડકારવા પહોચ્યા રાહુલ ગાંધી, પ્રિયંકા પણ દેખાયા લડવાના મૂડમાં

Modi surname Defamation case: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે ત્રણ રાજ્યોના મુખ્યપ્રધાનો પણ સુરત પહોચ્યા છે. તમને જણાવી દઈએ કે, આ કેસમાં ગુજરાત સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા સંભળાવી હતી. જો કે, કોર્ટે તે જ દિવસે રાહુલ ગાંધીને પણ જામીન આપ્યા હતા અને તેમની સજાના અમલ પર 30 દિવસ માટે રોક લગાવી દીધી હતી, જેથી તેઓ ઉચ્ચ અદાલતમાં અપીલ દાખલ કરી શકે.

સુરત: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સોમવારે સુરત (ગુજરાત)ની કોર્ટમાં 2019ના ફોજદારી માનહાનિના કેસમાં તેમની સજા સામે અપીલ દાખલ કરશે અને કોર્ટમાં હાજરી આપશે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે ગાંધી મેટ્રોપોલિટન કોર્ટના તેમને બે વર્ષની જેલની સજાના આદેશને પડકારતી અરજી દાખલ કરવા માટે સેશન્સ કોર્ટમાં હાજરી આપી રહ્યા છે. સાથે જ પ્રિયંકા ગાંધી પણ તેમની સાથે ફ્લાઈટમાં દેખાયા હતા.

હું મારા નેતા છું: કોર્ટે 52 વર્ષીય રાહુલ ગાંધીને ભારતીય દંડ સંહિતાની કલમ 499 (બદનક્ષી) અને 500 (વ્યક્તિની ફોજદારી માનહાનિ માટે દોષિત વ્યક્તિ માટે સજા) હેઠળ દોષિત ઠેરવ્યા છે. જો કે, કોર્ટે તે જ દિવસે રાહુલ ગાંધીને પણ જામીન આપ્યા હતા અને તેમની સજાના અમલ પર 30 દિવસ માટે રોક લગાવી દીધી હતી, જેથી તેઓ ઉચ્ચ અદાલતમાં અપીલ દાખલ કરી શકે. આજ અપીલ દાખલ કરવા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે ત્રણ રાજ્યોના મુખ્યપ્રધાનો પણ સુરત પહોચ્યા છે. જેમાં છત્તીસગઢના મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા ભૂપેશ બઘેલે તેમના સમર્થનમાં નિવેદન આપ્યુ હતુ કે, હું મારા નેતા (રાહુલ ગાંધી) સાથે જઈ રહ્યો છું, આ ન્યાયતંત્ર પર દબાણ કેવી રીતે હોઈ શકે? તેઓ (ભાજપ) પશ્ચિમ બંગાળ અને બિહારમાં હંગામો મચાવી રહ્યા છે. હજુ સુધી પીએમ મોદી અને અમિત શાહ તરફથી કોઈ અપીલ આવી નથી..:

  • #WATCH | I am going with my leader (Rahul Gandhi), how can this be pressure on the judiciary? They (BJP) are creating ruckus in West Bengal and Bihar. Till now no appeal has come from PM Modi and Amit Shah..: Chhattisgarh CM & Congress leader Bhupesh Baghel pic.twitter.com/Y6AYUWQGAB

    — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) April 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

પોલીસ દળ તૈનાત કરી દીધું: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના સમર્થનમાં સુરતમાં જિલ્લા અને સેશન્સ કોર્ટની બહાર કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો એકઠા થયા હતા, જેઓ માનહાનિના કેસમાં તેમની સજા સામે અપીલ કરવા આજે અહીં પહોંચ્યા છે. જો કે આ વિવાદમાં કઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે સુરત પોલીસ પણ સજ્જ છે. સુરત પોલીસ DCP ઝોન-4 સાગર બાગમારે જણાવ્યુ હતુ કે, સુરત જિલ્લા કોર્ટમાં રાહુલ ગાંધીની હાજરીને જોતા સુરત શહેર પોલીસે જ્યાં પણ હિલચાલની શક્યતા હોય ત્યાં પોલીસ દળ તૈનાત કરી દીધું છે. અમે ફ્રિસ્કિંગ અને ચેકિંગ પણ શરૂ કરીશું.

  • #WATCH | Surat, Gujarat: Given the presence of Rahul Gandhi in Surat district court the Surat city police have deployed the police force wherever there is a possibility of movement. We will also be starting frisking & checking: Sagar Bagmar, DCP Zone-4 Surat pic.twitter.com/MmQYOLrAbT

    — ANI (@ANI) April 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Ram Navami Violence: ફરી રામ નવમીની શોભાયાત્રામાં ભડકી હિંસા, BJP MLA ઈજાગ્રસ્ત, ઈન્ટરનેટ બંધ

રાહુલ ગાંધી અપીલ દાખલ કરશે: તેમના વકીલ કિરીટ પાનવાલાએ જણાવ્યું હતું કે, "રાહુલ ગાંધી અપીલ દાખલ કરવા માટે બપોરે 3 વાગ્યે સુરતની સેશન્સ કોર્ટમાં પહોંચશે." પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે ગાંધી સોમવારે બપોરે અહીં પહોંચશે ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ સુરતમાં હાજર રહેશે. 23 માર્ચે સુરતમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચએચ વર્માની કોર્ટે રાહુલ ગાંધીને 'મોદી સરનેમ' અંગે કરેલી ટિપ્પણીના સંબંધમાં દાખલ કરાયેલ ફોજદારી માનહાનિના દાવામાં તેમને બે વર્ષની જેલની સજા ફટકારી હતી.

  • #WATCH | Gujarat: Congress party workers gather outside District and Sessions Court in Surat in support of Congress leader Rahul Gandhi who will arrive here today to appeal against his conviction in a defamation case. pic.twitter.com/Um7a8qKQUX

    — ANI (@ANI) April 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Indian MP to Germany : રાહુલ ગાંધીના કેસ પર ટિપ્પણી કર્યા પછી જર્મનીને મળ્યો 'ટિટ ફોર ટેટ' જવાબ

પૂર્ણેશ મોદી દ્વારા રાહુલ ગાંધી વિરુદ્ધ ટિપ્પણીને લઈને ફરિયાદ: 24 માર્ચે લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીને સંસદના સભ્યપદેથી અયોગ્ય ઠેરવતું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. લોકસભામાંથી ગેરલાયક ઠર્યા પછી, રાહુલ ગાંધી આઠ વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં, જ્યાં સુધી ઉચ્ચ અદાલત તેમની સજા પર સ્ટે ન મૂકે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા રાહુલ ગાંધી વિરુદ્ધ તેમની ટિપ્પણીને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, 'બધા ચોરોને મોદી કેમ કહેવામાં આવે છે?'

Last Updated :Apr 3, 2023, 1:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.