ETV Bharat / bharat

Rahul Gandhi Defamation Case: રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિની ​​ફરિયાદ દાખલ કરનાર પૂર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરી

author img

By

Published : Jul 12, 2023, 1:01 PM IST

Etv Bharat
Etv Bharat

રાહુલ ગાંધી વિરુદ્ધ બદનક્ષીની ફરિયાદ દાખલ કરનાર બીજેપી નેતા પૂર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરી છે. તેણે પોતાનો પક્ષ સાંભળવા માટે સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે. ગુનાહિત માનહાનિ કેસમાં ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત ન મળતા રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. સુપ્રીમ કોર્ટે આ મામલાને સુનાવણી માટે સ્વીકારી લીધો છે.

નવી દિલ્હીઃ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિની ​​ફરિયાદ દાખલ કરનાર બીજેપી નેતા પૂર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરી છે. તેણે પોતાનો પક્ષ સાંભળવા માટે સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે.

પૂર્ણેશ મોદીએ કેવિયેટ દાખલ કરી: 7 જુલાઇના રોજ હાઇકોર્ટે રાહુલ ગાંધીની તેમની મોદી અટક પર ફોજદારી માનહાનિના કેસમાં તેમની દોષિત ઠરાવવાની અરજીને ફગાવી દીધી હતી. ત્યારે આ મામલો સુપ્રીમ કોર્ટમાં જતાં પૂર્ણેશ મોદીએ કેવિયેટ દાખલ કરી છે.

મામલો સુપ્રીમ કોર્ટમાં જાય તેવી સંભાવના: 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકમાં એક રેલી દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરનેમ પર ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણી સામે ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેના આધારે ચાર વર્ષ પછી 23 માર્ચ 2023ના રોજ ગુજરાતની સુરત કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. ત્યારબાદ નીચલી અદાલતે પણ સુરત કોર્ટના આદેશને યથાવત રાખતાં રાહુલ ગાંધીએ હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. જો કે હાઈકોર્ટે પણ તેમની સજાને સ્થગિત કરવાની માંગને ફગાવી દીધી હતી. ત્યારે હવે આ મામલે વધુ સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થશે.

કેમ દાખલ કરાય છે કેવિયેટ: સર્વોચ્ચ અદાલતની વેબસાઈટ અનુસાર 7 જુલાઈના રોજ કેવિયેટ દાખલ કરવામાં આવી હતી. કોંગ્રેસે કહ્યું હતું કે તેઓ ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને પડકારતા સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરશે. જો કેવિયેટ દાખલ કરવામાં આવે તો કોર્ટે કોઈપણ આદેશ આપતા પહેલા બંને પક્ષકારોને સાંભળવું પડશે. ઘણી વખત કેસમાં પ્રતિવાદીને માહિતી મળતી નથી અને કોર્ટ ઉપલબ્ધ તથ્યોના આધારે એકતરફી ચુકાદો આપે છે. આ સ્થિતિને ટાળવા માટે તંત્ર દ્વારા કેવિએટ લાવવામાં આવ્યું હતું.

  1. Rahul Gandhi: કોંગ્રેસનો આજે 'મૌન સત્યાગ્રહ' પૂર પ્રભાવિત રાજ્યોમાં મુલતવી રાખવામાં આવ્યો
  2. Opposition Unity Meeting: બેંગલુરુમાં વિપક્ષી એકતાની બેઠકમાં 24 પક્ષો ભાગ લેશે, જાણો નવા પક્ષો સામેલ થશે

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.