ETV Bharat / bharat

Rahul Gandhi : સ્વરા ભાસ્કર-ફહાદ અહેમદના વેડિંગ રિસેપ્શનમાં રાહુલ ગાંધી સહિત આ દિગ્ગજ નેતાઓએ આપી હતી હાજરી

author img

By

Published : Mar 17, 2023, 10:48 AM IST

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કર અને ફહાદ અહેમદના વેડિંગ રિસેપ્શનમાં પહોંચ્યા હતા. આ પાર્ટીમાં સપા નેતા અને રાજ્યસભા સાંસદ જયા બચ્ચન પણ આવ્યા હતા.

Rahul Gandhi
Rahul Gandhi

મુંબઈ: બોલિવૂડની સ્પષ્ટવક્તા અને અભિનેત્રી સ્વરા ભાસ્કરે થોડા દિવસ પહેલા સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહેમદ સાથે લગ્ન કર્યા હતા અને 16 માર્ચની રાત્રે, દંપતીએ લગ્નનું રિસેપ્શન આપ્યું હતું, જેમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના ઘણા દિગ્ગજ નેતાઓએ હાજરી આપી હતી. કોંગ્રેસના સભ્ય રાહુલ ગાંધીએ પણ લગ્નના રિસેપ્શનમાં હાજરી આપી હતી, જ્યારે રાજ્યસભાના સાંસદ અને ભૂતકાળની પીઢ અભિનેત્રી જયા બચ્ચને પણ હાજરી આપી હતી. કોંગ્રેસના દિગ્ગજ નેતા શરી થરૂર પણ આ પાર્ટીમાં વર-કન્યાને આશીર્વાદ આપવા પહોંચ્યા હતા.

શશિ થરૂર પણ જોવા મળ્યા: લગ્નના રિસેપ્શનમાં રાહુલ ગાંધી સફેદ કુર્તા પાયજામામાં જોવા મળ્યા હતા. તે જ સમયે શશિ થરૂર પણ કુર્તા પાયજામા અને જયા બચ્ચન એમ્બ્રોઇડરી સૂટમાં ફંક્શનમાં હાજરી આપી હતી. આ તમામ અનુભવીઓએ દંપતીને આશીર્વાદ આપ્યા અને વિદાય લીધી. તમને જણાવી દઈએ કે, સ્વરા ભાસ્કરે પહેલા કોર્ટ મેરેજ કર્યા હતા અને ત્યાર બાદ બંનેએ તમામ રીત રિવાજો અનુસાર લગ્ન કર્યા હતા.

આ પણ વાંચો: Miss Universe Harnaaz Sandhu: જુઓ મિસ યુનિવર્સ હરનાઝ સંધુની બોલ્ડ તસવીરો

સોશિયલ મીડિયા પર તસવીરો મૂકી: સ્વરા-ફહાદે મહેંદી, સંગીત અને હલ્દી એમ ત્રણેય કાર્યક્રમો ખૂબ જ ધામધૂમથી ઉજવ્યા અને પરિવાર અને સંબંધીઓ સાથે લગ્નની ઉજવણીનો આનંદ માણ્યો. સ્વરા ભાસ્કરે તેના ફેન્સ માટે સોશિયલ મીડિયા પર તેના લગ્નના તહેવારોની દરેક તસવીરો મૂકી છે.

આ પણ વાંચો: Disha Patani Hot Video: બોલ્ડ એક્ટ્રેસ દિશા પટનીનો હોટ વીડિયો થયો વાયરલ

સ્વરા અને ફહાદની મુલાકાત: સ્વરા ભાસ્કર અને ફહાદ અહેમદ બંને રાજકારણમાં સક્રિય છે અને સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. સ્વરા અને ફહાદ વર્ષ 2020માં એક રાજકીય પ્રદર્શન દરમિયાન મળ્યા હતા. અહીંથી બંને એકબીજાને ઓળખવા લાગ્યા હતા.

લવ-સ્ટોરીની શરુઆત: સ્વરા અને ફહાદે પોતાના સંબંધોને બે વર્ષ સુધી છુપાવીને રાખ્યા હતા અને આ વર્ષે જાન્યુઆરીમાં સ્વરા અને ફહાદે ટ્વિટર પર તેમના લગ્નની જાહેરાત કરીને ચાહકોને મોટું સરપ્રાઈઝ આપ્યું હતું. સ્વરાએ એક વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં અભિનેત્રીએ જણાવ્યું હતું કે, તેની આખી લવ-સ્ટોરી કેવી રીતે શરૂ થઈ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.