ETV Bharat / bharat

'કેપ્ટન' પર ભારે પડ્યો 'ખેલાડી, નવજોત સિંહ સિદ્ધુએ બદલો વાળ્યો - અમરિંદરે છોડવી પડી CM ખુરશી

author img

By

Published : Sep 18, 2021, 7:21 PM IST

સિદ્ધુએ કેપ્ટનનું સિંહાસન ઉથલાવ્યું,  એક સમયે અમરિંદરે તેમને ડેપ્યુટી CM બનાવવાની કહી દીધી હતી ના
સિદ્ધુએ કેપ્ટનનું સિંહાસન ઉથલાવ્યું, એક સમયે અમરિંદરે તેમને ડેપ્યુટી CM બનાવવાની કહી દીધી હતી ના

નવજોત સિંહ સિદ્ધુએ આખરે કેપ્ટન અમરિંદર સિંહનો સત્તાપલટો કરી દીધો છે. સાડા વર્ષ પહેલા 2017માં સિદ્ધુએ ડેપ્યુટી સીએમ ન બનાવવાના કારણે કેપ્ટનની વિરુદ્ધ બાયો ચઢાવી હતી. આનું પરિણામ એ આવ્યું કે અમરિંદર સિંહ પોતાની બીજી ઇનિંગમાં કાર્યકાળ પૂર્ણ કરી શક્યા નહીં. 1965ના યુદ્ધમાં પાકિસ્તાનને મોરચા પર ધૂળ ચઢાવનાકા કેપ્ટન પોતાની જ પાર્ટીમાં બીજેપીથી આવેના નેતાથી હારી ગયા. 18 સપ્ટેમ્બરના તેમણે સીએમ પદથી રાજીનામું આપી દીધું.

  • પંજાબના CM પદેથી કેપ્ટન અમરિંદર સિંહે રાજીનામું આપ્યું
  • નવજોત સિંહ સિદ્ધુ અને કેપ્ટન વચ્ચે લાંબા સમયથી ચાલતું હતું ઘર્ષણ
  • 40 ધારાસભ્યોના સમર્થનથી સિદ્ધુએ કેપ્ટનને ખુરશી છોડવા મજબૂર કર્યા
  • અમરિંદર સિંહે સિદ્ધુને ડેપ્યુટી CM બનાવવાની ના કહી હતી

હૈદરાબાદ: કૉંગ્રેસે આઝાદ ભારતના પંજાબને 13 મુખ્યપ્રધાનો આપ્યો. અમરિંદર સિંહના રાજીનામા બાદ 14માં કૉંગ્રેસી મુખ્યપ્રધાન 6 મહિના માટે કમાન સંભાળશે. 18 સપ્ટેમ્બરના કૉંગ્રેસ હાઈકમાન્ડે કેપ્ટન પાસે રાજીનામું માંગી લીધું. 40 ધારાસભ્યોએ સોનિયા ગાંધીને પત્ર લખીને કૉંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક બોલાવવાની માંગ કરી હતી.

શુક્રવાર રાત્રે જ હાઈકમાન્ડે લખી દીધી વિદાયની સ્ક્રિપ્ટ

શુક્રવારના રાત્રે લગભગ 11 વાગ્યે અને 42 મિનિટે અમરિંદરની વિદાય નક્કી થઈ ગઈ
શુક્રવારના રાત્રે લગભગ 11 વાગ્યે અને 42 મિનિટે અમરિંદરની વિદાય નક્કી થઈ ગઈ

કહેવામાં આવી રહ્યું છે કે હાઈકમાન્ડે શુક્રવાર રાત્રે તાબડતોડમાં બેઠકની તારીખ અને સમય નક્કી કરી લીધો. પંજાબ કૉંગ્રેસ પ્રભારી હરીશ રાવતે શુક્રવારના રાત્રે લગભગ 11 વાગ્યે અને 42 મિનિટે ટ્વીટ કર્યું અને સીએલપીની બેઠક બોલાવી દીધી. હરીશ રાવતને પણ ચંદીગઢ મોકલવામાં આવ્યા, જ્યારે પાર્ટીએ સુપરવાઇઝર તરીકે અજય કામન અને હરીશ ચોધરીને પણ મિટિંગમાં સામેલ થવાનો આદેશ આપ્યો, ત્યારે એ નક્કી થઈ ગયું કે અમરિંદર સિંહે ગાદી છોડવી પડશે. તેમને ધારાસભ્ય દળની બેઠક પહેલા રાજીનામું આપવા કહેવામાં આવ્યું હતું. ધારાસભ્ય દળની બેઠક નવા નેતાની પસંદગી માટે બોલાવવામાં આવી હતી. કેપ્ટન અમરિંદર સિંહેની વિદાયની તૈયારી નવજોત સિંહ સિદ્ધુએ એ જ દિવસે શરૂ કરી દીધી હતી, જ્યારે 22 જુલાઈએ તેઓ પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ બન્યા હતા. જો કે સિદ્ધુ અને કેપ્ટનની વચ્ચે મતભેદ વિધાનસભા ચૂંટણી બાદ જ સામે આવ્યા હતા.

2017માં શરૂ થયો હતો સિદ્ધુ અને કેપ્ટનમાં ખટરાગ

સિદ્ધુ રાહુલ અને પ્રિયંકાના નજીકના લોકોમાં સામેલ
સિદ્ધુ રાહુલ અને પ્રિયંકાના નજીકના લોકોમાં સામેલ

2017ની વિધાનસભા ચૂંટણીથી ઠીક પહેલા નવજોત સિંહ સિદ્ધુએ કૉંગ્રેસનો છેડો પકડ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે 2014ની લોકસભા ચૂંટણીમાં અમૃતસર લોકસભા સીટથી ચૂંટણી લડવા ઇચ્છતા હતા, પરંતુ બીજેપીએ અરુણ જેટલીને ઉમેદવાર બનાવ્યા. વિધાનસભામાં કૉંગ્રેસની સરકાર બની તો સિદ્ધુ રાહુલ અને પ્રિયંકાના નજીકના લોકોમાં સામેલ થઈ ગયા. તેઓ અમરિંદરની સરકારમાં પર્યટન અને નગરનિગમના મંત્રી બન્યા. અહીંથી અમરિંદર અને સિદ્ધુમાં ખટરાગ શરુ થયો.

ટીવી શૉ અને બાજનાના મુદ્દે સિદ્ધુની બદનામી

કહેવામાં આવી રહ્યું છે કે મુખ્યપ્રધાન તરીકે કેપ્ટન પોતાના મંત્રી નવજોત સિંહ સિદ્ધુની કાર્ય કરવાની રીતથી ખુશ નહોતા. બીજી તરફ સિદ્ધુ પણ વાયદા પ્રમાણે ડેપ્યુટી સીએમ ન બનાવવાના કારણે નારાજ થઈ ગયા. ટીવી શૉમાં સિદ્ધુની મજાક થવા લાગી તો કેપ્ટને તેમને વિભાગ બદલી દીધો. ત્યારબાદ તો સિદ્ધુએ અમરિંદર સિંહને પડકાર આપવાનું શરુ કર્યું, જ્યારે પાકિસ્તાની સેના પ્રમુખ બાજવા સાથે મુલાકાત બાદ સિદ્ધુની ટીકા થઈ તો અમરિંદર સમર્થકોએ પણ સિદ્ધુને ઘેર્યા. 20 જુલાઈ 2019ના સિદ્ધુએ અમરિંદર મંત્રીમંડળથી રાજીનામું આપી દીધું. ત્યારબાદ તો તેઓ હંમેશા પોતાની જ સરકારની ટીકા કરવા લાગ્યા.

નવજોત સિંહ સિદ્ધુના પિતા અમરિંદરને લાવ્યા રાજનીતિમાં

જ્યારે સિદ્ધુ પેદા થયા હતા, ત્યારે હું ચીન બૉર્ડર પર શિફ્ટ થયો હતો
જ્યારે સિદ્ધુ પેદા થયા હતા, ત્યારે હું ચીન બૉર્ડર પર શિફ્ટ થયો હતો

જ્યારે સિદ્ધુ પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા, ત્યારે તેમના સ્વાગત સમારંભમાં કેપ્ટન અમરિંદર સિંહે તેમની સાથે પારિવારિક સંબંધો પર ચર્ચા કરી. કેપ્ટને કહ્યું હતું કે, સિદ્ધુના પિતા સરદાર ભગવંત સિંહે તેમની માતાને રાજકીય સમર્થન આપ્યું. ત્યારે સરદાર ભગવંત સિંહ પટિયાલા કૉંગ્રેસના પ્રધાન હતા, જ્યારે કેપ્ટન આર્મી છોડીને પટિયાલા આવ્યા તો સિદ્ધુના પિતાએ તેમને રાજનીતિમાં આવવા પ્રેર્યા. ત્યારે કેપ્ટન અમરિંદર સિંહે એ કહીને મજાક કરી હતી હતી, 1963માં જ્યારે સિદ્ધુ પેદા થયા હતા, ત્યારે હું ચીન બૉર્ડર પર શિફ્ટ થયો હતો.

કૉંગ્રેસે સિદ્ધુની વાત કેમ માની?

સિદ્ધુ ભલે પાર્ટીને વોટ ન અપાવી શક્યા, પરંતુ હરાવવાની તાકાત રાખે છે
સિદ્ધુ ભલે પાર્ટીને વોટ ન અપાવી શક્યા, પરંતુ હરાવવાની તાકાત રાખે છે

બીજેપીથી નીકળ્યા બાદ નવજોત સિંહ સિદ્ધુ અનેક પાર્ટીઓના સંપર્કમાં હતા. આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ સાથે તેમના નજીકના સંબંધો જગજાહેર છે. આવી સ્થિતિમાં સિદ્ધુ કૉંગ્રેસ છોડે છે તો પાર્ટીને વધારે નુકસાન થઈ શકે છે. રાજકીય નિષ્ણાતો પ્રમાણે સિદ્ધુ ભલે પાર્ટીને વોટ ન અપાવી શક્યા, પરંતુ હરાવવાની તાકાત જરૂર રાખે છે. અત્યારે 117 સીટોવાળી વિધાનસભામાં કૉંગ્રેસની 77 સીટો છે, જેમાં 40 સિદ્ધુના સમર્થક છે. કેબિનેટ મંત્રી તૃપ્ત રાજિંદર સિંહ બાજવા, સુખબિર સિંહ સરકારિયા, સુખજિંદર સિંહ રંધાવા જેવા નેતાઓએ કેપ્ટનનો સાથ છોડી દીધો.

પાર્ટીના સર્વેમાં સિદ્ધુ કેપ્ટન પર ભારે પડ્યા

નવજોત સિંહ સિદ્ધુ રાહુલ ગાંધીના નજીકના લોકોમાં સામેલ છે. આ કારણે જ્યારે કોઈ સિદ્ધુને મનદુ:ખ થવાના સમાચાર આવ્યા ત્યારે કૉંગ્રેસે તેમને પ્રદેશ અધ્યક્ષ બનાવી દીધા. હાઈકમાન્ડને એ વિશ્વાસ અપાવવામાં સફળ રહ્યા કે સીએમ અમરિંદર સિંહ વિરોધ પક્ષ અકાલી દળની વિરુદ્ધ નરમ વલણ ધરાવે છે, જેનાથી પાર્ટીને નુકસાન થઈ શકે છે. પાર્ટીના આંતરિક સર્વેમાં પણ સિદ્ધુ પંજાબના કેપ્ટન પર ભારે પડ્યા. નવજોત સિંહ સિદ્ધુ સતત જનતાને રસ પાડે તેવા પ્રશ્નો ઉઠાવી રહ્યા હતા. આ રણનીતિ અમરિંદર સિંહ પર ભારે પડી. એ પણ માનવામાં આવી રહ્યું છે કે સ્થિતિને જોતા સિદ્ધુનું કદ વધારવા અને અમરિંદરની વિદાયનું સમર્થન કૉંગ્રેસના રણનીતિકાર પ્રશાંત કિશોરે પણ કર્યું છે.

ઑપરેશન બ્લૂ સ્ટાર બાદ કૉંગ્રેસ છોડી ગયા હતા કેપ્ટન

ઑપરેશન બ્લૂ સ્ટારના વિરોધમાં કૉંગ્રેસ છોડી
ઑપરેશન બ્લૂ સ્ટારના વિરોધમાં કૉંગ્રેસ છોડી

પટિયાલાના રાજ પરિવારના સભ્ય કેપ્ટન અમરિંદર સિંહ 70ના દાયકામાં રાજનીતિમાં સક્રિય રહ્યા. 1980માં પહેલીવાર સાંસદ બન્યા. 1984માં તેમણે ઑપરેશન બ્લૂ સ્ટારના વિરોધમાં કૉંગ્રેસ છોડી અને અકાલી દળમાં સામેલ થઈ ગયા, જ્યારે પ્રદેશમાં અકાલી દળને સત્તા મળી તો તેઓ કૃષિ, વન અને પંચાયતી રાજના મંત્રી બન્યા. 1992થી 98 સુધી તેઓ અકાલી દળમાં સામેલ રહ્યા, જ્યારે કેન્દ્રમાં સોનિયા ગાંધી અધ્યક્ષ બન્યા તો તેઓ કૉંગ્રેસમાં પાછા ફર્યા. 2002થી 2007 સુધી તેઓ સીએમ રહ્યા. 2014ની લોકસભા ચૂંટણીમાં તેમણે મોદી લહેરમાં ભાજપના દિગ્ગજ નેતા અરુણ જેટલીને અમૃતસરમાં હરાવ્યા હતા. 2017માં તેઓ ફરી પંજાબના સીએમ બન્યા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.