ETV Bharat / bharat

કોંગ્રેસે ગાળો બોલવાનો કોન્ટ્રાક્ટ કોને આપ્યો તેના વિશે વડાપ્રધાને આપી પ્રતિક્રિયા

author img

By

Published : Oct 11, 2022, 6:51 AM IST

Updated : Oct 11, 2022, 2:12 PM IST

વડાપ્રધાન મોદી આજે વિવિધ યોજાનાઓ રાષ્ટ્રને કરશે સમર્પિત
વડાપ્રધાન મોદી આજે વિવિધ યોજાનાઓ રાષ્ટ્રને કરશે સમર્પિત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9થી 11 ઓક્ટોબર દરમિયાન ગુજરાતની મુલાકાતે (PM Modi To Begin Three Day Gujarat Visit) છે. ગુજરાતમાં વડાપ્રધાન કુલ રૂપિયા 14,500 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી રહ્યા છે(PM will inaugurate development works worth 14,500 crores). આજે 11 ઓક્ટોમ્બરે તેઓ રાજકોટાના જામકંડોરણા ખાતે ભવ્ય જનસભાને સંબોધશે(address a grand public meeting at Jamkandorana) ત્યારબાદ અમદાવાદથી વિવિધ યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

અમદાવાદ : ગુજરાત વિઘાનસભા ચૂંટણી 2022(Gujarat Assembly Election 2022)ને હવે ગણતરીના દિવસો જ બાકી છે. તેને લઇને તમામ પાર્ટીના નેતાઓ સભાઓ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ 9થી 11 ઓક્ટોબર એમ 3 દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે(PM Modi To Begin Three Day Gujarat Visit). વડાપ્રધાન કુલ રૂપિયા 14,500 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી રહ્યા છે(PM will inaugurate development works worth 14,500 crores). આજે 11 ઓક્ટોમ્બરે તેઓ રાજકોટાના જામકંડોરણા ખાતે ભવ્ય જનસભાને સંબોધશે ત્યારબાદ અમદાવાદથી વિવિધ યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે(address a grand public meeting at Jamkandorana).

કોંગ્રેસે ગાળો બોલવાનો કોન્ટ્રાક્ટ બીજાને આપ્યો દેશનાં બીજા ભાગો, દુનિયા સાથે જોડવા સમુદ્રનો ઉપયોગ કર્યો છે. આજે વાહનોનાં સ્પેર પાર્ટ્સ બનાવો છો. વિમાનનાં સ્પેર પાર્ટ્સ બનાવવાનું કામ પણ રાજકોટ આવશે. છાશવારે કર્ફ્યૂ થતા હતા તે બંધ થઇ ગયુ છે. રાજકોટ સ્પિનિંગ સેન્ટર તરીકે નામ કમાઇ રહ્યું છે. જેતપુરનો સામાન એક્સપોર્ટ થઇ રહ્યો છે. ગુજરાત કૃષિ ઉત્પાદનમાં 9 10 ટકાનો વિકાસ કરે છે. ગુજરાતનાં યુવાનો માટે 25 વર્ષ સ્વર્ણિમ કાળ છે. આખું ઉત્તર ભારતનું બજાર ખુલ્લુ મેદાન બની જવાનુ છે. ભાજપનાં કાર્યકર્તાઓને મારે ચેતવવાની જરૂર છે. કોંગ્રેસે ગુજરાતને અત્યાર સુધી બદનામ કર્યું છે. મારા માટે દરેક ચૂંટણીમાં મોતના સોદાગર કહેતા હતા. કોંગ્રેસે ગાળો બોલવાનો કોન્ટ્રાક્ટ બીજાને આપ્યો છે. હવે કોંગ્રેસે ગામડામાં જઇ બેઠું કામ શરૂ કર્યું છે. તથા કોંગ્રેસની આ ચાલાકીને સમજજો.

જનતાના કર્યા ભરપૂર વખાણ વડાપ્રધાને પરબધામના પૂજ્ય કરસનદાસ બાપુ સાથે લાગણીસભર મુલાકાત કરી હતી. જો મહેનત અને આયોજનથી કામ કરીએ તો પરિસ્થિતિ બદલી શકાય છે, જે અમે કરી બતાવ્યું છે. અભાવનો પ્રભાવ ન આવે, અંધકારથી વિવશ ન થવું પડે, અવિશ્વાસની આંધી આવી ન જાય તે માટે આજે સરકારે પરિસ્થિતિ અને આયોજનો બદલ્યા છે. જનતાની ભાવના, આકાંક્ષા અને અપેક્ષાને ભાજપ સરકારે હંમેશા આદેશ માન્યા છે. આ આદેશ માટે જાત ખપાવી દેવાની કોશિષ કરી છે.

બેટ દ્વારકાને અતિક્રમણથી મુક્ત કરાવ્યું ગુજરાતની સમુદ્ર પટ્ટી અતિક્રમણથી બરબાદ થઇ રહી હતી. બેટ દ્વારકાની તો જાણે ઓળખ બદલાઇ ગઇ હતી. ભૂપેન્દ્ર પટેલએ મક્કમતાથી રાતોરાત બેટ દ્વારકાને અતિક્રમણથી મુક્ત કરાવી દીધું. તેમને સ્વભાવ મુજબ બધું જ કામ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરી દીધું છે. વિકાસ અને ગુજરાતનો અતૂટ નાતો છે. ગુજરાત વિકાસનું જનઆંદોલન બની ગયું છે. કોઇપણ સેક્ટર લો, તો આંકડાથી સિદ્વ થઇ શકે કે આપણા ગુજરાતના વિકાસની વાત કેટલી મજબૂત, દીર્ઘદ્રષ્ટીવાળી, સર્વવ્યાપી અને સર્વસમાવેશક છે.

મોટી સંખ્યામાં જનમેદની ઉમટી સભામાં વડાપ્રધાન મોદીએ જનસભામાં જણાવ્યું કે, જનતાની ભાવના, આકાંક્ષા અને અપેક્ષાને ભાજપ સરકારે હંમેશા આદેશ માન્યા છે. આ આદેશ માટે જાત ખપાવી દેવાની કોશિષ કરી છે. ગુજરાતના આયોજન ઉત્તરોઉતર નવી ઉંચાઇઓ સર કરતા જાય છે, નવો નવો વિસ્તાર કરતા જાય છે. તેની પાછળ માત્ર સરકાર નહીં, માત્ર નરેન્દ્ર-ભૂપેન્દ્ર નહીં પરંતુ તમારા જેવા સાથીઓની દિવસ-રાતની મહેનતના કારણે આ શક્ય બન્યું છે. મારા ગુજરાત અને ભારત સરકારમાં કામની શરૂઆત રાજકોટની ધરતીથી થઇ હતી. રાજકોટે મને આશીર્વાદ આપી મોકલ્યો હતો. આ જલારામ બાપા અને મા શક્તિસ્વરૂપા આઇ ખોડિયાર માતાના આશીર્વાદની ભૂમિ છે. જામકંડોરણામાં વડાપ્રધાનને આશીર્વાદ આપવા ઉમટ્યો વિરાટ જનસાગર'.

સિવિલ હોસ્પિટલમાં નવી સુવિધાઓનો શિલાન્યાસ કરશે આજે 11મી ઑક્ટોબરના રોજ વડાપ્રધાન મોદીઅમદાવાદની સિવિલ હોસ્પિટલની સારવામાં લગભગ રૂપિયા 1300 કરોડની વિવિધ આરોગ્યસંભાળ સુવિધાઓનું, આમાં કાર્ડિયાક કેર માટે નવી અને સુધારેલી સુવિધાઓનું સમર્પણ અને યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં નવી હોસ્ટેલ બિલ્ડિંગ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરની નવી હોસ્પિટલ બિલ્ડીંગ, ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું નવું બિલ્ડીંગનો સમાવેશ થાય છે. વડાપ્રધાન ગરીબ દર્દીઓના પરિવારોને રહેવા માટે આશ્રય ગૃહનો શિલાન્યાસ પણ કરશે.

PM મોદી શ્રી મહાકાલ લોક રાષ્ટ્રને સમર્પિત કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રી મહાકાલ લોક રાષ્ટ્રને સમર્પિત કરશે. મહાકાલ લોક પ્રોજેક્ટનો પહેલો તબક્કો વિશ્વસ્તરીય આધુનિક સુવિધાઓ પૂરી પાડીને મંદિરની મુલાકાત લેતા શ્રદ્ધાળુઓના અનુભવને સમૃદ્ધ બનાવવામાં મદદ કરશે. પ્રોજેક્ટનો હેતુ સમગ્ર વિસ્તારની ભીડ ઘટાડવાનો છે અને હેરિટેજ સ્ટ્રક્ચર્સના સંરક્ષણ અને પુનઃસંગ્રહ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. પ્રોજેક્ટ હેઠળ, મંદિર પરિસરનું લગભગ સાત ગણું વિસ્તરણ કરવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટનો કુલ ખર્ચ આશરે 850 કરોડ રૂપિયા છે. મંદિરની હાલની ફૂટફોલ, જે હાલમાં વાર્ષિક આશરે 1.5 કરોડ છે, તે બમણી થવાની અપેક્ષા છે. પ્રોજેક્ટના વિકાસનું આયોજન બે તબક્કામાં કરવામાં આવ્યું છે.

ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મહાકાલ પથમાં 108 સ્તંભો છે. જે ભગવાન શિવના આનંદ તાંડવ સ્વરૂપને (નૃત્ય સ્વરૂપ)દર્શાવે છે. ભગવાન શિવના જીવનને દર્શાવતી ઘણા ધાર્મિક શિલ્પો મહાકાલ પથ પર સ્થાપિત છે. પથની બાજુમાં આવેલી ભીંતચિત્ર શિવ પુરાણની વાર્તાઓ પર આધારિત છે જેમ કે સૃષ્ટિનો અધિનિયમ, ગણેશનો જન્મ, સતી અને દક્ષની વાર્તા. પ્લાઝા વિસ્તાર, જે 2.5 હેક્ટરમાં ફેલાયેલો છે, તે કમળના તળાવથી ઘેરાયેલો છે અને તેમાં ફુવારાઓ સાથે શિવની પ્રતિમા છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને સર્વેલન્સ કેમેરાની મદદથી ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા સમગ્ર પરિસરનું 24x7 મોનિટરિંગ કરવામાં આવશે.

PM મોદી 11 ઓકટોબરે અમદાવાદ અને ઉજ્જૈન જશે વડાપ્રધાન 11 ઑક્ટોબરે,બપોરે 2:15 વાગ્યે અમદાવાદની સિવિલ હોસ્પિટલ અસારવામાં પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે, ત્યારબાદ તેઓ ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિરની યાત્રા કરશે, જ્યાં તેઓ લગભગ 5.45 PM વાગ્યે દર્શન અને પૂજા કરશે. આ પછી સાંજે લગભગ 6:30 વાગ્યે શ્રી મહાકાલ લોક અર્પણ કરવામાં આવશે, ત્યારબાદ ઉજ્જૈનમાં 7:15 PM પર જાહેર કાર્યક્રમ યોજાશે.

Last Updated :Oct 11, 2022, 2:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.