ETV Bharat / bharat

ઉત્તરાખંડ ન્યૂઝઃ ઉત્તરકાશી ટનલ રેસક્યૂનો 9મો દિવસ, વડાપ્રઘાન મોદીએ મુખ્યપ્રધાન ધામી પાસેથી માંગ્યુ અપડેટ

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 20, 2023, 11:48 AM IST

ઉત્તરકાશી ટનલ રેસક્યૂનો 9મો દિવસ
ઉત્તરકાશી ટનલ રેસક્યૂનો 9મો દિવસ

ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 કામદારોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. આ બચાવકાર્યને લઈને પીએમ નરેન્દ્ર મોદીએ મુખ્યપ્રઘાન પુષ્કર સિંહ ધામી સાથે ફોન પર વાત કરી હતી. વડાપ્રઘાન મોદી આ ટનલમાં ફસાયેલા લોકોના બચાવ કાર્ય પર સતત ફીડબેક લઈ રહ્યા છે અને કેન્દ્ર તરફથી તમામ શક્ય મદદની વડાપ્રધાને ખાતરી આપી છે.

દેહરાદૂન (ઉત્તરાખંડ): ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં ચાલી રહેલી રાહત કામગીરીનો આજે 9મો દિવસ છે. પરંતુ હજુ સુધી રાહત બચાવ ટીમને કોઈ સફળતા મળી નથી. જેના કારણે એક તરફ સુરંગમાં ફસાયેલા 41 મજૂરો પરેશાન થઈ રહ્યા છે. સાથે જ બહાર રાહ જોઈ રહેલા પરિવારજનોની ધીરજ પણ તૂટતી જોવા મળી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટનલમાં ફસાયેલા કામદારોને બચાવવા માટે ચાલી રહેલી રાહત-બચાવ કામગીરીને લઈને મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામી સાથે વાત કરી હતી અને ટનલમાં ફસાયેલા લોકોને બચાવવાની માહિતી પણ મેળવી હતી.

  • #WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue operation | President of International Tunneling Underground Space Professor, Arnold Dix arrives at Silkyara tunnel as rescue operation to bring out the stranded victims is underway.

    He also offered prayers at a temple that is… pic.twitter.com/EJViIFcmee

    — ANI (@ANI) November 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

PMએ મેળવી રાહત-બચાવ વિશેની માહિતીઃ નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીએમ ધામી પાસેથી ઉત્તરકાશીની સિલ્ક્યારા પાસે ટનલમાં ફસાયેલા કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ચાલી રહેલી રાહત અને બચાવ કામગીરી વિશે માહિતી મેળવી હતી. વડાપ્રધાને કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા જરૂરી બચાવ સાધનો અને જરૂરી સંસાધનો આપવામાં આવી રહ્યા છે. કેન્દ્ર અને રાજ્યની એજન્સીઓ વચ્ચે સતત સંકલન સાથે, કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવશે. પરંતુ અત્યારે ફસાયેલા કામદારોનું મનોબળ જાળવી રાખવાની જરૂર છે.

  • #WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue operation | International Tunneling Expert, Arnold Dix says "It is looking good, but we have to decide whether it is actually good or is it a trap. It is looking very positive as we have the best experts in Himalayan geology with… pic.twitter.com/IcnmHjGfRw

    — ANI (@ANI) November 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ટનલમાં ફસાયા છે 41 કામદારોઃ સિલ્ક્યારા વિશેની વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપતાં મુખ્યમંત્રી ધામીએ કહ્યું કે રાજ્ય અને કેન્દ્રીય એજન્સીઓ સતત સંકલન અને તત્પરતા સાથે રાહત કાર્યમાં લાગેલી છે. ટનલમાં ફસાયેલા તમામ કામદારો સુરક્ષિત છે અને તેમને ઓક્સિજન, પૌષ્ટિક ખોરાક તેમજ પાણી આપવામાં આવી રહ્યું છે. આ સાથે એજન્સીઓ નિષ્ણાતોના અભિપ્રાય લીધા પછી કામ કરી રહી છે જેથી કામદારોને સલામત રીતે બહાર કાઢી શકાય. સીએમએ કહ્યું કે તેમણે પોતે ઘટનાસ્થળની મુલાકાત લીધી છે અને સ્થળ પર નિરીક્ષણ કર્યું છે, અને ચાલી રહેલા બચાવ કાર્ય પર નજર રાખી રહ્યા છે. આરોગ્ય વિભાગની ટીમ પણ સ્થળ પર તૈનાત કરવામાં આવી છે.

  • #WATCH | Uttarkashi (Uttarakhand) Tunnel rescue | Morning visuals from Silkyara Tunnel where 41 workers are stranded after a part of the tunnel collapsed on November 12.

    The former advisor of PMO Bhaskar Khulbe and Deputy Secretary of PMO Mangesh Ghildiyal appealed to all the… pic.twitter.com/1DYPqUzWmM

    — ANI (@ANI) November 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

PM-PMOની સતત નજરઃ આ ઉપરાંત, મુખ્યમંત્રી ધામીએ પીએમ મોદીને કહ્યું કે, ટનલની અંદર ફસાયેલા તમામ 41 કર્મચારીઓ સુરક્ષિત છે, અને શક્ય તેટલી વહેલી તકે તેમને બહાર કાઢવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, આ ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે ત્રણ વખત મુખ્યમંત્રી સાથે વાત કરી છે અને વાસ્તવિક સ્થિતિ વિશે જાણકારી મેળવી છે. પીએમઓની ટીમે પણ સ્થળનું નિરીક્ષણ કર્યું છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે.

  • #WATCH | Uttarkashi (Uttarakhand) Tunnel rescue | In order to better deliver food and water to the workers trapped in the tunnel, instead of the 4-inch pipeline, a 6-inch pipeline was laid for around 40 meters. Rescue operation to bring out 41 stranded workers, is currently… pic.twitter.com/bJTstgyuZI

    — ANI (@ANI) November 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

9 દિવસથી ટનલમાં ફસાયા છે કામદારોઃ મહત્વપૂર્ણ છે કે, ઉત્તરકાશીના સિલ્ક્યારા ટનલમાં 41 કર્મચારીઓ ફસાયાની ઘટનાને 9 દિવસ વીતી ગયા છે. પરંતુ હજુ સુધી કામદારોને બચાવવામાં કોઈ સફળતા મળી નથી. તમામ બચાવ ટુકડીઓ કામદારોને સુરક્ષિત બહાર કાઢવા માટે જહેમત ઉઠાવી રહી છે.

  1. છ દિવસથી ટનલમાં ફસાયેલા 40 શ્રમિકોને બચાવવા માટે હવે હેવી ઓગર મશીન પર મદાર, ટનલમાં ડ્રિલીંગ કરી પાંચ પાઈપ નખાયા
  2. નૈનિતાલમાં 800 મીટર ઊંડી ખીણમાં જીપ ખાબકી, 6 મુસાફરોના કરુણ મોત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.