ETV Bharat / bharat

PM Modi Visit Bengaluru ISRO : ગ્રીસના પ્રવાસેથી પરત ફર્યા બાદ PM મોદી બેંગલુરુ ISRO કેન્દ્રની મુલાકાતે

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 26, 2023, 3:27 PM IST

વડાપ્રધાન દક્ષિણ આફ્રિકા અને ગ્રીસ એમ બે દેશોની મુલાકાત બાદ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી પરત ફર્યા હતા. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર જનતા અને ભાજપના કાર્યકરોને સંબોધિત કર્યા હતા. તેઓએ ચંદ્રયાન-3 મિશનની સફળતા સહિત વિવિધ મુદ્દાઓ પર વાત કરી હતી.

PM Modi Visit Bengaluru ISRO
PM Modi Visit Bengaluru ISRO

નવી દિલ્હી : વડાપ્રધાન દક્ષિણ આફ્રિકા અને ગ્રીસ એમ બે દેશોની તેમની સફળ મુલાકાત બાદ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી પરત ફર્યા હતા. નરેન્દ્ર મોદીએ નિર્ણાયક BRICS સમિટમાં ભાગ લીધો હતો. જ્યાં બ્લોકમાં વધુ છ રાષ્ટ્રોને ઉમેરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેઓ બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા ગ્રીસની મુલાકાત લીધી હતી. BJP અધ્યક્ષ જે.પી. નડ્ડાએ PM નરેન્દ્ર મોદીના આગમન પર તેમનું સ્વાગત કર્યું હતું.

ISRO કેન્દ્રની મુલાકાત : અગાઉના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) કેન્દ્રની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ સફળ ચંદ્રયાન-3 મિશનના ભાગ બનેલા વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરી હતી. આ તકે PM મોદીએ કહ્યું કે, તેમને ચંદ્રયાન-3 મિશનની સફળતા માટે વિશ્વના નેતાઓ તરફથી અભિનંદનના સંદેશો મળી રહ્યા છે. ચંદ્રયાન-3 મિશનનું વિક્રમ લેન્ડર ચંદ્ર પર સોફ્ટ-લેન્ડ થયું છે. જેનાથી ભારત દુર્લભ સિદ્ધિ હાંસલ કરનાર વિશ્વનો ચોથો દેશ બન્યો છે.

મહત્વપૂર્ણ જાહેરાત : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાલમ એરપોર્ટની બહાર જાહેર જનતા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને સંબોધિત કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વિદ્યાર્થીઓ માટે ચંદ્રયાન મિશન સંબંધિત ક્વિઝ સ્પર્ધાની જાહેરાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, અમે ઇચ્છીએ છીએ કે નવી પેઢી વિજ્ઞાન તરફ આકર્ષાય. 2047 માં દેશને વિકસિત બનાવવો એ સમયની જરૂરિયાત છે. અથવા આપણે આધુનિક વિજ્ઞાન અને તકનીક પર નિર્ભર રહેવું પડશે. 1 સપ્ટેમ્બરથી My Gov વેબસાઈટ પર ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. હું તમામ શાળાઓને ચંદ્રયાન મિશન સંબંધિત ક્વિઝ સ્પર્ધામાં ભાગ લેવા વિનંતી કરું છું.

નવી શિક્ષણ નીતિ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, નવી શિક્ષણ નીતિમાં વિજ્ઞાન અને ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. મેં તમામ વિભાગોને સૂચના આપી છે કે, કેવી રીતે અવકાશ વિજ્ઞાન, અવકાશ તકનીક અથવા ઉપગ્રહ શક્તિનો ઉપયોગ ડિલિવરી, સંપૂર્ણતા અને પારદર્શિતા માટે કરી શકાય છે. હું અવકાશ તકનીકના ઉપયોગ માટે હેકાથોન પણ ચલાવવા માંગુ છું.

G20 સમિટ : PM મોદીએ દિલ્હીવાસીઓને રાષ્ટ્રીય રાજધાનીમાં યોજાનારી G20 સમિટ માટે સહકાર આપવા વિનંતી પણ કરી હતી. ઉલ્લેખનિય છે કે, ભારત દેશ સપ્ટેમ્બરમાં G20 સમિટનું આયોજન કરી રહ્યો છે. વડાપ્રધાને દિલ્હીવાસીઓને 5-15 સપ્ટેમ્બર દરમિયાન જે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તેના માટે સહકાર આપવા અપીલ કરી હતી.

  1. National Space Day: 23 ઓગસ્ટને 'નેશનલ સ્પેસ ડે' તરીકે ઉજવાશે, પીએમ મોદીએ કરી જાહેરાત
  2. ISRO Shares Video Of Moon : વિક્રમ લેન્ડરના ઉતરાણ પહેલાનો ઈસરોએ જાહેર કર્યો વીડિયો, કંઇક આવો દેખાય છે ચંદ્

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.