PM Modi આજે ભારતીય સ્ટાર પેરાલિમ્પિક ખેલાડીઓ સાથે મુલાકાત કરી

author img

By

Published : Sep 9, 2021, 11:06 AM IST

Updated : Sep 9, 2021, 11:35 AM IST

PM Modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે (ગુરુવારે) ટોક્યો પેરાલિમ્પિક (Tokyo Paralympics) 2020ના ભારતીય દળના ખેલાડીઓને મળ્યા હતા. ટોક્યો ઓલિમ્પિકના (Tokyo Olympics) ખેલાડીઓની જેમ જ વડાપ્રધાન આ ખેલાડીઓ સાથે પણ મુલાકાત કરી હતી. કેન્દ્રિય રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુરે આ અંગે જાહેરાત કરી હતી.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે (ગુરુવારે) ટોક્યો પેરાલિમ્પિકના (Tokyo Paralympics) ખેલાડી સાથે મુલાકાત કરી હતી
  • ટોક્યો ઓલિમ્પિકના (Tokyo Olympics) ખેલાડીઓની જેમ જ વડાપ્રધાન આ ખેલાડીઓ સાથે પણ મુલાકાત કરી
  • કેન્દ્રિય રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુરે (Union Sports Minister Anurag Thakur) આ અંગે જાહેરાત કરી હતી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટોક્યો ઓલિમ્પિકના ખેલાડીઓને જે રીતે મળ્યા હતા. તે જ રીતે આજે (ગુરુવારે) ટોક્યો પેરાલિમ્પિકના ભારતીય દળના ખેલાડીઓને મળ્યા. આ અંગે કેન્દ્રિય રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુરે કરી હતી.

આ પણ વાંચો- T-20 વર્લ્ડ કપ ટીમનું કરવામાં આવ્યું એલાન

રમતોમાં ભાગીદારી અંગે વડાપ્રધાનનો હંમેશાથી એક દ્રષ્ટિકોણ રહ્યો છેઃ અનુરાગ ઠાકુર

  • Prime Minister Narendra Modi met the Indian contingent who participated in the 2020 Tokyo Paralympics

    (Picture courtesy: Prime Minister's Office) pic.twitter.com/t2RhrSg0Jc

    — ANI (@ANI) September 9, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કેન્દ્રિય રમતગમત પ્રધાને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સપ્તાહે ટોક્યો પેરાલિમ્પિક દળના ખેલાડીઓ સાથે મુલાકાત કરશે. તેમણે કહ્યું હતું કે, રમતોમાં ભાગીદારી અંગે વડાપ્રધાનનો હંમેશાથી એક દ્રષ્ટિકોણ રહ્યો છે. આ માટે ખાસ કરીને દિવ્યાંગ એથ્લિટ્સ માટે વધુ તક પેદા કરવા એ તેમના વિચારનો એક ભાગ છે.

આ પણ વાંચો- રિતુ ફોગાટ ઈચ્છે છે કે ભારત સરકાર એમએમએ પ્લેયર્સને પણ રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરે

બંધ દરવાજામાં યોજાઈ હતી ટોક્યો પેરાલિમ્પિક

કેન્દ્રિય રમતગમત પ્રધાને જણાવ્યું હતું કે, તેમણે (વડાપ્રધાન) ભારત આવવા પર ઓલિમ્પિયનોનું હોસ્ટિંગ કર્યું હતું અને હવે તેઓ પેરાલિમ્પિયનોનું પણ હોસ્ટિંગ કરવા જઈ રહ્યા છે. ટોક્યોમાં આ વર્ષે 24 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર સુધી બંધ દરવાજાની વચ્ચે ટોક્યો પેરાલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓલિમ્પિકની જેમ મહામારીના કારણે આ વર્ષે મોડું થયા છતા આયોજનને ટોક્યો 2020 તરીકે બ્રાન્ડેડ કરવામાં આવ્યું હતું. ભારતે ટોક્યો પેરાલિમ્પિકમાં કુલ 19 મેડલ જીત્યા છે.

Last Updated :Sep 9, 2021, 11:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.