ETV Bharat / bharat

UNSCમાં વડાપ્રધાને કહ્યું - આંતરરાષ્ટ્રીય વેપાર માટે સમુદ્રી રસ્તો જીવાદોરી, આપ્યા પાંચ સિદ્ધાંત

author img

By

Published : Aug 9, 2021, 10:09 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UN Security Council) ની બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ દરમિયાન વડાપ્રધાને દરિયાઈ સુરક્ષા પર ભાર મૂક્યો હતો. મોદીએ કહ્યું કે, સમુદ્ર આપણી સામાન્ય ધરોહર છે, આપણા દરિયાઈ માર્ગો આંતરરાષ્ટ્રીય વેપારની જીવાદોરી છે. આ ઉપરાંત, વડાપ્રધાને પાંચ સિદ્ધાંતો પણ આપ્યા હતા.

  • UNSCની દરિયાઈ સુરક્ષા અંગે ઉચ્ચસ્તરીય બેઠક મળી
  • વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાઈ UNSCની બેઠકમાં
  • સમુદ્રી સુરક્ષા અંગે વડાપ્રધાને આપ્યા પાંચ સિદ્ધાંતો

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ ( United Nations Security Council )ની દરિયાઈ સુરક્ષા વધારવા અને આ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સહયોગની જરૂરિયાત અંગે ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ દરમિયાન વડાપ્રધાને દરિયાઇ વેપાર અને વિવાદોના શાંતિપૂર્ણ સમાધાન સહિત પાંચ સિદ્ધાંતો રજૂ કર્યા હતા, જેના આધારે દરિયાઇ સુરક્ષા સહકાર માટે વૈશ્વિક મોડેલ તૈયાર કરવામાં આવી શકે છે.

વડાપ્રધાને કોન્ફરન્સમાં દ્વારા દરિયાઇ સુરક્ષાને પ્રોત્સાહન આપ્યું

વડાપ્રધાને આંતરરાષ્ટ્રીય સહકારની જરૂરિયાત પર ખુલ્લી ચર્ચાની અધ્યક્ષતા કરતા, આતંકવાદ અને દરિયાઇ ગુના માટે દરિયાઇ માર્ગોના દુરુપયોગ તરફ ધ્યાન દોરતા ચિંતા વ્યક્ત કરી હતી. તે જ સમયે, તેમણે ભાર મૂક્યો હતો કે, મહાસાગરોએ વિશ્વનો વારસો છે અને દરિયાઈ માર્ગો આંતરરાષ્ટ્રીય વેપારની જીવાદોરી છે. વડાપ્રધાન મોદીએ પાંચ સિદ્ધાંતો રજૂ કર્યા હતા, જેના આધારે દરિયાઇ સુરક્ષા સહકાર માટે વૈશ્વિક માળખું તૈયાર કરી શકાઈ છે.

વડાપ્રધાને પાંચ મૂળભૂત સિદ્ધાંતો આપ્યા

પ્રથમ સિદ્ધાંત : આપણે યોગ્ય દરિયાઈ વેપાર ( legitimate maritime trade) માંથી અવરોધો દૂર કરવા જોઈએ. આપણા બધાની સમૃદ્ધિ દરિયાઇ વેપારના સક્રિય સંચાર પર આધારિત છે. આમાં આવતી મુશ્કેલીઓ સમગ્ર વૈશ્વિક અર્થતંત્રતા માટે પડકાર બની શકે છે.

બીજો સિદ્ધાંત : દરિયાઈ વિવાદો ( maritime disputes )નું સમાધાન શાંતિપૂર્ણ અને માત્ર આંતરરાષ્ટ્રીય કાયદાના આધારે થવું જોઈએ. પરસ્પર વિશ્વાસ અને આત્મવિશ્વાસ માટે આ ખૂબ મહત્વનું છે. વૈશ્વિક શાંતિ અને સ્થિરતાને સુનિશ્ચિત કરવાનો આ એકમાત્ર રસ્તો છે.

ત્રીજો સિદ્ધાંત : વડાપ્રધાને કહ્યું કે આપણે કુદરતી આફતો અને આતંકવાદીઓના દરિયાઈ જોખમોનો એકસાથે સામનો કરવો જોઈએ. તેમણે કહ્યું કે, ભારતે આ મુદ્દે પ્રાદેશિક સહયોગને પ્રોત્સાહન આપવા માટે અનેક પગલાં લીધા છે.

ચોથો સિદ્ધાંત : મોદીએ કહ્યું કે, આપણે દરિયાઈ પર્યાવરણ (maritime environment)અને દરિયાઈ સંસાધનો(maritime resources) નું જતન કરવું પડશે. સમુદ્રની આબોહવા પર સીધી અસર પડે છે. આથી, આપણે આપણા દરિયાઇ વાતાવરણને પ્લાસ્ટિક અને તેલના છંટકાવ જેવા પ્રદૂષણથી મુક્ત રાખવું પડશે.

પાંચમો સિદ્ધાંત : આપણે જવાબદાર દરિયાઈ જોડાણ (responsible maritime connectivity)ને પ્રોત્સાહન આપવું જોઈએ. આવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના વિકાસમાં દેશોની સ્થિરતાને ધ્યાનમાં લેવી પડે છે.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ખુલ્લી ચર્ચા

પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) અનુસાર, નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ખુલ્લી ચર્ચાની અધ્યક્ષતા કરનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. UNSCના સભ્ય, દેશોના વડાઓ, સંયુક્ત રાષ્ટ્રની વ્યવસ્થા અને મોટા પ્રાદેશિક સંગઠનોના ઉચ્ચ-સ્તરના નિષ્ણાતો ચર્ચામાં ભાગ લીધો હતો. આ ચર્ચામાં સમુદ્રી ગુનાઓ અને અસુરક્ષાનો અસરકારક રીતે સામનો કરવા અને સમુદ્રી ક્ષેત્રમાં સંકલનને મજબૂત કરવાના માર્ગો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. UNSC એ ભૂતકાળમાં દરિયાઇ સુરક્ષા અને દરિયાઇ ગુનાના વિવિધ પાસાઓની ચર્ચા કરી છે અને અનેક ઠરાવો પસાર કર્યા છે. જો કે, આ પ્રથમ વખત હતું કે, જ્યારે સમગ્ર સ્તરની દરિયાઈ સુરક્ષાને ઉચ્ચ સ્તરની ખુલ્લી ચર્ચામાં વિશેષ એજન્ડા તરીકે ચર્ચા કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.