ETV Bharat / bharat

વડાપ્રધાન મોદીએ NHRC સ્થાપના દિવસે કહ્યું- "ભારતે વિશ્વને અહિંસાનો માર્ગ બતાવ્યો"

author img

By

Published : Oct 12, 2021, 1:33 PM IST

PM MODI 28TH NHRC FOUNDATION DAY
PM MODI 28TH NHRC FOUNDATION DAY

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)એ રાષ્ટ્રીય માનવાધિકાર પંચના 28 માં સ્થાપના દિવસના કાર્યક્રમને સંબોધિત કરતી વખતે દેશવાસીઓને નવરાત્રિની શુભેચ્છા પાઠવી હતી. આ તકે વડાપ્રધાને કહ્યું કે, માત્ર દેશ જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ આપણા બાપુને માનવ અધિકારો અને માનવીય મૂલ્યોના પ્રતીક તરીકે જુએ છે.

  • રાષ્ટ્રીય માનવ અધિકાર પંચનો 28 મો સ્થાપના દિવસ
  • વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહનું સંબોધન
  • મહાત્મા ગાંધી માનવ અધિકારો અને મૂલ્યોનું પ્રતીક સૂચવે છે

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના 28 માં સ્થાપના દિવસના કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાને દેશવાસીઓને નવરાત્રિની શુભેચ્છા પાઠવી હતી.

દુનિયા વિશ્વયુદ્ધની હિંસામાં સળગી રહી છે

વડાપ્રધાને કહ્યું હતું કે, એક સમયે જ્યારે સમગ્ર દુનિયા વિશ્વયુદ્ધની હિંસામાં સળગી રહી છે, ત્યારે ભારતે સમગ્ર વિશ્વને 'અધિકારો અને અહિંસા' નો માર્ગ સૂચવ્યો હતો. માત્ર દેશ જ નહીં પરંતુ આખું વિશ્વ આપણા બાપુને માનવ અધિકારો અને માનવીય મૂલ્યોના પ્રતીક તરીકે જુએ છે. તેમણે કહ્યું કે, ભારત માટે માનવાધિકાર પ્રેરણાનો મહાન સ્ત્રોત, માનવાધિકાર મૂલ્યોનો મહાન સ્ત્રોત આઝાદી માટે આપણું આંદોલન, આપણો ઇતિહાસ છે. અમે સદીઓ સુધી અમારા અધિકારો માટે લડ્યા. એક રાષ્ટ્ર તરીકે, એક સમાજ તરીકે અન્યાય-અત્યાચારનો પ્રતિકાર કર્યો છે.

હાલ ગરીબને શૌચાલય મળ્યું : મોદી

વડાપ્રધાને કહ્યું, જે ગરીબોને એક સમયે ખુલ્લામાં શૌચ માટે જવાની ફરજ પડી હતી, ત્યારે હાલ ગરીબને શૌચાલય મળે છે, ત્યારે તેને પ્રતિષ્ઠા પણ મળે છે. જે ગરીબ ક્યારેય બેન્કની અંદર જવાની હિંમત કરી શકતો ન હતો, ત્યારે હાલ તે ગરીબનું જન ધન ખાતું ખોલવામાં આવે છે, ત્યારે તેને પ્રોત્સાહન મળે છે, તેની પ્રતિષ્ઠા વધે છે. તેમણે કહ્યું કે, દાયકાઓથી મુસ્લિમ મહિલાઓ ત્રિપલ તલાક વિરુદ્ધ કાયદાની માંગણી કરી રહી હતી. અમે ત્રિપલ તલાક વિરુદ્ધ કાયદો બનાવીને મુસ્લિમ મહિલાઓને નવા અધિકારો આપ્યા છે.

ગરીબોના બેન્ક ખાતામાં નાણાકીય સહાય

વધુમાં કહ્યું કે, આ કોરોના સમયગાળા દરમિયાન ભારતે ગરીબ, લાચાર, વૃદ્ધ લોકોને સીધા તેમના ખાતામાં નાણાકીય સહાય આપી છે. પરપ્રાંતિય કામદારો માટે 'વન નેશન વન રેશન કાર્ડ'ની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે, જેથી તેઓ દેશમાં જ્યાં પણ જાય, તેમને રાશન માટે ભટકવું ન પડે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કર્યું સંબોધન

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય માનવાધિકાર પંચે 28 વર્ષમાં 20 લાખથી વધુ કેસોનો નિકાલ કર્યો છે અને અન્યાયનો ભોગ બનેલાઓને 205 કરોડથી વધુનું વળતર આપવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં, તેમણે તેવા વિસ્તારમાં ધ્યાન ખેંચ્યું જે દેશના 60 કરોડ ગરીબો, માનવ અધિકારોની વાત કરનાર દરેકના ધ્યાન બહાર હતું. તેમને સમાનતાનો અધિકાર પણ છે, સ્વતંત્રતા ત્યારે જ સાચા અર્થમાં ગણવામાં આવશે જ્યારે આ 60 કરોડ ગરીબોને તેમની મૂળભૂત સુવિધાઓ મળશે.

માનવ અધિકાર રક્ષણ અધિનિયમ હેઠળ આયોગની સ્થાપના

માનવ અધિકારોના રક્ષણ અને પ્રોત્સાહનનાં ઉદ્દેશથી 12 ઓક્ટોબર 1993 ના રોજ માનવ અધિકાર રક્ષણ અધિનિયમ હેઠળ આયોગની સ્થાપના કરવામાં આવી હતી. NHRC માનવ અધિકારોના ઉલ્લંઘનોની નોંધ લે છે, તપાસ કરે છે અને જાહેર અધિકારીઓ દ્વારા પીડિતોને વળતર ચૂકવવાની ભલામણ કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.