ETV Bharat / bharat

કોરોના રસી, ઓક્સિજન અને દવાઓ સાથે વડાપ્રધાન મોદી પણ ગુમ: રાહુલ ગાંધી

author img

By

Published : May 13, 2021, 2:32 PM IST

રાહુલ ગાંધી
રાહુલ ગાંધી

કોરોના સંક્રમણમાં કોરોના રસી અને ઓક્સિજનને લઈ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે આવી સ્થિતિમાં વડાપ્રધાન પણ ગાયબ થઈ ગયા છે.

  • કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સાધ્યુ નિશાન
  • ટ્વિટ કરી કોરોનાની દવાઓ, ઓક્સીજન અને રસીકરણને લઈ ઉઠાવ્યો મુદ્દો

નવી દિલ્હી: કોરોના સંક્રમણમાં કોરોના રસી અને ઓક્સિજનને લઈ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે આવી સ્થિતિમાં વડાપ્રધાન પણ ગાયબ થઈ ગયા છે.

આ પણ વાંચોઃ સરકારે જો તેમનું કામ બરાબર કર્યું હોત તો અન્ય દેશોની મદદ લેવાનો વારો ન આવ્યો હોત: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કર્યુ ટ્વિટ

રાહુલે ટ્વીટ કર્યું, 'રસી, ઓક્સિજન અને દવાઓની સાથે વડા પ્રધાન પણ ગાયબ છે. જે બાકી છે તે સેન્ટ્રલ વિસ્ટા, દવાઓ પર જીએસટી અને ગમે ત્યાં વડા પ્રધાનની તસ્વીરો છે.

રાહુલ ગાંધીએ કર્યુ ટ્વિટ
રાહુલ ગાંધીએ કર્યુ ટ્વિટ

રાહુલ ગાંધીએ સરકારની કરી ટીકા

નોંધપાત્ર વાત એ છે કે, રાહુલ ગાંધી કોવિડ -19 ના સંચાલન માટે વડાપ્રધાન પર સતત પ્રહાર કરે છે અને દેશમાં સંક્રમણ વધવાના પગલે ઓક્સિજન, દવાઓ અને રસીના અભાવ માટે સરકારની ટીકા કરે છે.

આ પણ વાંચોઃ ખબરની અસર: રાહુલ ગાંધીએ 'રસીકરણ કેન્દ્ર બજેટ'ના સમાચારોને ટ્વીટ કર્યા

દેશમાં કોરોનાનો આંકડો

આજે ગુરુવારે દેશમાં કોરોના વાઈરસના 3,62,727 નવા કેસ નોંધાયા છે. આ સાથે કોરોના કેસ વધીને 2,37,03,665 પર પહોંચી ગયા છે જ્યારે કોરોના વાઈરસના લીધે 4,120 લોકોના મોત પછી મૃત્યુઆંક 2,58,317 પર પહોંચી ગયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.