Mohammed Rizwan on hyderabad: પાક ક્રિકેટર મોહમ્મદ રિઝવાને હૈદરાબાદને રાવલપિંડી જેવું ગણાવ્યું, કહ્યું કંઈક આવું...

author img

By ETV Bharat Gujarati Desk

Published : Oct 11, 2023, 8:11 PM IST

Mohammed Rizwan

ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં શ્રીલંકા સામે પાકિસ્તાન તરફથી 6 વિકેટની શાનદાર જીતમાં નિર્ણાયક ભૂમિકા ભજવનાર ક્રિકેટર મોહમ્મદ રિઝવાને હૈદરાબાદના આતિથ્યની પ્રશંસા કરી છે.તેણે કહ્યું કે, હૈદરાબાદમાં રમવું એ રાવલપિંડીમાં રમવા જેવું લાગ્યું સાથે તેણે હૈદરાબાદના લોકોની પણ પ્રશંસા કરી હતી.

હૈદરાબાદ: મંગળવારે શ્રીલંકા-પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં પાકિસ્તાની ટીમે જીત હાંસલ કરી હતી. પાક વિકેટ-કીપર-બેટર મોહમ્મદ રિઝવાને શ્રીલંકાને હરાવવા માટે ટીમમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. પોતાની ક્રિકેટ કારકિર્દીની શ્રેષ્ઠ પારી રમતા રિઝવાને 121 બોલમાં અણનમ 131 રનોની પારી રમી હતી. તેની આ બદોલતથી પાકિસ્તાનને વનડે વિશ્વ કપમાં 10 બોલ બાકી રહેતા શ્રીલંકાની ટીમે આપેલા લક્ષ્યને સરળતાથી હાંસલ કરી લીધું. અને મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં રિઝવાને કહ્યું કે, હૈદરાબાદમાં રાવલપિંડી જેવી અનુભૂતિ થઈ રહી છે.

મો.રિઝવાનની પ્રતિક્રિયા: રિઝવાને પત્રકારોને જણાવ્યું હતું કે, જ્યારે અમે જ્યારે પહેલીવાર આ મેદાન પર પહોંચ્યા, ત્યારે એક વ્યક્તિએ કહ્યું, 'રિઝવાન, તારે આ મેદાન પર બેવડી સદી મારવી જોઈએ'. હું તેને આજે પણ મળ્યો હતો. અમે તેના માટે પ્રાર્થના કરી શકીએ છીએ, અને તમારે પણ તેના માટે પ્રાર્થના કરવી જોઈએ.

રિઝવાન માન્યો લોકોનો આભાર: મને એવું લાગ્યું કે હું રાવલપિંડીમાં મેચ રમી રહ્યો છું. જે રીતે મને દર્શકોએ પ્રેમ આપ્યો અને માત્ર મને જ નહીં, સમગ્ર પાકિસ્તાનની ટીમને પ્રેમ મળ્યો. રિઝવાને ઉમેર્યું કે, હું ખુશ છું કે, હૈદરાબાદના લોકોએ મને અને શ્રીલંકાને ખુબ સમર્થન આપ્યું મને તેની સાથે ખુબ મજા આવી.

ભારતના આતિથ્યની પ્રશંસા: આપ સૌએ તે આતિથ્ય જોયું જ હશે કે જ્યારે અમે એરપોર્ટ પર આવ્યા, ત્યારે કોઈએ તસવીરો લીધી હશે. મે પહેલાં પણ કહ્યું હતું કે, મને એવું લાગતું હતું કે, હું રાવલપિંડીના લોકો સામે રમી રહ્યો છું. લાહોરમાં અમારું મેદાન મોટું છે, ઘણાં બધાં લોકો ત્યાં આવે છે. પરંતુ મને એવું લાગી રહ્યું હતું કે,પાકિસ્તાનની મેચ રાવલપિંડીમાં થઈ રહી છે.

રિઝવાનનો મત: મહત્વપૂર્ણ છે કે, રિઝવાને અબ્દુલ્લાહ શફીક સાથે ત્રણ વિકેટે 176 રનની ભાગીદારી કરી હતી, રિઝવાને ટોણો મારતા કહ્યું હતું કે, એક વરિષ્ઠ ખેલાડી તરીકે અમે સલાહ આપી શકીએ છીએ કે, ફખર જમાનને બહાર કરીને યુવા ખેલાડીને સામેલ કરવાનો મેનેજમેન્ટ અને કેપ્ટનનો નિર્ણય યોગ્ય લાગતો હતો.. આગળ રિઝવાને યાદ કરતા કહ્યું કે, જ્યારે અમે પહેલી વખત મેદાન પર પહોંચ્યા ત્યારે અમારા સહાયક કોચ અબ્દુલ રહેમાને તેને કહ્યું કે તે બેટિંગ સ્ટ્રીપ હતી. "જ્યારે અમે મેદાન પર પહોંચ્યા ત્યારે તેમણે કહ્યું, કે, 'રિઝવાન આ પિચ બેટિંગ પિચ જેવી લાગે છે. જ્યારે અમે બોલિંગ કરી રહ્યા હતા, ત્યારે મને યાદ છે કે તે 32 કે 33મી ઓવર હશે. તે સમયે, મેં મોહમ્મદ નવાઝ અને અન્ય 2-3 ખેલાડીઓને કહ્યું કે જો આપણે શ્રીલંકાને 340-પ્લસ સુધી અટકાવી દઈએ તો મને આશા છે કે, તે સૌથી શ્રેષ્ઠ હશે. જો તેનાથી ઉપર જશે તો તેનો અર્થ એ છે કે, આપણે સારી બોલીંગ નથી કરી રહ્યાં.

ટીમ અંગે રણનીતિ: રિઝવાનનું માનવું છે કે:, છેલ્લા કેટલાંક વર્ષોમાં તેનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ વિવિધ ફોર્મેટમાં વિવિધ સ્લોટ પર બેટિંગ કરતી વખતે તેની અનુકૂળ ક્ષમતા રહી છે. T20Iમાં તેણે ઓપનિંગ કરી છે, જ્યારે ODIમાં નંબર 4 પર આવે છે. આમ તેણે વિવિધ એંગલથી વિવિધ ફોર્મેટમાં રમતની દરેક પરિસ્થિતિઓને જોવાની તક મળી છે.

અનુભવ બોલે છે: "T20 માં, મિસ્બાહ-ઉલ-હકે મને ઓપનિંગ કરવાનું કહ્યું, હવે મેનેજમેન્ટે મને ODI માટે ચોથો ક્રમ આપ્યો છે, કદાચ તેજ કારણ છે કે, હું બેટિંગ ક્રમમાં અલગ-અલગ પોઝિશન જોઈ શકું છું. મને લાગે છે કે મારી પાસે શરૂઆતથી જ માંગ સાથે તાલમેલ બેસાડવાની ક્ષમતા હતી.

  1. WORLD CUP 2023 OPENING CEREMONY : અમદાવાદમાં 14 ઓક્ટોબરે યોજાશે શાનદાર ઓપનિંગ સેરેમની, જાણો કઈ કઈ હસ્તીઓ સામેલ થશે
  2. Cricket World Cup 2023: પાકિસ્તાનની ટીમનું અમદાવાદમાં આગમન, ભારે બંદોબસ્ત વચ્ચે હોટેલ હયાતમાં રોકાશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.