ETV Bharat / bharat

Madurai Train Fire Accident: સીતાપુરના ઘાયલ પ્રવાસીએ જણાવી ચોંકાવનારી માહિતી, આગગ્રસ્ત રેલવે કોચને તાળુ માર્યુ હતું, ચાવી સમયસર ન મળી

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 26, 2023, 1:41 PM IST

મદુરાઈમાં બે રેલવે કોચમાં લાગી આગ
મદુરાઈમાં બે રેલવે કોચમાં લાગી આગ

મદુરાઈ રેલવે જંકશનમાં થયેલી ટ્રેન દુર્ઘટનામાં 9 પેસેન્જર્સ મૃત્યુ પામ્યા અને 20 પેસેન્જર્સ સખત રીતે દાઝી ગયા છે. આગ અકસ્માતનું આશ્ચર્યજનક કારણ સામે આવ્યું છે. વાંચો સમગ્ર ઘટનાક્રમ

લખનઉઃ તમિલનાડુના મદુરાઈ રેલવે જંકશનમાં ઊભી રહેલી ટૂરિઝમ ટ્રેનના કોચમાં આક અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 9 પેસેન્જર્સના મૃત્યુ થયા છે અને 20 પેસેન્જર્સ સખત રીતે દાઝી ગયા છે. ઘાયલોની સંખ્યા વધી શકે તેમ છે.ઘાયલોની સારવાર ચેન્નાઈની હોસ્પિટલમાં ચાલી રહી છે. એક પેસેન્જરને હોશ આવતા તેને સમગ્ર ઘટનાક્રમની ચોંકાવનારી માહિતી આપી છે. ઈટીવી ભારત સાથે ટેલિફોનિક વાતચીતમાં આ પેસેન્જરે જણાવ્યું છે કે જ્યારે આગ લાગી ત્યારે કોઈ વ્યક્તિએ કોચને તાળુ મારી દીધું હતું. ઘણા સમય સુધી ચાવીની શોધખોળ ચાલી પરંતુ ચાવી મળી ન હતી. ત્યારબાદ તાળુ તોડીને યેન કેન પ્રકારે પેસેન્જર્સને બહાર કઢાયા.જો કોચને તાળુ ન મારવામાં આવ્યું હોત તો ઘણા પેસેન્જર્સનો જીવ બચી ગયો હોત. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે મૃતકોના પરિવારજનોને એક એક કરોડ રૂપિયાની સહાયની માંગણી કરી છે.

નવ પેસેન્જર્સના મૃત્યુ
નવ પેસેન્જર્સના મૃત્યુ

મહામુશ્કેલીથી પેસેન્જર્સને બહાર કઢાયાઃ આગ અકસ્માતમાં સખત રીતે દાઝેલા એક પેસેન્જર અશોક પ્રજાપતિએ ઈટીવી ભારત સાથે ટેલિફોનિક વાતચીતમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેમણે કહ્યું કે આગ લાગી ત્યારે કોચને તાળુ મારી દેવાયું હતું અને ચાવી જ જડતી ન હતી. ચાવી ન મળતા તાળુ તોડવામાં આવ્યું અને પેસેન્જર્સને મહામુશ્કેલીથી કોચની બહાર કાઢવામાં આવ્યા.

કોચમાં 72 પેસેન્જર્સ હતાઃ આ ટૂરિસ્ટ કોચમાં કુલ 72 પેસેન્જર્સ પ્રવાસ કરી રહ્યા હતા. તેઓ સૌ તીર્થયાત્રા પર હતા. સીતાપુરના આદર્શનગરના રહેવાસી અશોક પ્રજાપતિ પોતાના 9 લોકોના ગ્રૂપમાં હતા. અશોક પ્રજાપતિ પોતાની પત્નીને પણ સાથે લઈ ગયા હતા.

ચાવી શોધવામાં સમય બગડ્યોઃ અશોક પ્રજાપતિએ ઈટીવી ભારતને જણાવ્યું કે મોટા ભાગના પેસેન્જર્સ ગાઢ નિંદ્રામાં હતા. અચાનક જ ટ્રેનના ટોઈલેટ તરફથી આગ લાગી હોવાની માહિતી મળી. બધા દરવાજા તરફ દોડ્યા પણ દરવાજા પર તાળુ લગાડવામાં આવ્યું હતું. આ તાળાની ચાવી કોની પાસે છે તે સમયસર જણાયું નહીં, ત્યારબાદ ચાવીની શોધખોળમાં ઘણો સમય વેડફાયો હતો. વધુ સમય થતા પેસેન્જર્સ ગુંગળાવા લાગ્યા. મહા મુશ્કેલીથી તાળુ તોડવામાં આવ્યું અને પેસેન્જર્સને બહાર કાઢવામાં આવ્યા.

  • रेलवे की लापरवाही से मदुरै में हुए रेल हादसे में उप्र के 10 लोगों की मौत का समाचार बेहद दुखद है। श्रद्धांजलि!

    इस लापरवाही की गहन जाँच हो और मृतकों के परिजनों को 1-1 करोड़ का मुआवज़ा दिया जाए।

    — Akhilesh Yadav (@yadavakhilesh) August 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કોચ પરથી કુદીને બહાર આવ્યાઃ અશોકે પહેલા પોતાની પત્નીને કોચના દરવાજામાંથી બહાર કાઢી હતી ત્યારબાદ તે કોચ પરથી કુદીને બહાર નીકળ્યો હતો. અમે બંને આગથી સખત રીતે દાઝી ગયા છીએ. દાઝેલા પેસેન્જર્સની હોસ્પિટલમાં સઘન સારવાર ચાલી રહી છે. અશોકના ગ્રૂપમાંથી 2 પેસેન્જર્સ મૃત્યુ પામ્યા હોવાની માહિતી મળી છે. રેલવે કોચની આગ એટલી વિકરાળ હતી કે ઘણા પેસેન્જર્સ ગંભીર રીતે દાઝી ગયા છે.

મોટાભાગના પ્રવાસી વૃદ્ધ હતાઃ અશોક પ્રજાપતિ આ ટ્રેનમાં એક ટાવેલ્સ કંપનીના ઓનર પણ પ્રવાસ કરી રહ્યા હતા. તેમની કોઈ ખબર મળી નથી. આ પેસેન્જર્સમાં યુવાનો ઓછા હતા મોટાભાગના પ્રવાસીઓની ઉંમર 60 વર્ષથી વધુ હતી. એક 9 વર્ષનું બાળક પણ હતું. દોઢ ડઝન જેટલા મહિલા પેસેન્જર્સ હતા. ઉંમર વધુ હોવાને લીધે પેસેન્જર્સ ઝડપથી બહાર નીકળી શક્યા નહતા.

  1. Madurai Train Fire Accident: મદુરાઈ રેલ્વે જંકશન પર ટ્રેનના બે ડબ્બાઓમાં આગ, 9 પ્રવાસીઓના મોત
  2. Train accident in Valsad: વલસાડમાં ટ્રેન ઉથલાવવા અજાણ્યા શખ્સે રેલવે ટ્રેક પર મૂક્યો સિમેન્ટનો થાંભલો, જાનહાની ટળી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.