ETV Bharat / bharat

ONLINE FRAUD AGAINST US CITIZEN: CBIએ અમદાવાદના ભેજાબાજ પાસેથી 9 લાખ ડોલરથી વધુની ક્રિપ્ટોકરન્સી કરી જપ્ત, અમેરિકન નાગરિકોને ચોપડતો ચુનો

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 21, 2023, 3:54 PM IST

CRYPTOCURRENCY ONLINE FRAUD
CRYPTOCURRENCY ONLINE FRAUD

અમદાવાદના રામાવત શૈશવ નામના એક શખ્સે કથિત અમેઝોન કંપનીમાં વરિષ્ઠ અધિકારીની ઓળખ દર્શાવીને અમેરિકી નાગરિકો સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સના ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના ઇનપુટ્સના આધારે, CBIએ રામાવત શૈશવ વિરુદ્ધ FIR દાખલ કરી છે, તેમણે જણાવ્યું હતું કે આરોપી રામાવત શૈશવ ફોન પર અમેરિકન નાગરિકોનો સંપર્ક કરતો હતો અને પોતાનું નામ જેમ્સ કાર્લસન તરીકે જણાવીને પોતાને કથિત એમેઝોન વિભાગનો વરિષ્ઠ અધિકારી ગણાવતો હતો.

નવી દિલ્હી: CBIએ અમદાવાદના એક શખ્સ પાસેથી 9 લાખ 30 હજારથી વઘુ અમેરિકન ડોલરની ક્રિપ્ટોકરન્સી જપ્ત કરી છે. આધિકારીક સુત્રોના જણાવ્યાં અનુસાર આ શખ્સ પોતાની ઓળખ મલ્ટી નેશનલ કંપનીઓમાં ટોચનો અધિકારી હોવાનું દર્શાવીને અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી આચરતો હતો. યુનાઇટેડ સ્ટેટ્સના ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના ઇનપુટ્સના આધારે, CBIએ રામાવત શૈશવ વિરુદ્ધ FIR દાખલ કરી છે, તેમણે જણાવ્યું હતું કે આરોપી રામાવત શૈશવ ફોન પર અમેરિકન નાગરિકોનો સંપર્ક કરતો હતો અને પોતાનું નામ જેમ્સ કાર્લસન તરીકે જણાવીને પોતાને કથિત એમેઝોન વિભાગનો વરિષ્ઠ અધિકારી ગણાવતો હતો.

અમેરિકન નાગરિકો સાથે છેતરપિડી: તપાસ દરમિયાન, સીબીઆઈને શૈશવના ઈ-વોલેટમાંથી 28 બિટકોઈન, 55 ઈથેરિયમ, 25,572 રિપલ અને 77 યુએસડીટી મળી આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન આરોપીએ આ રકમ સરકારી વોલેટમાં ટ્રાન્સફર કર્યા હતાં. આરોપીએ અમેરિકન નાગરિકોને એવું કહીને વિશ્વાસમાં લીધા હતાં કે, કથિત એમેઝોન પરના તેના એકાઉન્ટને અનૈતિક તત્વો દ્વારા એક્સેસ કરવામાં આવી રહ્યું છે, અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ખાતું ખોલવા માટે ચાર અલગ-અલગ રાજ્યોમાં સામાજીક સુરક્ષાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

કેવી રીતે આચરી છેતરપિંડી: એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે, આરોપીએ ભોગ બનનારાઓને પોતાના ખાતા માંથી રોકડ ઉપાડી લેવા અને તેને રોકિટકોઈન, એટીએમ વોલેટમાં બિટકોઈન જમા કરવા માટે પ્રેરિત કર્યા હતાં અને એક ક્યૂઆર કોડ પણ શેર કર્યો હતો. જેનાથી ભોગ બનનારાઓને ખોટી જાણકારી મળી અને તેમના દ્વારા યુએસ ટ્રેઝરીમાં ખાતા ખોલવામાં આવ્યાં હતાં તેમ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) ના પ્રવક્તાએ જણાવ્યું હતું.

આરોપીએ લોકોનો જીત્યો વિશ્વાસ: એવો આરોપ છે કે ભોગ બનનારાઓનો વિશ્વાસ જીતવા માટે, શૈશવે 20 સપ્ટેમ્બર, 2022ના રોજ બનાવટી પત્ર ઈ-મેઈલ કર્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે યુએસના ફેડરલ ટ્રેડ કમિશન દ્વારા જારી કરવામાં આવ્યો છે. આ પ્રલોભનના અનુસંધાનમાં, ભોગબનનારાઓએ કથિત રીતે 30 ઓગસ્ટ, 2022 થી 9 સપ્ટેમ્બર, 2022 ના સમયગાળા દરમિયાન તેમના બેંક ખાતામાંથી કથિત રીતે 1 લાખ 30,000 યુએસ ડોલરની રકમ ઉપાડી લીધી હતી અને તે રકમ આરોપી દ્વારા આપવામાં આવેલા બિટકોઈન સરનામામાં જમા કરાવી હતી. અધિકારીએ જણાવ્યું હતું. શૈશવ દ્વારા આ રકમનો કથિત રીતે દુરુપયોગ કરવામાં આવ્યો હતો.

સીબીઆઈની તપાસ: સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) ના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે, "અમદાવાદમાં આરોપીઓના સરનામા વાળા સ્થળ પર શોધખોળ હાથ ધરવામાં આવી હતી, જેમાં આરોપીના ક્રિપ્ટો વોલેટ્સમાંથી અંદાજીત 9 લાખ 39 હજાર યુએસ ડોલરની કિંમતની ક્રિપ્ટોકરન્સી જેમ કે, બિટકોઇન, ઇથેરિયમ, રિપલ, યુએસડીટી વગેરેની પુનઃપ્રાપ્તિ અને જપ્તી કરવામાં આવી હતી સાથે ગુનાહિત સામગ્રી પણ જપ્ત કરવામાં આવી હતી.

આ મામલે અમદાવાદમાં રહેતા શૈશવના બે સાથીદારોની ભૂમિકા સામે આવી છે. સીબીઆઈએ તેમના નિવાસ પર પણ સર્ચ કર્યું હતું અને તેમની પાસેથી મોબાઈલ ફોન સહિત અપવાદરૂપ સામગ્રી ધરાવતા લેપટોપ અને અન્ય ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા હતાં.

દિલ્હીમાં રશિયન યુટ્યુબરની છેડતી, લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન થઈ ઘટના

Cybercrime Menace : સાયબર અપરાધનું જોખમ વૈશ્વિક મંચ પર ભારતની પ્રતિષ્ઠા ધૂંધળી બનાવી રહ્યું છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.