NIAએ ISIS સાથે જોડાયેલા 6 રાજ્યોમાં 13 જગ્યાએ પાડ્યા દરોડા, ગુજરાતમાં 4 જગ્યાએ દરોડા

author img

By

Published : Jul 31, 2022, 4:54 PM IST

Updated : Jul 31, 2022, 8:41 PM IST

ગુજરાતમાં 4 જગ્યાએ દરોડા
ગુજરાતમાં 4 જગ્યાએ દરોડા ()

આરોપીઓના પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથો સાથે સંબંધ હોવાનું જાણવા મળ્યું હતું. એજન્સીએ (NIA Raids In Six States) ગુજરાતમાં ભરૂચ, સુરત, નવસારી અને અમદાવાદ જિલ્લાઓ તેમજ મધ્ય પ્રદેશમાં ભોપાલ અને રાયસેન જિલ્લાઓમાં શોધખોળ હાથ ધરી હતી. સુરત શહેરના સૈયદપુરા વિસ્તારમાં NIA, ગુજરાત ATS અને SOG દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, તો નવસારીના ડાભેલ ગામની મદરેસામાં ભણતા 4 વિદ્યાર્થીઓને ઉઠાવ્યા હોવાની વાત છે. અમદાવાદના શાહપુરના નંદનવન સોસાયટી ભાગ 2માં NIA અને ATS પહોંચ્યું હતું.

નવી દિલ્હી: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ રવિવારે ગુજરાત, મધ્યપ્રદેશ, બિહાર, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં સર્ચ (NIA Raids In Six States) હાથ ધર્યું હતું. "આઈએસઆઈએસને લગતી પ્રવૃત્તિઓ સાથેના જોડાણમાં" "શંકાસ્પદ" 6 રાજ્યોમાં દરોડા પાડી 13 જગ્યાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. એજન્સીના ટોચના સૂત્રોએ જણાવ્યું હતુ કે, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ઉદયપુરના દરજી કન્હૈયા લાલની હત્યાને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તાજેતરમાં થયેલી સમાન હત્યાઓ સાથે જોડશે.

6 રાજ્યોમાં 13 જગ્યાએ દરોડા
6 રાજ્યોમાં 13 જગ્યાએ દરોડા

ગુજરાતમાં 4 જગ્યાએ દરોડા: ગુજરાતમાં (NIA Raids In Gujarat ) ભરૂચ, સુરત, નવસારી અને અમદાવાદ જિલ્લાઓમાં શોધખોળ હાથ ધરી હતી. સુરત શહેરના સૈયદપુરા વિસ્તારમાં NIA, ગુજરાત ATS અને SOG દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, તો નવસારીના ડાભેલ ગામની મદરેસામાં ભણતા 4 વિદ્યાર્થીઓને ઉઠાવ્યા હોવાની વાત છે. અમદાવાદના શાહપુરના નંદનવન સોસાયટી ભાગ 2માં NIA અને ATS પહોંચ્યું હતું.

ઝલીલ નામના યુવકની અટકાયત

સુરત શહેરના સૈયદપુરામાં દરોડા: સૈયદપુરા (Surat nia raid) વિસ્તારમાં NIA, ગુજરાત ATS અને SOG દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, તેમાં સૈયદપુરા વિસ્તારમાં આવેલ મહંમદ પેલેસના બીજા માળે રહેતો હતો ઝલીલ નામના યુવકની અટકાયત કરીને તેને SOG ઓફિસે લઇ જવામાં આવ્યો છે. અને હાલ તેની NIA, ગુજરાત ATS અને SOG દ્વારા પૂછપરછ કરવામાં આવી રહ્યું છે. સૂત્ર માહિતી અનુસાર NIA, ગુજરાત ATS અને SOG દ્વારા જે યુવકની અટકાયત કરવામાં આવી છે તે યુવકની કર્ણાટક અને તામિલનાડુમાં પકડાયેલ આરોપીની પૂછપરછમાં સુરતમાં આ યુવકનું કનેક્શન નીકળ્યું છે. અને આ યુવકનું અલબદર આતંકી જૂથ સાથે પણ કનેક્શન હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. સુરતના જલીલ પાસેથી વાંધાજનક સાહિત્ય મળી આવ્યા છે. વ્હોટ્સ એપ અને ટેલીગ્રામ ગ્રુપની તપાસ કરી બાદમાં તેને છોડી મૂકવામાં આવ્યો હતો.

ઝલીલ નામના યુવકની અટકાયત
ઝલીલ નામના યુવકની અટકાયત

અમદાવાદમાં તપાસનો ધમધમાટ વધાર્યો: અમદાવાદના શાહપુરના નંદનવન સોસાયટી ભાગ 2માં NIA અને ATS પહોંચ્યું હતું. અહીં, ઇમદાદઉલ્લા અબ્દુલ સત્તાર શેખના ઘરે દરોડો પાડ્યો હોવાનું જાણવા મળ્યુ છે. ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડએ જણાવ્યું કે, ત્રણ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી જાહેર કરવા માટે વધુ કંઈ નથી... આ ઉપરાંત, તપાસ એજન્સી ફુલવારી શરીફ કેસમાં ઉગ્રવાદી સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા સાથે તેના જોડાણના સંબંધમાં ગુરુવારથી નાલંદા જિલ્લા સહિત બિહારમાં અનેક સ્થળોએ દરોડા પાડી રહી છે..

અમદાવાદમાં તપાસનો ધમધમાટ વધાર્યો:

નવસારીમાં શંકાસ્પદ વિદ્યાર્થીઓ: નવસારીના ડાભેલ ગામની મદરેસામાં ભણતા 4 વિદ્યાર્થીઓને ઉઠાવ્યા હોવાની વાત છે. સોશ્યલ મીડિયામાં કરેલા મેસેજને આધારે nia, ats અને સેન્ટ્રલ આઈબીએ કાર્યવાહી કરી હોવાની માહિતી મળી છે. ઓફિશિયલી કન્ફર્મ નથી પણ તેમને પૂછપરછ માટે સુરત લઈ ગયા હોવાની વાત પણ જાણવા મળી છે. ઓફિશિયલી કન્ફર્મ નથી

સુરત શહેરના સૈયદપુરામાં દરોડા
સુરત શહેરના સૈયદપુરામાં દરોડા

ભરૂચના મધરેસામાં NIA તપાસ: ભરૂચમાં NIA દ્વારા મધરેસામાં સર્ચ હાથ ધરાઈ હતી. હમાર નામના સખ્શની પણ ધરપકડ કરવામાં આવી છે. હમાર અને ઇકબાલની મધરેસા સ્કૂલમાંથી ધરપકડ કરવામાં આવી છે. ઇન્ટરનેશનલ કોલની શંકાસ્પદ હકીકત મળતા વહેલી સવારથી શાહપૂરના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતુ. ત્રીજો દીકરો અમ્માર શેખ મોડી રાત્રે ઘરે આવી વહેલી સવારે જતો રહેતો હોવાની હકીકત મળતા ATSના શંકાના દાયરામાં આવતા અમ્મારની પણ શોધખોળ હાથ ધરાઈ છે. પિતા ઇમદાદઉલ્લા શેખ મોબાઈલમાં શંકાસ્પદ એકાઉંટ લખતો હોવાની શંકા છે. ATSએ આજે સવારે પિતા ઇમદાદઉલ્લા શેખની શંકાસ્પદ પુરાવા સાથે અટકાયત કરી છે. ATS અને NIAની તપાસમાં દેશ વિરોધી ઇન્ટરનેશનલ ફન્ડિંગ અને પ્રવૃત્તિનો ઘટસ્ફોટ થાય તેવી શકયતા છે.

ગુજરાતમાં 4 જગ્યાએ દરોડા
ગુજરાતમાં 4 જગ્યાએ દરોડા

આ પણ વાંચો: NIAએ ગુજરાત સહિત 5 રાજ્યોમાં હાથ ધર્યું સર્ચ ઓપરેશન

આરોપીઓના પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથો સાથે સંબંધ (NIA Conducts Raids in pakistan connection) હોવાનું જાણવા મળ્યું હતું. એજન્સીએ ગુજરાતમાં (NIA Raids In Gujarat) ભરૂચ, સુરત, નવસારી અને અમદાવાદ જિલ્લાઓ તેમજ મધ્ય પ્રદેશમાં ભોપાલ અને રાયસેન જિલ્લાઓમાં શોધખોળ હાથ ધરી હતી. બિહારમાં અરરિયા જિલ્લો, કર્ણાટકમાં ભટકલ અને તુમકુર સિટી જિલ્લાઓ, મહારાષ્ટ્રના કોલ્હાપુર અને નાંદેડ જિલ્લાઓ અને ઉત્તર પ્રદેશના દેવબંદ જિલ્લાઓમાં રવિવારના દરોડામાં ગુનાહિત દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે. આ મામલે એજન્સી દ્વારા 25 જૂને ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 153A, અને 153B અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમની કલમ 18, 18B, 38, 39 અને 40 હેઠળ સુઓ-મોટો કેસ નોંધવામાં આવ્યો હતો. જેમાં વધુ તપાસ ચાલુ છે.

શંકાસ્પદ 6 રાજ્યોમાં દરોડા
શંકાસ્પદ 6 રાજ્યોમાં દરોડા

બિહારમાં દરોડા: આ ઉપરાંત, તપાસ એજન્સીએ ઉગ્રવાદી સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સાથેના સંબંધો ધરાવતા ફુલવારી શરીફ કેસના સંબંધમાં ગુરુવાર સવારથી નાલંદા જિલ્લા સહિત બિહારના અનેક સ્થળોએ દરોડા પાડી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, NIA દ્વારા કેસ નોંધવામાં આવ્યા અને કેસની સંપૂર્ણ તપાસ શરૂ કર્યાના લગભગ એક અઠવાડિયા પછી આ દરોડા પાડવામાં આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, જે જગ્યાઓ પર આ દરોડા પાડવામાં આવી રહ્યા છે, આ તમામ જગ્યાઓ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા (SDPI) સાથે જોડાયેલા લોકોના છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં અનેક લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આ વિસ્તારમાં ભારે સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: NIAએ ISIS સાથે જોડાયેલા 6 રાજ્યોમાં દરોડા

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના કાઉન્ટર ટેરરિઝમ અને કાઉન્ટર રેડિકલાઇઝેશન ડિવિઝન દ્વારા જારી કરાયેલા આદેશને પગલે NIAએ 22 જુલાઈની રાત્રે આઈપીસી અને યુએપીએની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો, જેમાં એજન્સીને બિહાર પોલીસ પાસેથી તપાસ હાથ ધરવા નિર્દેશ આપવામાં આવ્યો હતો. PFI "આતંક મોડ્યુલ" કેસ તાજેતરમાં બિહાર પોલીસ દ્વારા ત્રણ લોકોની ધરપકડ સાથે તેમના જૂથ સાથેના કથિત જોડાણો અને "ભારત વિરોધી" પ્રવૃત્તિઓમાં સામેલ થવાની તેમની યોજનાઓ માટે ધરપકડ કરવામાં આવ્યો હતો.

Last Updated :Jul 31, 2022, 8:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.