ETV Bharat / bharat

top news: આજે સમગ્ર દેશ કરશે રાષ્ટ્રીય શિક્ષક દિવસની ઉજવણી, ટોક્યો પેરાલિમ્પિકમાં ખેલાડી ઉતરશે મેદાને. વાંચો માત્ર એક ક્લિકમાં...

author img

By

Published : Sep 5, 2021, 6:01 AM IST

NEWS TODAY
NEWS TODAY

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV Bharat ના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

  • આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

1. આજે સમગ્ર દેશ કરશે રાષ્ટ્રીય શિક્ષક દિવસની ઉજવણી

આજે રાષ્ટ્રીય શિક્ષક દિવસની ઉજવણી સમગ્ર દેશમાં કરાશે. 5 સપ્ટેમ્બરને ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસે શિક્ષક દિન તરીકે સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે.

2. ટોક્યો પેરાલિમ્પિક 2020: બેડમિન્ટન, શુટીંગ સહિતની રમતોમાં ખેલાડી મેદાને ઉતરશે

આજે ટોક્યો પેરાલિમ્પિક 2020 માં બેડમિન્ટન, શુટીંગ સહિતની રમતોમાં ખેલાડી ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ગઈકાલના શાનદાર પ્રદર્શન બાદ ખેલાડી વધુ ઉત્સાહથી મેદાને ઉતરશે.

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1. તાલિબાને પંજશીર પર કબ્જો મેળવ્યો

તાલિબાન અને અફઘાનિસ્તાનના પ્રકરણમાં ગઈકાલે એક નવો વળાંક આવ્યો હતો. રોયટર્સના રીપોર્ટ અનુસાર તાલિબાનને પંજશીર પર કબ્જો મેળવ્યો હતો. જોકે અફઘાનિસ્તાનના પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ આ વાતને નકારી હતી. click here

2. Tokyo Paralympics: PM મોદીએ ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતનારા મનીષ અને સિંહરાજની કરી પ્રશંસા

વડાપ્રધાન મોદીએ ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતનારા મનીષ નરવાલ અને સિંહરાજ સિંહ અડાનાની પ્રશંસા કરી હતી. સાથે જ કહ્યું હતું કે, ભારતીય રમતો માટે આ ખાસ ક્ષણ છે. click here

3. કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ કહ્યું પાટીદારોને OBCમાં સામેલ ન કરી શકાય, રાજકારણમાં આવ્યો ગરમાવો

કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલે ગુજરાતની મુલાકાતે આવેલા છે તે દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, આગામી 2024માં ભાજપ 350 થી 400 બેઠકો પર જીતશે અને મોદી સરકારના નેતૃત્વમાં ભાજપની સરકાર બનશે અને રિપબ્લિક પાર્ટી ઓફ ઇન્ડિયા તેને સમર્થન પણ આપી રહ્યું છે. click here

  • explainers:

ક્રિકેટની એક સ્માર્ટ બોલથી કેટલી બદલાશે રમત ? જાણો એક ક્લિકમાં

ટેક્નોલોજીથી સજ્જ, ક્રિકેટમાં હવે સ્માર્ટ બોલનો ઉપયોગ થવા લાગ્યો છે. તમે મેદાનમાં સ્ટમ્પ માઈકથી લઈને સ્પાઈડર કેમેરા સુધી જોયા જ હશે, આ સિવાય હોટ સ્પોટ, હોક આઈ, સ્નીકો મીટર, સ્પીડ ગન જેવી ટેકનિકલ ટમ્સ તમે જાણતા હશો પરંતુ આ સ્માર્ટ બોલ શું છે? તેના વિશે બધુ જ જાણવા માટે, ઇટીવી ઇન્ડિયાનો આ વિશેષ અહેવાલ વાંચો... click here

  • sukhibhava:

શું યોગ પ્રજનનક્ષમતામાં મદદ કરી શકે છે?

તાજેતરના એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે તણાવપૂર્ણ જીવન, વ્યસ્ત કામના સમયપત્રક અને ખાવાની ખરાબ આદતોને કારણે મોટી સંખ્યામાં મહિલાઓ પ્રજનન સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહી છે. ગર્ભધારણ કરવાનો પ્રયાસ કરનારાઓ માટે તંદુરસ્ત જીવનશૈલીનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે તંદુરસ્ત જીવનશૈલી માત્ર સહનશક્તિ જ નહીં પરંતુ શરીરમાં ઊર્જાનું સ્તર પણ વધારે છે. click here

  • video of the day:

ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામેલા દગડું ગણપતિની મૂર્તિ આ વર્ષે ઇકો ફ્રેન્ડલી બનાવાશે

જામનગરમાં દગડુ ગણપતિ સાર્વજનિક મહોત્સવનું નામ આવે તો જામનગર ઉપરાંત ગુજરાતના લોકો પણ આ મહોત્સવે અંકે કરેલા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડને કારણે જાણે છે. દર વર્ષે કઈક નવું કરવા માટે જાણીતા આ ગ્રુપ દ્વારા આ વર્ષે પણ ગણપતિ મહોત્સવ દરમિયાન ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ તૈયાર કરવામાં આવી રહી છે.

ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામેલા દગડું ગણપતિની મૂર્તિ આ વર્ષે ઇકો ફ્રેન્ડલી બનાવાશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.