ETV Bharat / bharat

Delhi NCR weather: દિલ્હી-NCRમાં ઠંડી અને પ્રદૂષણનો બેવડો માર, હવામાન વિભાગે જાહેર કર્યુ એલર્ટ

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 29, 2023, 11:05 AM IST

Etv Bharat
Etv Bharat

દિલ્હી NCRમાં લોકો ઠંડી અને પ્રદૂષણના બેવડા મારનો સામનો કરી રહ્યા છે. હવામાન વિભાગે પણ ઠંડીને લઈને દિલ્હીમાં આગામી દિવસો માટે એલર્ટ જાહેર કર્યું છે. તેથી અંદાજો લગાવી શકાય કે આગામી સમયમાં દિલ્હીવાસીઓને કાતિલ ઠંડીનો વધુ સામનો કરવો પડશે.

નવી દિલ્હીઃ ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાં શીત લહેર જોવા મળી રહી છે. ત્યારે રાજધાની દિલ્હીમાં તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસના કારણે રોડ, રેલ અને હવાઈ પરિવહન વ્યવસ્થાને માઠી અસર પહોંચી છે. સ્થિતિ એવી છે કે રાજધાની આવતી-જતી 30 જેટલી ટ્રેનો કલાકો મોડી ચાલી રહી છે જ્યારે ગુરુવારે પણ 134 ફ્લાઈટને અસર પહોંચી હતી જેના કારણે મુસાફરો હેરાન પરેશાન થયાં હતાં.

ઠંડી-ધુમ્મસનો બેવડો માર: શુક્રવારે સવારે પણ દિલ્હીમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. હવામાન વિભાગે આગામી બે દિવસ માટે લોકોને એલર્ટ કર્યા છે. ઉપરાંત, શુક્રવારે દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન, કેટલાક વિસ્તારોમાં વિઝિબિલિટી સવારે 50 મીટરથી ઓછી રહી. હવામાં ભેજનું પ્રમાણ 96 ટકા રહી શકે છે અને ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.

સતત ગગડતો તાપમાનનો પારો: આજે સવારે 7 કલાકે તાપમાન 8 ડિગ્રી નોંધાયું હતું. NCRમાં સવારે ફરીદાબાદમાં 9 ડિગ્રી સેલ્સિયસ, ગુરુગ્રામમાં 9 ડિગ્રી સેલ્સિયસ, નોઇડામાં 8 ડિગ્રી સેલ્સિયસ, ગ્રેટર નોઇડામાં 8 ડિગ્રી સેલ્સિયસ અને ગાઝિયાબાદમાં 9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. ભારતીય હવામાન વિભાગે દિલ્હીમાં શુક્રવાર માટે રેડ એલર્ટ, 31 ડિસેમ્બર માટે ઓરેન્જ એલર્ટ અને નવા વર્ષના આગલા દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.

  1. દિલ્હી NCRમાં ધુમ્મસની સાથે ઠંડીએ લોકોનું વધાર્યું ટેન્શન, ડઝનબંધ ફ્લાઈટ્સ મોડી, ટ્રેનોને પણ અસર
  2. Delhi weather update: દિલ્હીમાં ઠંડી સાથે ધુમ્મસની ધમાલ, ઘણા વિસ્તારોમાં હવાની ગુણવત્તા ખરાબ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.