Faridkot : બુર્જ જવાહરસિંહ વાલા ગામમાં અચાનક પહોંચ્યાં નવજોતસિંહ સિદ્ધુ, આરોપીઓને કડક સજા અપાવવા સંકલ્પ દોહરાવ્યો

author img

By

Published : Nov 6, 2021, 3:39 PM IST

Faridkot : બુર્જ જવાહરસિંહ વાલા ગામમાં અચાનક પહોંચ્યાં નવજોતસિંહ સિદ્ધુ, આરોપીઓને કડક સજા અપાવવા સંકલ્પ દોહરાવ્યો

પંજાબ પ્રદેશ કોંગ્રેસ ( Punjab Congress ) અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ ( Navjot Singh Sidhhu ) શનિવારે સવારે ફરીદકોટ ( Faridkot) જિલ્લાના બુર્જ જવાહર સિંહ વાલા ગામમાં ગુરુદ્વારા સાહિબ ( Gujudwara Sahibji ) પહોંચ્યાં હતાં. જ્યાં તેમણે 2015ના બરગાડી અપમાન કેસના ( Bargadi insult case ) આરોપીઓને કડક સજા કરાવવાના તેમના સંકલ્પને ફરી દોહરાવ્યો હતો.

  • નવજોત સિંહ સિદ્ધુએ ફરીદકોટ જઇ સૌને ચોકાવ્યાં
  • બુર્જ જવાહર સિંહ વાલા ગામમાં ગુરુદ્વારા સાહિબની ઓચિંતી મુલાકાત લીધી
  • 2015માં બનેલા બરગાડી અપમાન કેસના આરોપીઓને સખત સજાની માગ કરી

ફરીદકોટઃ પંજાબ કોંગ્રેસના ( Punjab Congress ) અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ ( Navjot singh Sidhhu ) આજે ​​સવારે ફરીદકોટ ( Faridkot) જિલ્લાના બુર્જ જવાહર સિંહ વાલા ગામમાં ગુરુદ્વારા સાહિબની ઓચિંતી મુલાકાત લીધી હતી. નવજોત સિંહ સિદ્ધુની મુલાકાત વિશે કોઈને જાણ ન હતી. નવજોત સિંહ સિદ્ધુ ગુરુદ્વારા સાહિબ ( Gujudwara Sahibji ) પહોંચ્યા અને ગુનેગારોને વહેલી તકે ન્યાય અપાવવા માટે ગુરુ ગ્રંથ સાહિબને પ્રાર્થના કરી. આ સાથે જ તેમણે ગુરુદ્વારા સાહિબમાં હાજર સંગતને ગુરુની સામે પ્રાર્થના કરતા રહેવા જણાવ્યું હતું.

2015માં બન્યો હતો અપમાન કેસ

1 જૂન 2015 ના રોજ બુર્જ જવાહરસિંહ વાલા ગામના ગુરુદ્વારા સાહિબમાંથી શ્રી ગુરુ ગ્રંથ સાહિબજીના પાવન સ્વરૂપની ચોરી કરવામાં આવી હતી. તેના થોડા સમય પછી 12 ઓક્ટોબર 2015ના રોજ, બરગાડીના ગુરુદ્વારા સાહિબની બહાર પાવન સ્વરૂપને અપવિત્ર કરવામાં આવ્યું હતું.

સિદ્ધુ કોઈ પણ જાણકારી આપ્યા વિના ગુરુદ્વારા સાહિબ આવી પહોંચ્યા હતાં અને માથું નમાવીને ગ્રામજનો સાથે થોડીવાર વાત કરીને પાછા ફર્યા હતાં. સિદ્ધુએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ અંગેની માહિતી આપી હતી.

આ મામલો છે

1 જૂન 2015ના રોજ બુર્જ જવાહર સિંહ વાલા ગામના આ ગુરુદ્વારા સાહિબમાંથી શ્રી ગુરુ ગ્રંથ સાહિબજીના પાવન સ્વરૂપની ચોરી કરવામાં આવી હતી અને થોડા સમય પછી 12 ઓક્ટોબર 2015ના રોજ, બરગાડીના ગુરુદ્વારા સાહિબની બહાર પાવન સ્વરૂપની અપવિત્ર કરવામાં આવી હતી. પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બનતાં પહેલાં પણ સિદ્ધુએ બૈસાખીના અવસર પર બુર્જ જવાહર સિંહ વાલાના ગુરુદ્વારા સાહિબમાં માથું નમાવ્યું હતું અને અપમાનની ઘટનાઓમાં ન્યાય મેળવવાનો સંકલ્પ લીધો હતો.

આરોપીઓને કડકમાં કડક સજાની માગણી

શનિવારે ગામવાસીઓ સાથેની વાતચીતમાં સિદ્ધુએ કહ્યું કે પંજાબના લોકોની લાગણી છે કે અપમાન કેસના આરોપીઓને એવી સજા આપવામાં આવે જે પેઢી દર પેઢી યાદ રહે. તેમણે કહ્યું કે તેમને વિશ્વાસ છે કે ન્યાય મળશે, ગુરુએ જાતે જ એમ કરી દેવાનું છે, જેના માટે આપણે અરદાસ કરવી જોઈએ.

આ પણ વાંચોઃ LPG price : રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને સાણસામાં લીધી

આ પણ વાંચોઃ Navjot Singh Sidhu એ મારી પલટી,પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદનું રાજીનામું પાછું ખેંચ્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.