ETV Bharat / bharat

National Herald Case : શું આજે રાહુલ ગાંધી થશે ED સમક્ષ હાજર ?

author img

By

Published : Jun 13, 2022, 7:19 AM IST

નેશનલ હેરાલ્ડનો મુદ્દો 2012માં ચર્ચામાં આવ્યો હતો. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ટ્રાયલ કોર્ટમાં અરજી દાખલ કરી આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના કેટલાક નેતાઓએ યંગ ઈન્ડિયન લિમિટેડ (YIL) દ્વારા એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડને ખોટી રીતે હસ્તગત કરી છે.

National Herald Case
National Herald Case

નવી દિલ્હીઃ નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થવાના છે. કોંગ્રેસે આ મામલે દેખાવો કરવાની યોજના પણ બનાવી હતી. કોંગ્રેસ પાર્ટી ઓફિસથી ED ઓફિસ સુધી રેલી કાઢવાની પરવાનગી માંગી હતી, પરંતુ દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેમને મંજૂરી મળી નથી.

આ પણ વાંચો - કોંગ્રેસની ED રેલીને લઇને મહત્વના સમાચાર આવ્યા સામે...

રાહુલને આજે હાજર થવાનું ફરમાન - પોલીસના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ કાર્યકર્તાઓએ અકબર રોડ પર બેસવાની પરવાનગી માંગી હતી, પરંતુ મોટી ભીડને કારણે માર્ચને મંજૂરી આપી ન હતી. આ પહેલા કોંગ્રેસ નેતા સચિન પાયલટે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, રાહુલ ગાંધીની સાથે કોંગ્રેસના તમામ સાંસદો, વર્કિંગ કમિટીના સભ્યો અને અગ્રણી નેતાઓ પણ ED ઓફિસ જશે. છેલ્લા સાત-આઠ વર્ષમાં દેશે જોયું છે કે કેન્દ્રીય એજન્સીઓનો કેવી રીતે દુરુપયોગ થયો છે. ED કેન્દ્ર સરકારની સૌથી પ્રિય એજન્સી છે.

સોનિયાને અપાઇ નવિ તારીખ - EDએ કોરોના રોગ માંથી સ્વસ્થ થઈ રહેલા સોનિયા ગાંધીને સમન્સની નવી તારીખ આપી છે. EDએ સોનિયા ગાંધીને 23 જૂને સમન્સ પાઠવ્યા છે. અગાઉ, EDએ 8 જૂને હાજર થવાનું કહ્યું હતું, પરંતુ કોરોના પોઝિટિવ હોવાને કારણે તે હાજર થઈ શક્યા ન હતા.

આ પણ વાંચો - National Herald Case : કોંગ્રેસ દેશભરમાં કરશે વિરોધ પ્રદર્શન, કારણ છે કંઇક આવું...

નેશનલ હેરાલ્ડ કેસ ક્યારે ચર્ચામાં આવ્યો? - નેશનલ હેરાલ્ડનો મુદ્દો 2012માં ચર્ચામાં આવ્યો હતો. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ટ્રાયલ કોર્ટમાં અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના કેટલાક નેતાઓએ યંગ ઈન્ડિયન લિમિટેડ (YIL) દ્વારા એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડને ખોટી રીતે હસ્તગત કરી છે. દિલ્હીમાં બહાદુર શાહ ઝફર માર્ગ પર સ્થિત હેરાલ્ડ હાઉસની કિંમત રૂપિયા 2000 કરોડની છે. જે ઇમારત પર કબજો કરવા માટે આ બધું કરવામાં આવ્યું હતું. ષડયંત્ર હેઠળ યંગ ઈન્ડિયન લિમિટેડને TJLની મિલકતનો અધિકાર આપવામાં આવ્યો છે.

રાહુલ અને સોનિયા 2015થી જામીન પર બહાર છે - 2015માં સુપ્રીમ કોર્ટે બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીને આ મામલે વહેલી સુનાવણી માટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવા કહ્યું હતું. 19 ડિસેમ્બર 2015ના રોજ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને ટ્રાયલ કોર્ટે જામીન આપ્યા હતા. 2016 માં, સુપ્રીમ કોર્ટે આ કેસને રદ કરવાનો ઇનકાર કર્યો હતો અને સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મોતીલાલ વોરા, ઓસ્કાર ફર્નાન્ડિસ અને સુમન દુબેને કોર્ટમાં હાજર રહેવામાંથી મુક્તિ આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.