ETV Bharat / bharat

Monsoon Session: વિપક્ષી નેતાઓની આજે યોજાશે બેઠક, સરકારને ઘેરવાની બનશે રણનીતિ

author img

By

Published : Aug 9, 2021, 10:12 AM IST

Monsoon Session: વિપક્ષી નેતાઓની આજે યોજાશે બેઠક, સરકારને ઘેરવાની બનશે રણનીતિ
Monsoon Session: વિપક્ષી નેતાઓની આજે યોજાશે બેઠક, સરકારને ઘેરવાની બનશે રણનીતિ

સંસદના ચોમાસા સત્ર (Monsoon session of Parliament)નું આજથી અંતિમ સપ્તાહ શરૂ થઈ રહ્યું છે. ત્યારે સરકારે નાણા મંત્રાલય (Ministry of Finance) સંબંધિત ચાર બિલને રાજ્યસભામાં (Rajya Sabha) પસાર કરવા માટે સૂચિબદ્ધ કર્યા છે, જેથી તેને સંસદની મંજૂરી મળી શકે. તો બીજી તરફ વિપક્ષ પણ ગૃહમાં સરકારને ઘેરવાની રણનીતિ બનાવવામાં લાગી છે.

  • સંસદના ચોમાસા સત્ર (Monsoon session of Parliament)નો આજે છેલ્લો સપ્તાહ શરૂ
  • સરકારે નાણા મંત્રાલય (Ministry of Finance) સંબંધિત ચાર બિલને રાજ્યસભા (Rajya Sabha)માં પસાર કરવા માટે સૂચિબદ્ધ કર્યા
  • વિપક્ષ પણ આજે ગૃહમાં સરકારને ઘેરવાની રણનીતિ બનાવવામાં લાગી છે. વિપક્ષના નેતા આજે બેઠક યોજશે

નવી દિલ્હીઃ સંસદના ચોમાસું સત્ર (Monsoon session of Parliament) 2 દિવસના અવકાશ પછી આજે ફરી શરૂ થશે. એક તરફ સરકારે નાણા મંત્રાલયથી સંબંધિત 3 બિલને રાજ્યસભામાં પસાર કરવા માટે સૂચિબદ્ધ કર્યા છે. તો વિપક્ષી દળો પેગાસસ સહિત અન્ય મુદ્દાઓ પર સરકારને ઘેરવાની રણનીતિ બનાવી રહ્યા છે. આ જ કડીમાં સંસદની કાર્યવાહી શરૂ થવા પહેલા લોકસભા અને રાજ્યસભાના વિપક્ષી નેતા આજે સવારે 10 વાગ્યે બેઠક કરશે, જેમાં સરકારને ઘેરવાની રણનીતિક પર ચર્ચા થવાની સંભાવના છે.

આ પણ વાંચો- વિપક્ષ મહિલાઓનું અપમાન કરી રહી છે: મનસુખ માંડવિયા

ઉચ્ચ સદનમાં પેન્ડિંગ પડેલું બિલ સ્થળાંતરિત કરાશે

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ આજે રાજ્યસભામાં ટ્રિબ્યુનલ રિફોર્મ્સ બિલ- 2021 (Tribunal Reforms Bill-2021), સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ) સંશોધન બિલ- 2021 (General Insurance Business (Nationalization) Research Bill-2021) રજૂ કરશે. આ બંને બિલ લોકસભાથી પાસ થઈ ગયા છે. વિનિયોગ (નંબર - 4) બિલ 2021 (Appropriation (No. - 4) Bill 2021) અને વિનિયોગ (નંબર 3) બિલ- 2021 (Appropriation (No. - 3) Bill 2021), જે છેલ્લા સપ્તાહથી ઉપરી સદનમાં પેન્ડિંગ છે. તેને પણ સ્થળાંતરિત કરવામાં આવશે.

આ પણ વાંચો- શું 'ભારતીય શિક્ષણ સેવા'ને આપેલા વચનથી મોદી સરકાર પલ્ટી ગઇ છે?

13 ઓગસ્ટે સંસદનું ચોમાસું સત્ર થશે પૂર્ણ

સંસદનું ચોમાસું સત્ર 19 જુલાઈથી શરૂ થયું છે, જે 13 ઓગસ્ટ સુધી ચાલશે. ચોમાસું સત્રમાં વિપક્ષના વિરોધો વચ્ચે સરકારે 3 કલાક 25 મિનીટમાં ગૃહના માધ્યમથી 8 બિલ પાસ કર્યા છે. ત્રીજા સપ્તાહમાં કામ છેલ્લા સપ્તાહની સરખામણીમાં 24.20 ટકા વધ્યું હતું. જ્યારે ગૃહમાં 21.36 ટકા બગડ્યા છે. વિપક્ષી સભ્યોએ કૃષિ કાયદા, પેગાસસ જાસૂસી વિવાદ અને ઈંધણ વૃદ્ધિથી સંબંધિત મુદ્દાઓને ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અધ્યક્ષ દ્વારા મંજૂરી ન આપવામાં આવી. કોંગ્રેસ નેતા દિપેન્દ્ર હુડ્ડાએ આરોપ લગાવ્યો હતો કે, જે રીતે તમે ગૃહમાં ખેડૂતોનું નામ લો છો. માઈક બંધ કરવામાં આવે છે.

વિપક્ષ ગેરમુદ્દા ઉઠાવી રહી છેઃ સરકાર

રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે (Leader of the Opposition Mallikarjun Khadge)એ રવિવારે ટ્વિટ કર્યું હતું કે, એવું લાગે છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુસ્સે જોવા મળી રહ્યા છે. તેઓ સંસદમાં સવાલોનો જવાબ આપવા ઉત્સુક કેમ નથી? બીજી તરફ સરકારનો દાવો છે કે, વિપક્ષ એક ગેર-મુદ્દો ઉઠાવી રહી છે. વિપક્ષ ઈચ્છે છે કે, સરકાર જાસૂસી વિવાદ, કૃષિ કાયદા અને ઈંધણની કિંમતોમાં વધારા પર નિયમ 267 અંતર્ગત ચર્ચાની મંજૂરી આપે. સરકારનું કહેવું છે કે, જાસુસી વિવાદ પર પ્રધાનના નિવેદન પછી સ્પષ્ટીકરણ માગી શકાય છે. જ્યારે કૃષિ કાયદા પર સ્પષ્ટિકરણ માગવામાં આવી શકે છે. ગૃહમાં એક નાના સમયગાળાની ચર્ચાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ વિપક્ષ પેગાસસ મુદ્દા પર ચર્ચા કરવા પહેલા આના પર ચર્ચા કરવા તૈયાર નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.