હિંદુ રાષ્ટ્ર તરફ વધુ એક પગલુ અગ્રેસર, મોહન ભાગવત કરશે મંદિરનું ઉદ્ઘાટન

author img

By

Published : Jul 14, 2022, 10:00 PM IST

હિંદુ રાષ્ટ્ર તરફ વધુ એક પગલુ અગ્રેસર, મોહન ભાગવત કરશે મંદિરનું ઉદ્ઘાટન

અગરતલા પ્રેસ ક્લબમાં આજે એક પત્રકાર પરિષદને સંબોધતા સ્વામી ચિત્તરંજને કહ્યું કે, મોહન ભાગવત 27 ઓગસ્ટે અમરપુર ખાતે શિવ અને પાર્વતીના મંદિરનું ઉદ્ઘાટન (Mohan bhagvat inaugurate tripura temple) કરવા રાજ્યમાં આવશે.

અગરતલા: 14 જુલાઈ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત 27 ઓગસ્ટે ત્રિપુરાના ગોમતી જિલ્લામાં અમરપુરમાં સરબોંગ ખાતે શાંતિકલી આશ્રમના મંદિરનું ઉદ્ઘાટન (Mohan bhagvat inaugurate tripura temple) કરવા ત્રિપુરા જશે.

આ પણ વાંચો: ચાલુ મેચમાં માત્ર એક જ પંચથી ભારતીય ખેલાડીનું મૃત્યુ, જૂઓ વીડિયો...

અગરતલા પ્રેસ ક્લબમાં આજે એક પત્રકાર પરિષદને સંબોધતા સ્વામી ચિત્તરંજને કહ્યું કે, મોહન ભાગવત 27 ઓગસ્ટે અમરપુર ખાતે શિવ અને પાર્વતીના મંદિરનું ઉદ્ઘાટન (shiv parvati temple inaugration) કરવા રાજ્યમાં આવશે. “RSS ચીફ મોહન ભાગવતે અમારું આમંત્રણ સ્વીકાર્યું છે અને 27 ઓગસ્ટે નવા મંદિરનું ઉદ્ઘાટન કરવા આવશે. RSS હિન્દુ ધર્મની રક્ષા માટે કામ કરી રહ્યું છે. ત્રિપુરામાં, અમારા ગુરુજીને 2000માં વિદ્રોહીઓએ ગોળી મારીને હત્યા કરી હતી. તે વિશ્વ હિંદુ પરિષદ (VHP) અને સંઘની કૃપાથી મને હિંદુ ધર્મનો પ્રચાર કરવાની તક મળી”.

આ પણ વાંચો: લલિત મોદી અને સુષ્મિતા સેનના લગ્નની ચર્ચા, મોદીએ ટ્વિટ કરીને કહ્યું- હવે આવું ન કહો

તેમણે વધુમાં જણાવ્યું કે આરએસએસ ચીફ (Rss chief mohan bhagvat) એ દિવસે મંદિરનું ઉદ્ઘાટન કરશે જ્યારે લગભગ 22 વર્ષ પહેલા આચાર્ય શાંતિકાલીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અન્ય ધાર્મિક નેતાઓ જેમ કે સ્વામી રવિશંકર, ગુજરાતના સ્વામી વિદ્યાનંદ અને અન્ય લોકો પણ ત્રિપુરામાં આ કાર્યક્રમમાં જોડાય તેવી શક્યતા છે, સ્વામી ચિત્તરંજને જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.