કોરોના વેક્સિનના બન્ને ડોઝ લેનારા લોકોને સરકાર આપશે ઈનામ!

author img

By

Published : Nov 23, 2021, 8:02 AM IST

કોરોના વેક્સિનના બન્ને ડોઝ લેનારા લોકોને સરકાર આપશે ઈનામ!

રસીકરણ (Corona Vaccination) થઈ ગયેલા લોકો માટે સાપ્તાહિક અથવા માસિક લકી ડ્રો ઇવેન્ટ (LUCKY DRAW STRATEGY ) યોજી શકાય છે. લકી ડ્રોના (Weekly or Monthly Lucky Draw Programmes) વિજેતાઓને રસીકરણ માટે અન્ય લોકોને પ્રોત્સાહિત કરવા માટે રસોડાની વસ્તુઓ, રાશન સામગ્રી, મુસાફરી પાસ, રોકડ ઇનામ જેવી વસ્તુઓ આપી શકે છે.

  • સરકાર દ્વારા લાવવામાં આવી રહી છે નવી સ્કીમ
  • રસીના બન્ને ડોઝ લીધેલા લોકોને આપશે ઈનામ
  • સરકાર દ્વારા દેશમાં રસીકરણ વધારવાનો પ્રયાસ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર એવા લોકો માટે નવી સ્કીમ લાવવા જઈ રહી છે, જેમને કોરોના વેક્સિનના (Corona Vaccination) બન્ને ડોઝ મળી ગયા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, બન્ને ડોઝ લેનારા લોકો માટે સાપ્તાહિક અથવા માસિક લકી ડ્રો ઇવેન્ટનું (Weekly or Monthly Lucky Draw Programmes) આયોજન કરવામાં આવી શકે છે.

રણનીતિમાં લોકોને કરશે સામેલ

ઉલ્લેખનીય છે કે, લોકોને કોરોના રસીકરણ (Corona Vaccination) તરફ પ્રોત્સાહિત કરવા માટે સરકારની આ યોજના છે. આ સ્ટેટર્જી એવા લોકો માટે તૈયાર કરવામાં આવી છે, જેમને હજુ સુધી કોરોના રસીનો (Corona Vaccine) એક પણ ડોઝ મળ્યો નથી. સરકારે પોતાની રણનીતિમાં એવા લોકોને પણ સામેલ કર્યા છે, જેમને રસીનો પહેલો ડોઝ મળ્યો છે, પરંતુ બીજો ડોઝ આપવાનો બાકી છે. આ ઉપરાંત, સરકારે (Central Govt) સંપૂર્ણ રસીકરણ કરાયેલા લોકો માટે સાપ્તાહિક અથવા માસિક લકી ડ્રો પ્રોગ્રામ્સ શરૂ કર્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કાર્યસ્થળ પર રસીકરણ હાથ ધરવા અને સંપૂર્ણ રસીવાળા કર્મચારીઓને બેજ આપવા જેવી અન્ય પહેલોની પણ યોજના બનાવી છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ પહેલ ટૂંક સમયમાં શરૂ કરવા સૂચવવામાં આવી શકે છે.

કાર્યસ્થળ પર રસીકરણનું આયોજન

સરકાર સંપૂર્ણ રસીવાળા લોકોની (Fully Vaccinated) નિમણૂક કરીને ટહર ઘર દસ્તકટ પહેલને પણ વેગ આપી શકે છે, કારણ કે સરકાર માને છે કે સંપૂર્ણ રસીવાળા લોકો કોરોના રસીના બન્ને ડોઝ લેવા અને રસીકરણ કાર્યક્રમ (Weekly or Monthly Lucky Draw Programmes) પૂર્ણ કરવાના મહત્વ વિશે લોકોને સારી સલાહ આપી શકે છે. સુત્રો પાસેથી જાણવા મળ્યું છે કે 'કામના સ્થળે રસીકરણનું આયોજન એવા લોકોને ધ્યાનમાં રાખીને કરી શકાય છે જેમણે હજુ સુધી રસીની એક પણ માત્રા લીધી નથી.' ખાનગી અને સરકારી કચેરીઓ અને અન્ય કાર્યસ્થળોમાં કર્મચારીઓને રસીકરણ સંદેશા સાથેના બેજ પણ આપી શકાય છે. આમાં 'મેં રસીકરણ પૂર્ણ કર્યું છે', 'શું તમે પણ સંપૂર્ણ રસીકરણ પૂર્ણ કર્યું' જેવા બેજનો સમાવેશ થાય છે.

ભારતમાં 43 ટકા લોકોનું સંપૂર્ણ રસીકરણ

આ ઉપરાંત, સંપૂર્ણ રસીવાળા લોકો માટે સાપ્તાહિક અથવા માસિક લકી ડ્રો ઇવેન્ટ્સ પણ યોજવામાં આવી શકે છે. લકી ડ્રોના વિજેતાઓને રસીકરણ માટે અન્ય લોકોને પ્રોત્સાહિત કરવા માટે રસોડાની વસ્તુઓ, રાશન સામગ્રી, મુસાફરી પાસ, રોકડ ઇનામ જેવી વસ્તુઓ આપી શકાય છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતમાં લગભગ 82 ટકા લાયક વસ્તીએ રસીનો પ્રથમ ડોઝ મેળવ્યો છે, જ્યારે લગભગ 43 ટકા રસીકરણ પૂર્ણ થઈ ગયું છે. તે જ સમયે, 12 કરોડથી વધુ લોકોને બીજો ડોઝ આવવાનો બાકી છે.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.