ETV Bharat / bharat

ટી-20 વર્લ્ડ કપ: ભારત-પાકિસ્તાન મેચ પર લટકતી તલવાર, ઓવૈસી સહિતના નેતાઓએ કર્યો વિરોધ

ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup)માં ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચે 24 ઑક્ટોબરના મુકાબલો ખેલાશે. ભારત અને પાકિસ્તાનની આ મેચનો અનેક નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi)એ પણ કહ્યું છે કે, કાશ્મીર (Kashmir)માં આપણા 9 જવાનો માર્યા ગયા છતાં પણ પાકિસ્તાન સાથે ટી-20 મેચ રમશો?

ટી-20 વર્લ્ડ કપ: ભારત-પાકિસ્તાન મેચ પર લટકતી તલવાર

author img

By

Published : Oct 19, 2021, 1:53 PM IST

  • 24 ઑક્ટોબરના ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ
  • અસદુદ્દીન ઓવૈસીએ ભારત-પાક. મેચ પર ઉઠાવ્યો પ્રશ્ન
  • કાશ્મીરમાં સેનાના 9 જવાનો મર્યા અને મેચ રમવી છે? - ઓવૈસી

નવી દિલ્હી: ટી-20 વિશ્વ કપ (T20 World Cup) દરમિયાન ભારત અને પાકિસ્તાન (India vs Pakistan)ની વચ્ચે થનારી મેચ પર અનેક નેતાઓએ પ્રશ્ન ઉઠાવ્યા છે. હૈદરાબાદમાં AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી (India vs Pakistan)એ PM મોદી પર પ્રહાર કરતા કહ્યું કે, જમ્મુ-કાશ્મીર (Jammu And Kashmir)માં આપણા 9 સૈનિકો માર્યા ગયા તેમ છતાં પણ 24 ઑક્ટોબરના ભારત-પાકિસ્તાન ટી-20 મેચ થશે.

પાકિસ્તાન કાશ્મીરમાં ભારતીયોના જીવ સાથે ટી-20 રમી રહ્યું છે

PM મોદીના જૂના નિવેદનોનો ઉલ્લેખ કરતા ઓવૈસીએ કહ્યું કે, શું મોદીજીએ નહોતું કહ્યું કે ફોજ મરી રહી છે અને મનમોહનસિંહની સરકાર બિરયાની ખવરાવી રહી છે? હવે 9 સૈનિકો માર્યા ગયા અને તમે ટી-20 રમશો? પાકિસ્તાન કાશ્મીરમાં ભારતીયોના જીવ સાથે ટી-20 રમી રહ્યું છે.

કાશ્મીરમાં ટાર્ગેટેડ કિલિંગ થઈ રહી છે

જમ્મુ અને કાશ્મીરમાં થઈ રહેલી હત્યાઓ પર ઓવૈસીએ કહ્યું કે, કાશ્મીરમાં ટાર્ગેટેડ કિલિંગ થઈ રહી છે, હથિયારો આવી રહ્યા છે. ઇન્ટેલિજન્સ શું કરી રહ્યું છે? તો કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે કહ્યું છે કે, ટી-20 વિશ્વ કપમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે થનારી ક્રિકેટ મેચ પર ફરથી વિચાર કરવો જોઇએ, કેમકે બંને દેશોની વચ્ચે સંબંધ સારા નથી.

24 ઑક્ટોબરના ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો

સિંહે જણાવ્યું કે, મને લાગે છે કે જો (ભારત અને પાકિસ્તાનની વચ્ચે) સંબંધો સારા નથી તો આના પર ફરી વિચાર કરવામાં આવવો જોઇએ. ટી-20 વિશ્વ કપમાં ભારત અને પાકિસ્તાન 24 ઑક્ટોબરના દુબઈમાં ટકરાશે.

આ પણ વાંચો: આજથી શરૂ થશે ટી 20 વર્લ્ડ કપ, જાણો શું છે ભારતનું શેડ્યૂલ

આ પણ વાંચો: તલવારની રાણી ભારતની ભવાનીએ ફ્રાન્સમાં ધ્વજ ફરકાવ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.