Maharashtra Political Crisis: શિવસેનાના બળવાખોર ધારાસભ્યો ગુવાહાટી પહોંચ્યા

author img

By

Published : Jun 22, 2022, 7:38 AM IST

Updated : Jun 22, 2022, 11:14 AM IST

Maharashtra Political Crisis: શિવસેનાના બળવાખોર ધારાસભ્યો ગુવાહાટી પહોંચ્યા
Maharashtra Political Crisis: શિવસેનાના બળવાખોર ધારાસભ્યો ગુવાહાટી પહોંચ્યા ()

શિવસેના સામે બળવો (Maharashtra Political Crisis) કરીને મહારાષ્ટ્રમાં MVA સરકારને મુશ્કેલીમાં મૂકનારા 40થી વધુ ધારાસભ્યોને અસમ (Shiv Sena MLAs in Guvahati) લઈ જવામાં આવ્યા છે. તમામ બળવાખોર ધારાસભ્યો બુધવારે સવારે ગુવાહાટી પહોંચ્યા હતા.

નવી દિલ્હી: શિવસેના સામે બળવો કરીને મહારાષ્ટ્રમાં MVA સરકારને મુશ્કેલીમાં મૂકનારા (Maharashtra Political Crisis) ડઝનથી વધુ ધારાસભ્યોને અસમ લઈ જવામાં આવ્યા છે. તમામ બળવાખોર ધારાસભ્યો બુધવારે સવારે ગુવાહાટી પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં સુરતની એક હોટેલમાં રાખવામાં આવેલા લગભગ 40 ધારાસભ્યોને વિશેષ ફ્લાઈટ દ્વારા અસમ લઈ જવામાં આવ્યા હતા.

શિવસેનાના બળવાખોર ધારાસભ્યો ગુવાહાટી પહોંચ્યા

વિશેષ વિમાનમાં ધારાસભ્યો પહોંચ્યા ગુવાહાટી - આ વિશેષ વિમાન બુધવારે વહેલી સવારે ગુવાહાટી પહોંચ્યું હતું. અસમમાં હાલ ભાજપની સરકાર (BJP Government in Assam) છે. શિવસેનાના 33 ધારાસભ્યો ઉપરાંત અસમ જઈ રહેલા ધારાસભ્યોમાં 7 અપક્ષ અને નાના પક્ષોના ધારાસભ્યોનો સમાવેશ થાય છે.

ગુવાહાટી એરપોર્ટ પર શિવસેનાના ધારાસભ્યો

આ પણ વાંચો- ગુજરાતમાં આવીને મહારાષ્ટ્રના MLA નિતીશ દેશમુખના ધમપછાડા,વૉર્ડબોયને લાફો માર્યો

એકનાથ શિંદેએ જવાબ આપવાનું ટાળ્યું - બળવાખોર ધારાસભ્યોને હોટેલમાં લઈ જવા ગુવાહાટી એરપોર્ટની બહાર 3 બસો ઊભી રાખવામાં આવી હતી. જ્યારે આ બળવાખોર ધારાસભ્યો સાથે એકનાથ શિંદે અને ભાજપના નેતા મોહિત કંબોજ પણ જોવા (Shiv Sena MLAs in Guvahati) મળ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે એકનાથ શિંદેને પૂછવામાં આવ્યું હતું કે, શું તેમણે ગુવાહાટી જતા પહેલા શિવસેના છોડી દીધી છે. તો તેમણે માત્ર માથું હલાવ્યું હતું. આ પછી જ્યારે તેમને ફરીથી પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, મેં શિવસેના નથી છોડી. હું બાળાસાહેબના હિન્દુત્વ અને તેમની વિચારધારાને લઈને આગળ વધી રહ્યો છું.

આ પણ વાંચો- સુરત આવેલા શિવસેનાના ધારાસભ્યનું અપહરણ થયું હોવાની ફરિયાદ

ભાજપના નેતાઓએ વ્યવસ્થા કરી હોવાનું મનાય છે - શિવસેનાના પ્રધાન એકનાથ શિંદેએ પાર્ટી સામે બળવો કરીને ભાજપશાસિત ગુજરાતમાં કેટલાક ધારાસભ્યોને રાખ્યા હતા. એવું માનવામાં આવે છે કે, અસમ ભાજપ અને રાજ્ય સરકારના ટોચના નેતાઓ શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને ગુવાહાટીમાં રહેવાની વ્યવસ્થા કરી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે, મહારાષ્ટ્રના ધારાસભ્યો ગુવાહાટીની રેડિસન હોટલમાં રોકાઈ (Shiv Sena MLAs in Guvahati) શકે છે.

આ ધારાસભ્યો પહોંચ્યા ગુવાહાટી

ક્રમનામક્રમનામક્રમનામ
1મહેન્દ્ર થોરવે12સંદીપન ભુમરે23વિશ્વનાથ ભોઇર
2ભરત ગોગાવલે13અબ્દુલ સત્તાર24રાજુમાર પટેલ
3મહેન્દ્ર દળવી14નીતિન દેશમુખ25શાંતારામ મોરે
4અનિલ બાબર15પ્રકાશ સર્વે26શ્રીનિવાસ વનગા
5મહેશ શિંદે16કિશોર પાટીલ27પ્રતાપ સરનાઈક
6શાહજી પાટીલ17સુહાસ કાંડે28પ્રકાશ આબિટકર
7શંભુરાજ દેસાઈ18સંજય શિરસાટ29ચિમનરાવ પાટીલ
8બાલાજી કલ્યાણકર19પ્રદીપ જયસ્વાલ30નરેન્દ્ર બોંડેકર
9જ્ઞાનરાજે ચૌઘુલે20સંજય રાયુલકર31લતા સોનવણે
10રમેશ બોરનાર21સંજય ગાયકવાડ32યામિની જાધવ
11તાનાજી સાવંત22એકનાથ શિંદે33બાલાજી કિનીકર
Last Updated :Jun 22, 2022, 11:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.