ETV Bharat / bharat

પુરી હેરિટેજ કોરિડોર પ્રોજેક્ટ હેઠળ ખોદકામમાં મળી સિંહની પ્રતિમા

author img

By

Published : May 18, 2022, 7:44 AM IST

પુરી હેરિટેજ કોરિડોર પ્રોજેક્ટ હેઠળ ખોદકામમાં મળી સિંહની પ્રતિમા
પુરી હેરિટેજ કોરિડોર પ્રોજેક્ટ હેઠળ ખોદકામમાં મળી સિંહની પ્રતિમા

પુરાતત્વ સર્વેક્ષણ ઓફ ઈન્ડિયાને (ASI) પુરીમાં હેરિટેજ કોરિડોર પ્રોજેક્ટ (Puri Heritage Corridor Project) હેઠળ ખોદકામ દરમિયાન સિંહની પ્રતિમા મળી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ગંગા વંશના સમયથી હોઈ શકે છે.

ભુવનેશ્વર: ભારતીય પુરાતત્વ સર્વેક્ષણએ (ASI) મંગળવારે જણાવ્યું હતું કે, પુરીમાં હેરિટેજ કોરિડોર પ્રોજેક્ટ (Puri Heritage Corridor Project) હેઠળ ખોદકામ દરમિયાન સિંહની પ્રતિમા, જે ગંગા વંશની હોઈ શકે છે, મળી આવી છે. જેમણે 5મી સદીની શરૂઆતથી 15મી સદીની શરૂઆત સુધી ઓડિશાના પ્રાચીન નામ કલિંગ પર શાસન કર્યું હતું. આ મૂર્તિ સોમવારે 12મી સદીના જગન્નાથ મંદિર પાસે આવેલા એમાર મઠના પરિસરમાંથી મળી આવી હતી.

આ પણ વાંચો: CM Bhupendra Patel on Gujarat Tourism: ગુજરાત પ્રવાસનને વૈશ્વિક નકશામાં અંકિત કરીને જ રહીશુંઃ CM Patel

સિંહની પ્રાચીન પ્રતિમા ગંગા વંશના યુગની : માહિતી મળતાં ASI ના ભુવનેશ્વર સર્કલના અધિક્ષક પુરાતત્વવિદ્ અરુણ કુમાર મલિક, નિષ્ણાતોની એક ટીમ સાથે, આંશિક રીતે નુકસાન પામેલી સિંહની પ્રતિમાનું નિરીક્ષણ કરવા પુરી પહોંચ્યા હતા. સિંહની પ્રાચીન પ્રતિમા ગંગા વંશના યુગની હોઈ શકે છે. જો કે, પુરાતત્વીય પ્રયોગશાળામાં પરીક્ષણ કર્યા પછી જ તેના વિશે વધુ કહી શકાય.

પુરી હેરિટેજ કોરિડોર પ્રોજેક્ટ : પુરી હેરિટેજ કોરિડોર પ્રોજેક્ટ માટે જગન્નાથ મંદિરના 75-મીટર પરિઘ વિસ્તારમાં ખોદકામ દરમિયાન મળી આવી આ ત્રીજી સિંહની પ્રતિમા છે. 9 મેના રોજ ઓરિસ્સા હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં, ASIએ સ્થળ પરથી આવી બે મૂર્તિઓની પુનઃપ્રાપ્તિની નોંધ લીધી હતી. એએસઆઈએ અગાઉ હાઈકોર્ટને જણાવ્યું હતું કે, પ્રોજેક્ટ શરૂ થયો તે પહેલાં કોઈ હેરિટેજ ઈમ્પેક્ટ એસેસમેન્ટ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો ન હતો.

આ પણ વાંચો: North MCD heritage park: નોર્થ MCDનો પહેલો હેરિટેજ પાર્ક તૈયાર, રાષ્ટ્રપતિ 20 માર્ચે કરશે ઉદ્ઘાટન

હેરિટેજ સાઈટ : એવું પણ કહેવાયું હતું કે, ઘણી જગ્યાએ લગભગ 15 થી 20 ફૂટ જેટલા સ્તરીય થાપણો જમા થયા છે જેના કારણે હેરિટેજ સાઈટને ન પુરી શકાય તેવું નુકસાન થયું છે. મૂર્તિ મળી આવ્યા પછી, સ્થાનિક લોકોએ મંદિરની પરિઘમાં ખોદકામ ચાલુ રાખતા પહેલા ગ્રાઉન્ડ રડાર સર્વેની (GPRS) માંગણી કરી છે. તમને જણાવી દઈએ કે GPRS એએસઆઈને જમીનની અંદર પ્રાચીન વસ્તુઓની હાજરી શોધવામાં ઘણી મદદ કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.