ETV Bharat / bharat

Lata Mangeshka Passed Away: લોકસભામાં ભારત રત્ન લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

author img

By

Published : Feb 7, 2022, 5:39 PM IST

લોકસભામાં ભારત રત્ન લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ(Tribute to Bharat Ratna Lata Mangeshkar)આપવામાં આવી હતી. લતા મંગેશકરનું રવિવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં (Breach Candy Hospital, Mumbai)નિધન થયું હતું. લતા મંગેશકરની 92 વર્ષની ઉંમર હતી. મુંબઈમાં સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

Lata Mangeshka Passed Away: લોકસભામાં ભારત રત્ન લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપવામાં આવી
Lata Mangeshka Passed Away: લોકસભામાં ભારત રત્ન લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

નવી દિલ્હીઃ સંસદના બજેટ સત્રના છઠ્ઠા દિવસે લોકસભામાં ભારત રત્ન લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ (Tribute to Bharat Ratna Lata Mangeshkar in Lok Sabha)આપવામાં આવી હતી. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે લતા મંગેશકરને ફિલ્મ જગત સાથે જોડાયેલા ઘણા સન્માન મળ્યા. બિરલાએ જણાવ્યું કે 1969માં લતા મંગેશકરને પદ્મ ભૂષણથી(Padma Bhushan to Lata Mangeshkar) નવાજવામાં આવ્યા હતા. 2009માં લતા મંગેશકરને દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.

સંગીત મહારાણી લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ

આ પહેલા સંગીત મહારાણી લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપ્યા(Lata Mangeshka Passed Away) બાદ તેમના સન્માનમાં સોમવારે રાજ્યસભાની કાર્યવાહી એક કલાક માટે સ્થગિત કરવામાં આવી હતી. સવારે 10 વાગ્યે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ ત્યારે અધ્યક્ષ એમ વેંકૈયા નાયડુએ લતા મંગેશકરના નિધનનો ઉલ્લેખ કર્યો. સભ્યોએ થોડી ક્ષણો મૌન પાળીને તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ પછી નાયડુએ તેમના સન્માનમાં ગૃહને એક કલાક માટે સ્થગિત કરી દીધું.

આ પણ વાંચોઃ Imran Khan on Lata Mangeshkar: વિશ્વએ એક મહાન ગાયક ગુમાવ્યા છેઃ ઈમરાન ખાન

લતા મંગેશકરના અવસાન સાથે એક યુગનો અંત આવ્યો

સંગીતની દુનિયામાં લતા મંગેશકર દ્વારા ભજવવામાં આવેલી નોંધપાત્ર ભૂમિકાને યાદ કરતાં નાયડુએ કહ્યું હતું કે તેમના અવસાન સાથે એક યુગનો અંત આવ્યો છે અને દેશને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. તેમણે કહ્યું કે છેલ્લા સાત દાયકામાં લતા મંગેશકરે કેટલીક વિદેશી ભાષાઓ સહિત 36 ભાષાઓમાં 25 હજારથી વધુ ગીતો ગાયા અને પોતાના સુરીલા અવાજથી દેશ અને દુનિયાને મંત્રમુગ્ધ કરી દીધા. તેમણે કહ્યું કે લતા મંગેશકર 1999 થી 2005 સુધી રાજ્યસભાના નામાંકિત સભ્ય હતા.

આ પણ વાંચોઃ લતા મંગેશકર પંચતત્વમાં વિલીન, ભાઈએ અગ્નિદાહ આપ્યો, બોલિવૂડથી લઈને રાજનેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.