ETV Bharat / bharat

લાસ્ટ ફિલ્મ શો 95 સિનેમાઘરોમાં 95 રૂપિયાની ટિકિટની કિંમતમાં જોઇ શકાશે

author img

By

Published : Oct 10, 2022, 4:53 PM IST

લાસ્ટ ફિલ્મ શો 95 સિનેમાઘરોમાં 95 રૂપિયાની ટિકિટની કિંમતમાં જોઇ શકાશે
લાસ્ટ ફિલ્મ શો 95 સિનેમાઘરોમાં 95 રૂપિયાની ટિકિટની કિંમતમાં જોઇ શકાશે

ભારતની 95માં ઓસ્કાર સિલેક્શન ફિલ્મ "લાસ્ટ ફિલ્મ શો" 95 સિનેમાઘરોમાં 95 રૂપિયાની ટિકિટ કિંમત (Last film show tickets rate) પર રિલીઝ કરવામાં આવશે. ફિલ્મના શીર્ષકને લઈને થઇ રહેલ બહુ બધી ચર્ચાઓને ધ્યાનમાં રાખીને, "લાસ્ટ ફિલ્મ શો" (last film show) ના નિર્માતાઓ આ ફિલ્મને ગુરુવાર, તારીખ 13મી ઑક્ટોબરના છેલ્લા શોઝમાં રિલીઝ કરી રહ્યાં છે.

ભારતની 95માં ઓસ્કાર સિલેક્શન ફિલ્મ "લાસ્ટ ફિલ્મ શો" 95 સિનેમાઘરોમાં 95 રૂપિયાની ટિકિટ (Last film show tickets rate) કિંમત પર રિલીઝ થશે. ઓસ્કાર માટે ભારતની ઓફિશ્યિલ એન્ટ્રી લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો) ના થિયેટર રિલીઝ માટે દર્શકોની ઉત્તેજના ખૂબ જ છે. ફિલ્મના શીર્ષકને લઈને થઇ રહેલ બહુ બધી ચર્ચાઓને ધ્યાનમાં રાખીને, "લાસ્ટ ફિલ્મ શો" ના નિર્માતાઓ આ ફિલ્મને ગુરુવાર તારીખ 13મી ઑક્ટોબરના છેલ્લા શોઝમાં રિલીઝ કરી રહ્યાં છે.

રૂપિયા 95 ની ફિલ્મની ટિકિટ જ્યારે ગુજરાતી ભાષાની આ કમિંગ ઓફ ઍજ ડ્રામા ફિલ્મ શુક્રવારના રોજ સમગ્ર ભારતના થિયેટરમાં રિલીઝ થવાની હતી ત્યારે પ્રેક્ષકો હવે તેને ગુરુવારે રાત્રે એટલે કે એક દિવસ અગાઉથી જોઈ શકશે. એટલું જ નહીં 95માં એકેડેમી એવૉર્ડ માટે તેની પસંદગીને ધ્યાનમાં રાખીને, લાસ્ટ ફિલ્મ શો હવે સિનેમાઘરોમાં રૂપિયા 95 ની ટિકિટ ના ભાવ સાથે રજુ કરાશે!

લાસ્ટ ફિલ્મ શો નિર્માતાઓ દ્વારા "લાસ્ટ ફિલ્મ શો" (last film show) ને એક દિવસ અગાઉથી અને ન્યુનતમ ભાવે રજુ કરીને શક્ય તેટલા દેશભરના પ્રેક્ષકોને ફિલ્મ જોવા લાવવાની આ એક આવકારદાયક પહેલ છે. આ સમાચાર શેર કરતાં નિર્દેશક પાન નલિને જણાવ્યું હતું કે, "અમારી ફિલ્મ લાસ્ટ ફિલ્મ શો (last film show) માટે ચાહકોમાં ભારે ઉત્સાહ છે અને અમે બધા તેને ગુરુવારના 'લાસ્ટ શો'માં રિલીઝ કરવા માટે ખૂબ જ ખુશ છીએ" આ ઉપરાંત રૂપિયાની 95ની કિંમતે 95 સિનેમાઘરોમાં રિલીઝ કરીને 95માં ઓસ્કારમાં તેની પસંદગીને સેલિબ્રેટ કરવા માટે આનાથી વધુ સારી રીત કઈ હોઈ શકે !

ભારતભરના પ્રેક્ષકો રોય કપૂર ફિલ્મ્સના (last film show) નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂર અને જુગાડ મોશન પિક્ચર્સ તરફથી ધીર મોમાયાએ સંયુક્ત રીતે જણાવ્યું હતું કે, "અમે રોમાંચિત છીએ કે અમારી ફિલ્મ "લાસ્ટ ફિલ્મ શો" (last film show) આખરે તેના પ્રોપર સ્થાન સુધી પહોંચી રહી છે. સિનેમેટિક બિગ સ્ક્રીન અમારા પ્રદર્શકો સાથે, અમે 95 સિનેમાઘરોમાં 95 રૂપિયાની ટિકિટના ભાવે ફિલ્મને ગુરુવારે છેલ્લા શોઝમાં રિલીઝ કરી રહ્યાં છીએ. ભારતભરના પ્રેક્ષકોએ અમારી ફિલ્મ માટે જે પ્રેમ અને ઉત્સાહ દર્શાવ્યો છે તેનું સન્માન કરવાની આ અમારી નમ્ર રીત છે. ફિલ્મ દરમિયાન મળીશું!"

ઈટાલિયન સિનેમાઘરો "લાસ્ટ ફિલ્મ શો" (last film show) નિર્માણ રોય કપૂર ફિલ્મ્સ, જુગાડ મોશન પિક્ચર્સ, મોનસૂન ફિલ્મ્સ અને છેલ્લો શો એલએલપી દ્વારા કરવામાં આવ્યું છે. PVR સાથે ભાગીદારીમાં રોય કપૂર ફિલ્મ્સ ભારતમાં ફિલ્મનું પ્રમોશન કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ યુએસએમાં સેમ ગોલ્ડવિન ફિલ્મ્સ અને ફ્રાન્સમાં ઓરેન્જ સ્ટુડિયો દ્વારા રિલીઝ કરવામાં આવશે. શોચીકુ સ્ટુડિયો અને મેડુસા અનુક્રમે જાપાની અને ઈટાલિયન સિનેમાઘરોમાં ફિલ્મ લાવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.