ETV Bharat / bharat

જૈશના આતંકવાદીઓ દ્વારા અજિત ડોભાલની ઓફિસની રેકી, સુરક્ષા એજન્સીઓ સજાગ

author img

By

Published : Feb 13, 2021, 2:25 PM IST

જૈશ આતંકવાદીઓ અજિત ડોભાલની ઓફિસની રેકી કરી, સુરક્ષા એજન્સીઓએ એલર્ટ કરી દીધું છે
જૈશ આતંકવાદીઓ અજિત ડોભાલની ઓફિસની રેકી કરી, સુરક્ષા એજન્સીઓએ એલર્ટ કરી દીધું છે

જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા આતંકવાદી હિદાયત-ઉલ્લાહ મલિક પાસેથી રેકીનો વીડિયો મળ્યા બાદ NSA અજિત ડોભાલની સુરક્ષા વધારવામાં આવી છે.

  • ડોભાલની ઓફિસમાં રેકીનો વીડિયો મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ સજાગ
  • દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી
  • મલિકે ડોભાલની ઓફિસ અને શ્રીનગરના અન્ય વિસ્તારોના વીડિયો રેકોર્ડ કર્યા

નવી દિલ્હી: દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી હિદાયત-ઉલ્લાહ મલિકની નજીક ડોભાલની ઓફિસમાં રેકીનો વીડિયો મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ સજાગ થઈ ગઈ છે.

જૈશ-એ-મોહમ્મદ આતંકવાદીની એક વીડિયો ટેપ મળી આવી હતી

આતંકવાદીએ ગયા વર્ષે આ રેકી કરી હતી. મલિકે ડોભાલની ઓફિસ અને શ્રીનગરના અન્ય વિસ્તારોના વીડિયો રેકોર્ડ કર્યા હતા. તેમજ પાકિસ્તાનમાં તેના હેન્ડલર્સને મોકલ્યા હતા. આ માહિતી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, 2016 માં ઉરી સર્જિકલ સ્ટ્રાઈક અને 2019 માં બાલાકોટ હવાઈ પ્રહાર બાદ ડોભાલ પાકિસ્તાનથી સંચાલિત આતંકવાદી જૂથોનું નિશાન રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.