ETV Bharat / bharat

Vibrant Summit 2024: કોરોના જેવા વાયરસ સામે રક્ષણ મળી રહે તે માટે ઈન્સ્ટાશિલ્ડ કંપનીએ MoU કર્યા

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 18, 2024, 11:59 AM IST

ઈન્સ્ટાશિલ્ડ નામક એક મેડટેક વેલનેસ કંપનીએ ગાંધીનગર ખાતે યોજાયેલ વાયબ્રન્ટ સમિટ 2024માં ગુજરાત સરકાર સાથે એમએઓયુ કર્યા છે. આ એમઓયુ કંપની અને રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ વચ્ચે કરવામાં આવ્યા છે. આ એમઓયુ રિવોલ્યૂશનાઈઝિંગ વાયરસ ડીસરપ્શન સંદર્ભે થયા છે. Instashield Government of Gujarat Rs 45 Cr Medtech Wellness Company

કોરોના જેવા વાયરસ સામે રક્ષણ મળી રહે તે માટે ઈન્સ્ટાશિલ્ડ કંપનીએ MoU કર્યા

નોઈડા(ઉત્તર પ્રદેશ): ગાંધીનગર ખાતે યોજાયેલ વાયબ્રન્ટ સમિટ 2024માં ગુજરાત સરકાર સાથે ઈન્સ્ટાશિલ્ડ નામક એક મેડટેક વેલનેસ કંપનીએ એમએઓયુ કર્યા છે. આ એમઓયુ કંપની અને રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ વચ્ચે કરવામાં આવ્યા છે. આ એમઓયુ રિવોલ્યૂશનાઈઝિંગ વાયરસ ડીસરપ્શન સંદર્ભે થયા છે. આ એમઓયુને પરિણામે ઈન્સ્ટાશિલ્ડ કંપનીને આરએન્ડડીમાં તેમજ પ્રોડક્શન કરવામાં વ્યાપક તકો મળશે જેથી તે આ સેક્ટરમાં પોતાની હાજરી મજબૂત બનાવી શકશે. ગુજરાત સરકાર અને ઈન્સ્ટાશિલ્ડ કંપની બંને ગુજરાતના નાગરિકોના આરોગ્યની સુરક્ષાને પ્રાથમિકતા આપી રહ્યા છે.

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણના સચિવ હર્ષદ પટેલ તેમજ ઈન્સ્ટાશિલ્ડના ડાયરેક્ટર હિતેશ એમ પટેલ દ્વારા એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ઈન્સ્ટાશિલ્ડ કંપનીએ રાજ્યમાં 45 કરોડ રુપિયા રોકાણ કરવાની સહમતિ દર્શાવી છે. તેમજ રાજ્યના નાગરિકોને વધતા જતા વાયરસ(ખાસ કરીને કોરોના ફેમિલીના વાયરસ) આક્રમણથી બચાવા માટેની યોજના પણ લાગુ કરાશે.

ઈન્સ્ટાશિલ્ડના પ્રમોટર અને ડાયરેક્ટર હિતેશ એમ પટેલે વાયબ્રન્ટ સમિટ 2024ની થીમ 'ગેટવે ટૂ ધી ફ્યૂચર' થીમ સાથે પોતે જોડાઈને બહુ ઉત્સાહી છે તેવું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, કોરોનાના વિવિધ વાયરસ સામે લડવા માટે ગુજરાત સરકારનો સહયોગ કરી શકવા બદલ અમે ગૌરવ અનુભવીએ છીએ. ઈન્સ્ટાશિલ્ડ વૈશ્વિક પડકારો સામે લ ડવા માટે સક્ષમ છે તેમજ મને વિશ્વાસ છે કે આ એમઓયુને પરિણામે ગુજરાતના નાગરિકોના આરોગ્ય માટે મહત્વપૂર્ણ પ્રદાન થઈ શકશે.

હિતેશ પટેલ આગળ જણાવે છે કે, શ્રેષ્ઠ ભારત માટે યુનિવર્સિટી, ખાનગી અને જાહેર આરોગ્ય સંસ્થાઓનો સાથ, સહયોગ અને ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે ઈન્સ્ટાશિલ્ડ કંપની પ્રતિબદ્ધ છે. જેના એક ભાગ રુપે અમારી કંપની પોતાના એક નવા જ ઈનોવેશનું લોકાર્પણ કરવા જઈ રહી છે. કંપની દ્વારા તાજેતરમાં જ હૈદરાબાદ મલ્લા રેડ્ડી હેલ્થ સિટીમાં સફળ ક્લિનિકલ પરીક્ષણ પૂર્ણ કરવામાં આવ્યું છે. જેમાં બેક્ટેરિયા અને વાયરસને નિષ્ક્રિય કરતા ડિવાઈસનું નોંધનીય પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ઈન્સ્ટાશિલ્ડની અભૂતપૂર્વ ટેકનીક કોરોનાના વિવિધ વેરિઅન્ટ વાયરસના સંક્રમણ વિરુદ્ધ લડાઈમાં એક અજેય હથિયારના રુપે કાર્ય કરી રહી છે. એક સુરક્ષિત, પ્રભાવી અને પર્યાવરણના અનુકૂળ સમાધાન પ્રદાન કરવા માટે ઈન્સ્ટાશિલ્ડની પ્રતિબદ્ધતા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના લક્ષ્યો સાથે સહજતાથી સુમેળ સાધે છે. આ એમઓયુ ગુજરાતના નાગરિકોના આરોગ્યને પ્રાથમિકતા આપવાનો સંયુક્ત પ્રયાસ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.