ETV Bharat / bharat

Crude Oil Imports: ભારતનું સૌથી મોટું ક્રૂડ ઓઈલ સપ્લાયર બન્યું રશિયા

author img

By

Published : Apr 9, 2023, 6:21 PM IST

ક્રૂડ ઓઈલની આયાત બમણી
ક્રૂડ ઓઈલની આયાત બમણી

રશિયા-યુક્રેન સંઘર્ષ બાદ ભારત-રશિયા તેલ વેપાર મજબૂત થયો છે. માર્ચ મહિનામાં રશિયાથી ભારતની ક્રૂડ ઓઈલની આયાત બમણી થઈ ગઈ છે. આ સતત છઠ્ઠો મહિનો છે જ્યારે રશિયા ભારતનું સૌથી મોટું ક્રૂડ ઓઈલ સપ્લાયર રહ્યું છે.

નવી દિલ્હી: રશિયામાંથી ભારતની ક્રૂડ ઓઈલની આયાત વધીને માર્ચમાં 1.64 મિલિયન બેરલ પ્રતિ દિવસ (BPD)ની નવી ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે. આ રીતે ઈરાકની સરખામણીમાં ભારતની રશિયામાંથી તેલની આયાત બમણી થઈ ગઈ છે. ભારતની આયાતમાં રશિયાનો હિસ્સો વધીને 34 ટકા થઈ ગયો છે.

ભારત-રશિયા તેલ વેપાર મજબૂત: ઉર્જા શિપમેન્ટ પર દેખરેખ રાખનાર વોર્ટેક્સા અનુસાર રશિયા સતત છઠ્ઠા મહિને ભારતનું સૌથી મોટું ક્રૂડ ઓઇલ સપ્લાયર રહ્યું છે. રિફાઈનરી એકમોમાં ક્રૂડ ઓઈલનું પેટ્રોલ અને ડીઝલમાં રૂપાંતર થાય છે. રિફાઇનરી કંપનીઓ અન્ય ગ્રેડની તુલનામાં રાહત ભાવે ઉપલબ્ધ રશિયન તેલ ખરીદી રહી છે. ફેબ્રુઆરી 2022 માં રશિયા-યુક્રેન સંઘર્ષની શરૂઆત પહેલા ભારતની ક્રૂડ ઓઇલની આયાતમાં રશિયાનો બજારહિસ્સો 1 ટકાથી ઓછો હતો. માર્ચમાં રશિયાથી ભારતની ક્રૂડ ઓઈલની આયાત વધીને 1.64 મિલિયન બેરલ પ્રતિ દિવસ થઈ ગઈ છે.

આ પણ વાંચો: International News : તાઇવાનના રાષ્ટ્રપતિની યુએસ ટ્રીપ પછી ચીની જહાજો, એરક્રાફ્ટ મળી આવ્યા

ભારત વિશ્વનો ત્રીજો તેલ આયાતકાર દેશ: માર્ચમાં ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી ઈરાક કરતા બમણી થઈ છે. આ સમયગાળા દરમિયાન ઈરાકથી ક્રૂડ ઓઈલની આયાત પ્રતિદિન 8.1 લાખ બેરલથી વધુ થઈ છે. ઈરાક 2017-18થી ભારતનું સૌથી મોટું ક્રૂડ ઓઈલ સપ્લાયર હતું. ચીન અને અમેરિકા પછી ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો ક્રૂડ ઓઈલ આયાતકાર દેશ છે. યુક્રેન પર હુમલા બાદ પશ્ચિમે રશિયા પર પ્રતિબંધ લગાવતાં રશિયન ક્રૂડ ઓઇલ ડિસ્કાઉન્ટ ભાવે ઉપલબ્ધ છે અને ભારત તેની ભારે ખરીદી કરી રહ્યું છે.

આ પણ વાંચો: Global economy: વૈશ્વિક અર્થતંત્ર 2023માં તીવ્ર મંદીમાં રહેશે - IMF વડા

કયાં દેશોમાંથી કરે છે આયાત: વોર્ટેક્સા અનુસાર સાઉદી અરેબિયા માર્ચમાં 9.86 લાખ બેરલ પ્રતિ દિવસ સાથે ભારતનો બીજો સૌથી મોટો સપ્લાયર હતો. તે જ સમયે ઇરાક દરરોજ 8.21 લાખ બેરલના પુરવઠા સાથે ત્રીજા નંબરે હતું. માર્ચમાં UAE દરરોજ 3.13 લાખ બેરલ સાથે ભારતનું ચોથું સૌથી મોટું ક્રૂડ ઓઈલ સપ્લાયર બન્યું હતું. તેણે અમેરિકાને પાછળ છોડી દીધું. અમેરિકાએ માર્ચમાં ભારતને દરરોજ 1.36 લાખ બેરલ ક્રૂડ ઓઈલ સપ્લાય કર્યું હતું. ફેબ્રુઆરીમાં અમેરિકાથી ભારતની આયાત 2.48 લાખ બેરલ પ્રતિ દિવસ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.