India Meeting Updates: ઈન્ડિયા ગઠબંધનની મીટિંગનો મેઈન એજન્ડા છે બેઠક ફાળવણી

India Meeting Updates: ઈન્ડિયા ગઠબંધનની મીટિંગનો મેઈન એજન્ડા છે બેઠક ફાળવણી
ઈન્ડિયા ગઠબંધનની બેઠક શરદ પવારના ઘરે શરૂ થઈ છે. બેઠકોની ફાળવણી પર સૌ સહમત થાય તે મીટિંગનો મેઈન એજન્ડા છે. મીટિંગની અન્ય ચર્ચા વિચારણા વિશે કોઈ માહિતી બહાર આવી નથી. આ મીટિંગમાં કૉંગ્રેસ નેતા કે.સી. વેણુગોપાલ, એનસી નેતા ઉમર અબ્દુલ્લા, રાજદના તેજસ્વી યાદવ અને ડીએમકેના ટી.આર.બાલુ હાજર છે.
નવી દિલ્હીઃ ઈન્ડિયા ગઠબંધનની કો ઓર્ડિનેશન કમિટીની બેઠક એનસીપી નેતા શરદ પવારના ઘરે મળી છે. બેઠક પૂરી થાય ત્યારબાદ ચર્ચાયેલા સમગ્ર એજન્ડાની જાણકારી આપવામાં આવશે. ઈન્ડિયા ગઠબંધનની શરદ પવારના ઘરે મળનારી બેઠકમાં ડીએમકે, શિવસેના, એનસી, આપ તેમજ રાજદ નેતા હાજર રહ્યા છે. મીટિંગમાં જતા પહેલા નેતાઓના નિવેદન.
ડીએમકે નેતા ટી.આર. બાલુઃ બાલુ જણાવે છે કે બેઠક ફાળવણી પર ગંભીર ચર્ચા થશે. લોકસભા ચૂંટણી સંદર્ભે એજન્ડા ચર્ચાશે. 2024માં ભાજપ વિરૂદ્ધ અમે સૌ વિપક્ષ એક થઈને ચૂંટણી લડીશું.
શિવસેના નેતા સંજય રાઉતઃ ઈન્ડિયા ગઠબંધન દરેક ધર્મનું સમાન સન્માન કરે છે. આમાં કોઈ એન્ટિ હિન્દુ નથી. ભાજપ અમને એન્ટિ હિન્દુ ગણાવે છે તે અયોગ્ય છે. અમારુ ઈન્ડિયા ગઠબંધન દરેક ધર્મ, સંપ્રદાય, સમાજ, સમુદાયનું સમાન સન્માન કરે છે.
એનસી નેતા ઉમર અબ્દુલ્લાઃ બેઠક ફાળવણી સૌથી મોટો એજન્ડા છે. બેઠકોની ફાળવણીમાં કઈ કઈ સમસ્યાઓ આવી શકે છે તેના પર વિમર્શ કરીશું. ગઠબંધનના સભ્યોની સંખ્યા કઈ રીતે વધી શકે તેના પર પણ ચર્ચા થશે. અમે નવા પક્ષોને મળીશું, વિનંતી કરીશું કે લોકતંત્રને બચાવવા માટે ઈન્ડિયા ગઠબંધનના સહભાગી બને. નવા પક્ષો જોડાશે તેનાથી ઈન્ડિયા ગઠબંધનની મજબૂતીમાં વધારો થશે. વધુ મજબૂતીથી અમે લોકસભા ચૂંટણી લડીશું.
આપ નેતા રાઘવ ચઢ્ઢાઃ 1977માં પણ શક્તિશાળી સરકાર હતી. પરંતુ બેરોજગારી અને હિટલરશાહીના વિરોધમાં જનતા એક થઈ ગઈ અને શક્તિશાળી સરકાર પડી ભાંગી. આ જ રીતે આ વખતે પણ થવાનું છે. 2024માં અમે દરેક પક્ષો સાથે મળીને ભાજપને હરાવી દઈશું.
