ETV Bharat / bharat

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ મેટ્રો ફેજ-2 અને સુરત મેટ્રોનો શિલાન્યાસ કર્યો

author img

By

Published : Jan 18, 2021, 12:13 PM IST

Updated : Jan 18, 2021, 12:32 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદ મેટ્રોના ફેજ -2 અને સુરત મેટ્રો પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું છે. સુરત મેટ્રો પ્રોજેક્ટ અંદાજે 12020.32 રુપિયા છે.આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, તેમજ રાજ્યપાલ આચાર્યદેવવ્રત , મુખ્યપ્રધાન વિજય રુપાણી અને કેન્દ્રીય શહેરી વિકાસ પ્રધાન હરદીપ સિંહ પુરી પણ હાજર રહ્યા હતા.

  • અમદાવાદ મેટ્રોરેલનો ફેઝ–ટુનો પ્રોજેક્ટનો ખર્ચ 5 હજાર 384 કરોડ રૂપિયા
  • મોટેરાથી મહાત્મા મંદિર સુધી કોરોડિર બનશે
  • સરકાર કઈ રીતે કામ કરી રહી છે તેનું ઉદાહરણ મેટ્રો ટ્રેના વિસ્તરણથી અંદાજો લગાવી શકાય

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્રમ મોદીએ આજે અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટના ફેજ-2 અને સુરત મેટ્રો પ્રોજેક્ટ માટે ભુમિપૂજન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આયોજિત કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન વિજય રુપાણી અને કેન્દ્રીય શહેરી વિકાસ પ્રધાન હરદીપ સિંહ પુરી પણ ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદમાં 28.25 કિમીના 2 કૉરિડોર રહેશે

અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટના બીજા તબક્કામાં કુલ 28.25 કિલોમીટરની લંબાઈના 2 કૉરિડોર રહેશે. પ્રથમ કૉરિડોર મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધી રહેશે. જેની કુલ લંબાઈ 22.83 કિલોમીટરની રહેશે. જ્યારે બીજા તબક્કામાં જેએનએલયૂથી ગિફ્ટ સીટી સુધી હશે. જેની કુલ લંબાઈ 5.41 કિલોમીટરની હશે.આ પરિયોજના ઓ પર કુલ ખર્ચ રૂ. 5384.17 કરોડ થશે. સુરત મેટ્રો પ્રોજેક્ટ માટે કુલ ખર્ચ 12020.32 કરોડ રુપિયા છે.આ કૉરિડોર 20 સ્ટેશનો- સરથના, નેચર પાર્ક, કપોદરા, લાભેશ્વર ચોક એરિયા, સેન્ટલ વેર હાઉસ, સુરત રેલવે સ્ટેશન, મસ્કટી હોસ્પિટલ, ગાંધી બાગ, મજૂર ગેટ, રુપાણી કનાલ, ડ્રીમ સિટીને જોડે છે.બીજો કૉરિડોર ભેસન થી સરોલી લાઈનનો છે. જે 18.74 કિલોમીટર લાંબો છે. જેમાં 18 મેટ્રો સ્ટેશનો ભેસન, ઉગાટ, વરિગ્રહ, પાલનપુર રોડ, એલપી સાવની સ્કુલ, ઉડાજન ગામ, એક્વેરિયમ, મજૂર ગેટ, કામેલા દરવાજા, મગોબ અને સરોલીને જોડે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને બીજી સૌથી મોટી ભેટ આપી છે. વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યથી સુરત અને અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે. આજથી અમદાવાદમાં 17 હજાર કરોડ રુપિયાથી વધુ ઈન્ફાસ્ટ્રક્ચરનું કામ શરુ થશે. કોરોનાકાળમાં પણ ઈન્ફાસ્ટ્રક્ચરના નિર્માણને લઈ દેશનો પ્રયાસ સતત વધી રહ્યો છે.

વર્ષ 2014 પહેલાના 10-12 વર્ષોમાં માત્ર 225 કિમી મેટ્રો લાઈન ચાલું હતી. છેલ્લા 6 વર્ષમાં 450 કિમીથી વધુ મેટ્રો નેટવર્ક ચાલુ થઈ ચુકી છે. અમદાવાદ બાદ સુરત ગુજરાતનો બીજું સૌથી મોટું શહેર છે. જે મેટ્રો જેવા આધુનિક પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમથી જોડશે. સુરતમાં મેટ્રો નેટવર્ક એક પ્રકારે સમગ્ર શહેરમાં મહત્વપુર્ણ વેપાર માટે કનેક્ટ રહેશે.

વર્ષ 2014 પહેલાના 10-12 વર્ષોમાં માત્ર 225 કિમી મેટ્રો લાઈન ચાલું હતી. છેલ્લા 6 વર્ષમાં 450 કિમીથી વધુ મેટ્રો નેટવર્ક ચાલુ થઈ ચુકી છે. અમદાવાદ બાદ સુરત ગુજરાતનો બીજું સૌથી મોટું શહેર છે. જે મેટ્રો જેવા આધુનિક પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમથી જોડશે. સુરતમાં મેટ્રો નેટવર્ક એક પ્રકારે સમગ્ર શહેરમાં મહત્વપુર્ણ વેપાર માટે કનેક્ટ રહેશે.

અમદાવાદ અને ગાંધીનગરને જોડશે મેટ્રો

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2 અમદાવાદના મેટ્રો રેલના જે પ્રોજેક્ટ ફેઝ-1 છે, તેનું વિસ્તરણ છે. આ સાથે જ ફેજ 2 અમદાવાદ અને ગાંધીનગરને મેટ્રોથી જોડશે. આ સાથે જ અમદાવાદમાં મેટ્રો પ્રોજેક્ટ 40 કિલોમીટર લંબાઈનો છે જેમાંથી 6.5 કિલોમીટર સુધીનું કામ 2019માં પૂર્ણ થઈ ગયું છે. આ સાથે બાકી રહેલા 34 કિલોમીટરની કામગીરી છે. તે ભારતની આઝાદીનાં 75 વર્ષની ઉજવણી સાથે એટલે કે ઓગસ્ટ 2022માં પૂર્ણ થાય તે પ્રકારનું આયોજન તંત્ર દ્વારા હાલ કરવામાં આવ્યું છે.

2 કોરિડોરની લંબાઈ 5.4 કિલોમીટર

મેટ્રો પ્રોજેક્ટનાં ફેસ જૂના કોરિડોર એક માટેની સંપૂર્ણ લંબાઈને જ વાત કરે તો મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધીની લંબાઇ 22.8 કિલોમીટરની છે. આ સાથે જ આગામી ભવિષ્યમાં અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને મેટ્રોથી જોડવામાં આવે તે માટેની પણ જોગવાઈ કરવામાં આવી છે. મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિરની વચ્ચે 30 સ્ટેશનો એલિવેટેડ કરવામાં આવશે સાથે જ GNLUથી ગિફ્ટ સિટી સુધીના બે એલિવેટેડ સ્ટેશન અને સાથે બે કોરિડોરની લંબાઈ 5.4 કિલોમીટરની છે. GNLU નજીક ટ્રેન ઇન્ટરચેન્જ માટેની સુવિધા સાબરમતી નદીના પુલ પર કરવામાં આવી છે.

Last Updated :Jan 18, 2021, 12:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.