ETV Bharat / bharat

ચંદીગઢમાં ભારતીય સેનાએ 3 દિવસમાં 100 બેડની કોવિડ હોસ્પિટલ બનાવી

author img

By

Published : May 10, 2021, 2:54 PM IST

ચંદીગઢમાં ભારતીય સેનાએ 3 દિવસમાં 100 બેડની કોવિડ હોસ્પિટલ બનાવી
ચંદીગઢમાં ભારતીય સેનાએ 3 દિવસમાં 100 બેડની કોવિડ હોસ્પિટલ બનાવી

દેશમાં કોરોનાની વિકટ પરિસ્થિતિમાં ભારતીય સેના પણ કોરોનાના દર્દીઓની મદદ માટે આગળ આવી છે. ત્યારે ચંડીગઢમાં ભારતીય સેનાએ કોરોનાના દર્દીઓની સારવાર માટે 3 દિવસમાં 100 બેડની હોસ્પિટલ ઉભી કરી છે. અહીં 24 કલાક ડોક્ટર અને મેડિકલ સ્ટાફ ઉપલબ્ધ રહેશે.

  • ભારતીય સેના ફરી કોરોનાના દર્દીઓની મદદ કરવા આગળ આવી
  • ચંદીગઢમાં ભારતીય સેનાએ 3 દિવસમાં 100 બેડની હોસ્પિટલ ઉભી કરી
  • 24 કલાક ડોક્ટર અને મેડિકલ સ્ટાફ ઉપલબ્ધ રહેશે
ચંદીગઢમાં ભારતીય સેનાએ 3 દિવસમાં 100 બેડની હોસ્પિટલ ઉભી કરી
ચંદીગઢમાં ભારતીય સેનાએ 3 દિવસમાં 100 બેડની હોસ્પિટલ ઉભી કરી

ચંદીગઢઃ ચંદીગઢમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. તેવામાં ભારતીય સેના હવે અહીં મદદ માટે આગળ આવ્યું છે. શહેરમાં 4 મુખ્ય સરકારી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને દાખલ કરવામાં આવી રહ્યા છે, પરંતુ હવે તમામ હોસ્પિટલ હાઉસફૂલ થઈ ગઈ છે. તેવામાં દર્દીઓને બેડ મેળવવામાં મુશ્કેલી થઈ રહી છે.

આ પણ વાંચોઃ જામનગરમાં આજથી મ્યૂકોરમાઇકોસિસ રોગના દર્દીઓ માટે મેન્ટલ હોસ્પિટલ ખાતે સારવાર કેન્દ્ર શરૂ થશે

પંજાબ યુનિવર્સિટીના ઈન્ટરનેશનલ હોસ્પિટલમાં ભારતીય સેનાએ બનાવી હોસ્પિટલ

પંજાબ યુનિવર્સિટીના ઈન્ટરનેશનલ હોસ્પિટલમાં ભારતીય સેના દ્વારા 100 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જોકે, ચંદીગઢમાં ઘણા કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યા છે, જ્યાં દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે, પરંતુ જો દર્દી ગંભીર રીતે બીમાર છે તો તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.

આ પણ વાંચોઃ ડો. પારુલ વડગામા પોતાની 9 વર્ષની બાળકીને છોડીને કરી રહી છે કોરોના દર્દીઓ સેવા

ચંદીગઢ તંત્રએ પણ હોસ્પિટલ ઉભી કરવામાં મદદ કરી

ભારતીય સેના દ્વારા તૈયાર કરવામાં આવેલી હોસ્પિટલનું સોમવારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન પંજાબના રાજ્યપાલ અને ચંદીગઢના પ્રશાસક વી. પી. સિંહ બદનોર ખાસ કરીને કોવિડ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. આ સાથે જ તમામ લોકોએ હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું હતું. ચંદીગઢ તંત્રએ પણ આ હોસ્પિટલ તૈયાર કરવામાં મદદ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.