ETV Bharat / bharat

Jammu Kashmir News: શ્રીનગર-બારામુલા હાઈવે પર જવાનોએ આતંકવાદી હુમલો નિષ્ફળ બનાવ્યો, ભયંકર વિસ્ફોટક આઈઈડી(IED)ને નિષ્ક્રિય કરવામાં સફળતા મળી

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 11, 2023, 12:01 PM IST

જમ્મુ કાશ્મીરમાં વધુ એક આતંકી હુમલો નિષ્ફળ
જમ્મુ કાશ્મીરમાં વધુ એક આતંકી હુમલો નિષ્ફળ

જમ્મુ-કાશ્મીરના શ્રીનગર બારામુલા નેશનલ હાઈવે પર સીક્યુરિટી એજન્સીએ એક મોટો આતંકી હુમલો નિષ્ફળ બનાવ્યો. હાઈવે પર મળેલા બોમ્બને જવાનોએ નિષ્ક્રિય કર્યો. આ ઓપરેશન જમ્મુ-કાશ્મીર પોલીસ, સેના અને બીએસએફએ સંયુક્ત રીતે પાર પાડ્યું. વાંચો સમગ્ર ઘટનાક્રમ

બારામુલાઃ જમ્મુ-કાશ્મીરના હંજીવેરા પટ્ટન વિસ્તારમાંથી શ્રીનગર-બારામુલા નેશનલ હાઈવે પસાર થાય છે. આ હાઈવે પર એક બોમ્બ મળ્યો હોવાની સૂચના મળતા સિક્યુરિટી એજન્સી સતર્ક થઈ ગઈ. ઘટનાસ્થળે પહોંચીને બોમ્બને કોર્ડન કરવામાં આવ્યો. આ હાઈવે પર ટ્રાફિકને અટકાવી દેવામાં આવ્યો. ત્યારબાદ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને સૂચના આપી દેવાઈ. સૈનિકોને આ બોમ્બ નિષ્ક્રિય કરવામાં સફળતા મળી અને એક મોટો વિસ્ફોટક હુમલો ટળી ગયો.

શંકાસ્પદ અને બિનવારસી વસ્તુની ખબર મળીઃ સૂત્રો અનુસાર હંજીવેરા પટ્ટનના શ્રીનગર-બારામુલા નેશનલ હાઈવે પર એક શંકાસ્પદ અને બિનવારસી વસ્તુ જોવા મળી હતી. સિક્યુરિટી એજન્સીએ આ ખબરને મહત્વની ગણી ઘટનાસ્થળે તપાસ કરી. તપાસમાં આઈઈડી (એક પ્રકારનો બોમ્બ) હોવાનું સામે આવ્યું. સીનિયર ઓફિસર્સને સત્વરે જાણ કરી દેવાઈ અને હાઈવે પરનો સમગ્ર ટ્રાફિક અટકાવી દેવાયો. ઘટનાસ્થળે જમ્મુ-કાશ્મીર પોલીસ, સેના અને બીએસએફના જવાનોએ મામલો સંભાળી લીધો. શંકાસ્પદ વસ્તુની ચકાસણીમાં તે આઈઈડી હોવાનું બહાર આવ્યું.

બહુ ઓછા સમયમાં બોમ્બને નિષ્ક્રિય કરાયોઃ આઈઈડીને સત્વરે નિષ્ક્રિય કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. આપણા જવાનોને આ બોમ્બને નિષ્ક્રિય કરવામાં સફલતા મળી. રવિવારે બારામુલા વિસ્તારમાંથી આંતકવાદી સંગઠન 'લશ્કર' સંગઠન સાથે સંકળાયેલા 3 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ પાસેથી ભારે માત્રામાં હથિયાર અને વિસ્ફોટક સામગ્રી પકડાઈ હતી. પોલીસ આ આરોપીઓની વધુ તપાસ કરી રહી છે.

રવિવારે 3 આતંકવાદીઓની ધરપકડ થઈ હતીઃ પોલીસ તપાસમાં આ આરોપીઓ લતીફ અહમદ ડાર, શૌકત લોન અને ઈશરત રસૂલ હોવાનું બહાર આવ્યું છે. આ ત્રણ આરોપીઓ પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર-એ-તોઈબાના મદદગાર તરીકે કાર્યરત હતા. તેઓ યુવાનોનું બ્રેઈનવોશ કરી તેમને આતંકવાદી સંગઠનમાં સામેલ કરવામાં માહેર હતા. તેઓ ઉમર લોન અને એફટી ઉસ્માન જેવા ખતરનાક આતંકવાદીઓના સંપર્કમાં હોવાનું પણ જાણવા મળ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને ડામવા ઘણા મોટા પાયે વિવિધ અભિયાનો કાર્યરત છે.

  1. જમ્મુ-કાશ્મીરના બિજબેહાડામાં IED વિસ્ફોટ, કોઈ જાનહાનિ નહીં
  2. શ્રીનગરમાં ગેસ સિલિન્ડરમાં IED મળી આવ્યો, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડે નિષ્ક્રિય કર્યો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.