ETV Bharat / bharat

Mukul Roy: ગુમ થયાના અહેવાલ બાદ મુકુલ રોયનું નિવેદન - હું ભાજપ સાથે રહેવા માંગુ છું, અમિત શાહને મળવા માંગુું છું

TMCના નેતા મુકુલ રોય સોમવારે સાંજથી ગુમ થયા હોવાના માહિતી મળી હતી. તેમના પુત્રએ જણાવ્યું હતું કે તેઓ દિલ્હી જવા રવાના થયા છે, પરંતુ તેઓ ત્યાં પહોંચ્યા નથી. જો કે હવે ખબર પડી કે મુકુલ રોય દિલ્હી પહોંચી ગયા છે.

Mukul Roy
Mukul Roy
author img

By

Published : Apr 19, 2023, 10:53 AM IST

કોલકાતા: મુકુલ રોય સોમવારે રાત્રે કોઈ અંગત કામ માટે દિલ્હી ગયા હતા. જોકે તેના પરિવારે શરૂઆતમાં દાવો કર્યો હતો કે તે ગુમ થઈ ગયા હતા. સાથે જણાવ્યું કે ભાજપે ટીએમસી નેતાનો ઉપયોગ કરીને ગંદી રાજનીતિ ન રમવી જોઈએ. જો કે ત્યારબાદ મુકુલ રોય દિલ્હી પહોંચી ગયાના સમાચાર આવ્યા હતા.

શું કહ્યું મુકુલ રોય: રોયે કહ્યું, 'હું થોડા સમયથી અસ્વસ્થ હતો, તેથી હું રાજકારણથી દૂર હતો. પરંતુ હવે હું ઠીક છું અને ફરી રાજકારણમાં સક્રિય થઈશ. હું બીજેપીનો ધારાસભ્ય છું. હું ભાજપ સાથે રહેવા માંગુ છું. પાર્ટીએ અહીં મારા રહેવાની વ્યવસ્થા કરી છે. હું અમિત શાહને મળવા અને જેપી નડ્ડા સાથે વાત કરવા માંગુ છું. તેઓ તૃણમૂલ કોંગ્રેસ સાથે ક્યારેય સંબંધ નહીં રાખે. રોયે તેમના પુત્ર શુભાંશુને પણ એક સલાહ આપી હતી. તેમણે કહ્યું કે શુભ્રાંશુએ પણ ભાજપમાં જોડાવું જોઈએ કારણ કે તે તેમના માટે સૌથી યોગ્ય રહેશે.

આ પણ વાંચો: Karnataka Election 2023: કોણ છે KGFની સૌથી ધનિક મહિલા ઉમેદવાર કે જેની પાસે છે 1743 કરોડની સંપત્તિ

ભાજપમાં જોડાય એવી અટકળો: રાજકારણમાં એવી અટકળો ચાલી રહી છે કે રોય ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાઈ શકે છે. તેના પર શુભાંશુએ કહ્યું કે તેના પિતા 'ખૂબ જ બીમાર' છે અને તેઓ 'ડિમેન્શિયા અને પાર્કિન્સન રોગ'થી પીડિત છે. તેણે કહ્યું કે મારા પિતાની માનસિક સ્થિતિ સારી નથી. હું દરેકને વિનંતી કરું છું કે બીમાર વ્યક્તિ પર રાજકારણ ન કરો. તેના ગુમ થયા બાદ મેં ગત રાત્રે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી.

આ પણ વાંચો: Defamation Case: રાહુલ ગાંધીએ પટના સાંસદ/ધારાસભ્ય કોર્ટની નોટિસને હાઈકોર્ટમાં પડકારી

ભાજપમાંથી મેળવી હતી જીત: ઉલ્લેખનીય છે કે ટીએમસી નેતૃત્વ સાથે મતભેદો બાદ રોય 2017માં ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા. તેમને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. રોયે 2021ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર જીત મેળવી હતી, પરંતુ પરિણામો જાહેર થયાના લગભગ એક મહિના પછી તેઓ TMCમાં પાછા ફર્યા હતા. ટીએમસીમાં પરત ફર્યા બાદથી તેઓ લોકોની નજરથી દૂર રહ્યા છે. તેમની ખરાબ તબિયતને ટાંકીને, તેમણે ગયા વર્ષે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષનું પદ છોડી દીધું હતું.

(PTI-ભાષા)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.