ETV Bharat / bharat

Aajnu Rashifal: આજે આ રાશિના લોકોએ ખોટી જગ્યાએ નાણાંનું રોકાણ ન કરી બેસો તે અંગે સાવચેત રહેવું પડશે

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 30, 2023, 4:41 AM IST

Etv BharatAajnu Rashifal
Etv BharatAajnu Rashifal

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે, બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે Etv Bharat પર વાંચો આજનું રાશિફળ.

અમદાવાદ : 30 સપ્ટેમ્બર 2023ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યા હાથ છોડી શકાય. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: ચંદ્રનું ભ્રમણ આજે 30 સપ્ટેમ્બર, 2023 શનિવારના દિવસે મીન રાશિમાં છે જે આપની રાશિથી દ્વાદશ ભાવમાં છે. આજે આપે સાવચેતીપૂર્વક દિવસ પસાર કરી લેવો જોઇએ. આપનું સ્વાસ્થ્ય નરમગરમ રહે અને શરદી-તાવની તકલીફ થાય તેવી શક્યતા છે. આપે પ્રિયજનો માટે આજે ઓછો સમય ફાળવી શકશો. કોઇનું ભલું કરવા જતા પોતાના જ કાર્યો અટકી ના પડે તેનું ધ્યાન રાખવાની સલાહ છે. આપને મનનો અજંપો દૂર કરવા માટે ધર્મ અને સંસારને લગતી પ્રવૃત્તિઓમાં વધુ રસ લેવાની સલાહ છે. આપ ખોટી જગ્યાએ નાણાંનું રોકાણ ન કરી બેસો તે અંગે સાવચેત રહેવું પડશે.

વૃષભ: ચંદ્રનું ભ્રમણ આજે 30 સપ્ટેમ્બર, 2023 શનિવારના દિવસે મીન રાશિમાં છે જે આપની રાશિથી એકાદશ ભાવમાં છે. આપના કુટુંબમાં સુખશાંતિભર્યું વાતાવરણ જળવાશે. પરિવારજનો અને મિત્રો સાથે આપ મોજમસ્તી માણી શકશો. આપના વેપાર ધંધામાં વૃદ્ધિ થશે અને આપની આવક પણ વધશે. સુંદર સ્થળોએ પ્રવાસ પર જવાનું થાય તેવી પણ શક્યતા છે. મહિલાઓથી લાભ અને માનપાન મેળવી શકશો. ધંધામાં સંપર્ક વધશે અને તેનાથી લાભ થશે. સંતાનો અને પત્ની તરફથી સારા સમાચાર મળતા આનંદ અનુભવશો. લગ્નજીવનમાં આનંદ વ્યાપશે.

મિથુન: ચંદ્રનું ભ્રમણ આજે 30 સપ્ટેમ્બર, 2023 શનિવારના દિવસે મીન રાશિમાં છે જે આપની રાશિથી દશમ ભાવમાં છે. આપના શરીર અને મન સ્વસ્થ તેમ જ આનંદમાં રહેશે. ઓફિસમાં લોકો આપના કામના વખાણ કરશે. ઉચ્ચ અધિકારીઓ પણ તમારા કામની સરાહના કરીને પ્રોત્સાહન આપશે. આપની પદોન્નતિ પણ થઇ શકે છે. લોકો વચ્ચે આપનું માન-પાન વધશે. સરકારી કામકાજમાં સફળતા મેળવી શકશો તેમ જ પારિવારિક જીવન પણ મોજમસ્તીથી ભરપૂર રહેશે.

કર્ક: ચંદ્રનું ભ્રમણ આજે 30 સપ્ટેમ્બર, 2023 શનિવારના દિવસે મીન રાશિમાં છે જે આપની રાશિથી નવમ ભાવમાં છે. આજે આપ ધાર્મિક પ્રવૃત્તિઓ કરશો તેમજ ધાર્મિક સ્થળોની મુલાકાત લેશો. આપનું શરીર અને મન આનંદિત રહેશે. આપનું નસીબ જાગે તેવી પણ શક્યતા છે. સહોદરો સાથે પણ સારો સમય માણી શકશો. વિદેશના પ્રવાસે જવાનું થાય તેવી પણ શક્યતા છે. નોકરીમાં ફાયદો થઇ શકે અને અચાનક નાણાંકીય ફાયદો થવાના પણ યોગ છે.

સિંહ: ચંદ્રનું ભ્રમણ આજે 30 સપ્ટેમ્બર, 2023 શનિવારના દિવસે મીન રાશિમાં છે જે આપની રાશિથી અષ્ટમ ભાવમાં છે. આજનો દિવસ થોડો તકલીફવાળો કહી શકાય. ખાસ કરીને કામના ભારણને અનુલક્ષીને આપે સ્વાસ્થ્યની કાળજી રાખવી પડશે. ખાનપાનમાં ધ્યાન રાખવું પડશે. મનમાં નકારાત્મકતાને ન આવવા દેશો અને શક્ય હોય ત્યાં સુધી પરિવારજનો સાથે વધુ વિનમ્રતા રાખવી પડશે. ચિંતા ઓછી કરી આગળ વધવા માટે પ્રભુનુ નામ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ શ્રેષ્ઠ માર્ગ છે.

કન્યા: ચંદ્રનું ભ્રમણ આજે 30 સપ્ટેમ્બર, 2023 શનિવારના દિવસે મીન રાશિમાં છે જે આપની રાશિથી સપ્તમ ભાવમાં છે. આજનો દિવસ આપના માટે અનુકૂળ જણાઇ રહ્યો છે. પ્રિયજન સાથેની નિકટતા આપને આનંદિત કરશે. આપના લગ્નજીવનમાં વધુ આત્મીયતા અનુભવશો. આપ વિજાતીય પાત્રો સાથે સમય ગાળવાનું પસંદ કરશો. સમાજમાં અને લોકોમાં આપના માન-પાન વધશે. ભાગીદારો સાથેની સંવાદિતામાં પણ વધારો થશે. આપ ખૂબજ સરસ પોશાકો, ઘરેણાં અને ભોજન માણી શકશો તેમ જ નવું વાહન પણ ખરીદી શકશો.

તુલા: ચંદ્રનું ભ્રમણ આજે 30 સપ્ટેમ્બર, 2023 શનિવારના દિવસે મીન રાશિમાં છે જે આપની રાશિથી ષષ્ટમ ભાવમાં છે. આપના ઘરમાં સુખ-શાંતિ જળવાઇ રહેશે. સારા પ્રસંગો બનશે. કામમાં સફળતા અને પ્રતિષ્ઠા બન્ને મેળવી શકશો. આપનું આરોગ્ય સારું રહેશે. આપ જરૂર લાગશે ત્યાં જ ખર્ચ કરશો. નોકરીમાં આપની પ્રગતિ થશે અને આપ સફળતા પણ મેળવશો. આપને મોસાળમાંથી સમાચાર મળશે. નાણાંકીય લાભ થઇ શકે છે. સાથે અને હાથ નીચે કામ કરતા લોકોનો સહકાર મેળવી શકશો.

વૃશ્ચિક: ચંદ્રનું ભ્રમણ આજે 30 સપ્ટેમ્બર, 2023 શનિવારના દિવસે મીન રાશિમાં છે જે આપની રાશિથી પંચમ ભાવમાં છે. આપનું સ્વાસ્થ્ય થોડું નરમ-ગરમ રહેશે. બાળકોને લગતી બાબતોમાં આજે વધુ સમય આપવો પડશે. આજે વધુ પડતી યશપ્રાપ્તિની ઝંખના છોડીને તમારી યથાસ્થિતિ જાળવવામાં તેમજ પોતાના કાર્યોનો નિવેડો લાવવામાં વધુ વ્યસ્ત રહેવાની સલાહ છે. આજે શેર-સટ્ટાના કામમાં ન પડવું જોઇએ. શક્ય હોય તો યાત્રા-પ્રવાસ ટાળવો જોઇએ. વિદ્યાર્થીઓ અભ્યાસમાં સફળતા મેળવી શકશે. આપની નાણાંકીય યોજનાઓ સારી રીતે પાર પડશે.

ધન: ચંદ્રનું ભ્રમણ આજે 30 સપ્ટેમ્બર, 2023 શનિવારના દિવસે મીન રાશિમાં છે જે આપની રાશિથી ચતુર્થ ભાવમાં છે. આપને શારિરીક રીતે થોડા થાકેલા રહેશો માટે જો રોજિંદા કાર્યોમાંથી વિરામ લઇને આરામ કરો અથવા પોતાના મોજશોખને લગતી કોઈ પ્રવૃત્તિમાં ભાગ લો તો પુનરુર્જિત થઈ શકશો. તેનાથી માનસિક રીતે પણ પ્રફુલ્લિતા વધશે. ઘરનું વાતાવરણ આનંદિત રાખવા માટે તમારે પ્રયાસો વધારવા પડશે. લોકોની વચ્ચે શક્ય હોય એટલી સહકારની ભાવના રાખવી જેથી તેમના તરફથી આદર અને માન મળી શકે. ઊંઘ વધુ લેવાની અને ભોજન સમયસર લેવાની સલાહ છે. મહત્વના દસ્તાવેજો કરવા માટે આજનો દિવસ અનુકૂળ નથી.

મકર: ચંદ્રનું ભ્રમણ આજે 30 સપ્ટેમ્બર, 2023 શનિવારના દિવસે મીન રાશિમાં છે જે આપની રાશિથી તૃતીય ભાવમાં છે. રોજના કામકાજ માટે પરિસ્થિતિ અનુકૂળ બનતા આપ માટે સરળતા થઇ જશે. પારિવારિક જીવનની સમસ્યાઓનો ઉકેલ મળશે. મિલકત અને સંપત્તિને લગતા પ્રશ્નોનું સમાધાન મળશે. આપને વેપારમાં નાણાંકીય લાભ થઇ શકે છે. સહોદરોનો સાથ સહકાર મળી રહેશે. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ છે. આપ પ્રિયજનને મળી શકશો. પ્રતિસ્પર્ધીઓ સામે આપ જીત મેળવશો. નવું કામ શરૂ કરવા માટે દિવસ સારો છે.

કુંભ: ચંદ્રનું ભ્રમણ આજે 30 સપ્ટેમ્બર, 2023 શનિવારના દિવસે મીન રાશિમાં છે જે આપની રાશિથી દ્વિતિય ભાવમાં છે. જો આજે વાણી પર અંકુશ રાખશો તો ઘણી ઉપાધિઓને નિવારી શકશો. વધારે પડતી ચર્ચાઓ કે દલીલોમાં પડશો નહીં. ખોટા ખર્ચા ટાળવાની સલાહ છે. આપને કામમાં જોઇએ તેવી સફળતા મેળવવા માટે પરિશ્રમ વધારવો પડશે અને બીજાના સહકારની પણ જરૂર પડશે. ગજા બહારનું કામનું ભારણ લેવાનું ટાળજો. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મહેનતપૂર્ણ સમય કહી શકાય. નાણાંકીય બાબતોમાં શક્ય હોય ત્યાં સુધી લેખિત નોંધ રાખવી.

મીન: ચંદ્રનું ભ્રમણ આજે 30 સપ્ટેમ્બર, 2023 શનિવારના દિવસે મીન રાશિમાં છે જે આપની રાશિથી પ્રથમ ભાવમાં છે. આપનો દિવસ મોજમસ્તીથી ભરપૂર રહેશે. પરિવારમાં સુખશાંતિનું વાતાવરણ રહે. ઘરમાં કોઇ શુભ પ્રસંગ યોજાઇ શકે. નવું કામ શરૂ કરવા માટે પણ દિવસ સારો છે. મિત્રો અને સગા-વ્હાલાઓને મળવાનું થાય. તેમની સાથે હરવા-ફરવા જાઓ તેવી પણ શક્યતા છે. પ્રવાસ થવાની પણ શક્યતા છે. આર્થિક લાભ પણ થઇ શકે. શારીરિક અને માનસિક આનંદ પ્રાપ્ત કરી શકશો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.