ETV Bharat / bharat

Aajnu Rashifal: આજે આ રાશિના લોકોને કોઇ સામાજિક પ્રસંગમાં હાજરી આપવા બહાર જવાનું થાય

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 24, 2023, 4:16 AM IST

Etv BharatAajnu Rashifal
Etv BharatAajnu Rashifal

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે, બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે Etv Bharat પર વાંચો આજનું રાશિફળ.

અમદાવાદ : 24 સપ્ટેમ્બર 2023ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યા હાથ છોડી શકાય. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: 24 સપ્ટેમ્બર, 2023 રવિવારના રોજ ધન રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી નવમ ભાવમાં રહેશે. આજે દરેક કાર્ય આપ સારી રીતે પૂરા કરી શકશો, પરંતુ આપે જે દિશા પસંદ કરી છે તે યોગ્ય ન હોય તેવી પણ શક્યતા છે. આપ કોઇ ધર્મને લગતી શુભ પ્રવૃત્તિમાં જોડાઇ શકો. કોઇ યાત્રાધામની મુલાકાત લેવાનું થાય. સ્વભાવની ઉગ્રતાને અંકુશમાં રાખવી પડશે. આપના ઉગ્ર સ્વભાવને કારણે વ્યવસાય કે પરિવારમાં કોઇનું મન દુભાઇ શકે.

વૃષભ: 24 સપ્ટેમ્બર, 2023 રવિવારના રોજ ધન રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી અષ્ટમ ભાવમાં રહેશે. આપ જે કામ હાથમાં લેશો તે સમયસર પાર ન પડતા મનમાં થોડી બેચેની આવી શકે છે. આવી સ્થિતિમાં ધીરજ રાખવી કારણ કે ઘણા કામ એવા હોય છે તેમાં સફળ થવામાં થોડી વાર લાગે. આહારમાં ધ્યાન ન રાખવાને કારણે તબિયત બગડી શકે માટે સાચવજો. કોઇ નવું કામ શરૂ કરવું હોય તો આયોજન કરી શકો છો પરંતુ અમલ કરવા માટે થોડી રાહ જુઓ. પ્રવાસમાં તમારા માલ-સામાનની કાળજી લેવી પડશે. નોકરી કે વ્યવસાયમાં કામનું અતિભારણ લેવાથી થાક અનુભવશો માટે સાચવવાની સલાહ છે. આપ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ અને યોગને કારણે મનની શાંતિ મેળવી શકશો.

મિથુન: 24 સપ્ટેમ્બર, 2023 રવિવારના રોજ ધન રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી સપ્તમ ભાવમાં રહેશે. આપના દિવસની શરૂઆત તાજગી અને સ્ફૂર્તિ સાથે થશે. આપ મિત્રો અને મહેમાનો સાથે ભોજન કે પિકનિકની મજા માણી શકશો. આપ નવા પરિધાન, આભૂષણો અને વાહન ખરીદો તેવી પણ શક્યતા છે. આપ ઘણો આનંદ અનુભવશો. વિજાતીય પાત્ર તરફ આકર્ષણમાં વધારો થશે. સમાજમાં આપને માન-પાન અને લોકપ્રિયતા મળશે. ધંધામાં ભાગીદારીથી ફાયદો થઇ શકે. સારું સાંસારિક સુખ માણી શકશો.

કર્ક: 24 સપ્ટેમ્બર, 2023 રવિવારના રોજ ધન રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી ષષ્ટમ ભાવમાં રહેશે. આજે આપની ચિંતાઓ દૂર થશે અને આપ ખુશી અનુભવી શકશો. પરિવારજનો સાથે સમય ગાળીને આનંદ મેળવી શકશો. આપને કામમાં સફળતા અને કિર્તી મળશે. નોકરીમાં લાભ મેળવી શકશો. સાથે કામ કરતા લોકોનો સહકાર મળી શકશે. સ્વાસ્થ્ય સારું રહેશે. હરીફો આપની સામે જીતી શકશે નહીં.

સિંહ: 24 સપ્ટેમ્બર, 2023 રવિવારના રોજ ધન રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી પંચમ ભાવમાં રહેશે. આજે આપ શારિરીક-માનસિક સ્વસ્થતા જાળવી શકશો. આપની સર્જનશીલતામાં વધુ નિખાર આવશે. લેખન અને સાહિત્યમાં પણ કંઇક નવી રચના કરી શકશો. આપની પ્રિયજન સાથેની મુલાકાત આનંદ આપશે. બાળકોની પ્રગતિ વિશે જાણીને પણ આનંદ થશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં આગળ વધી શકશે. આપ ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ વધુ રસ લેતા થશો.

કન્યા: 24 સપ્ટેમ્બર, 2023 રવિવારના રોજ ધન રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી ચતુર્થ ભાવમાં રહેશે. આપે થોડી મુશ્કેલ પરિસ્થિતિ માટે તૈયાર રહેવું પડશે. આપનું સ્વાસ્થ્ય થોડુ કથળે અને માનસિક અજંપો અનુભવાય. માતા સાથે આત્મીયતાપૂર્વક સંબંધો રાખવાની તેમજ તેમની જરૂરિયાતો પૂર્ણ કરવાની સલાહ છે. સંબંધીઓ સાથે ઉગ્ર દલીલો અને મતભેદો ટાળવા માટે બાંધછોડની નીતિ અપનાવવી પડશે. આપનું માન ઘવાય તેવા કોઈપણ કાર્યોથી દૂર રહેવું અને અતિ માનની ઝંખના રાખવી નહીં. વાહન કે ઘરના ખરીદ-વેચાણ માટે હાલમાં થોડી રાહ જોવાની સલાહ છે. પાણીથી સાચવવું પડશે.

તુલા: 24 સપ્ટેમ્બર, 2023 રવિવારના રોજ ધન રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી તૃતીય ભાવમાં રહેશે. નવું કામ શરૂ કરવું હોય તો દિવસ ઘણો સારો છે. આપ વધુ ભાગ્યશાળી બનો અને આર્થિક લાભ થાય તેવી પણ શક્યતા છે. કોઇ સામાજિક પ્રસંગમાં હાજરી આપવા બહાર જવાનુ થાય. આપ કોઇ ધાર્મિક સ્થાનકની મુલાકાત લઇ શકશો. વિદેશથી સારા સમાચાર મેળવી શકશો. સહોદરો સાથેનો સંબંધ વધુ સારો બનશે. આપને શારીરિક માનસિક સ્વસ્થતા અનુભવાશે.

વૃશ્ચિક: 24 સપ્ટેમ્બર, 2023 રવિવારના રોજ ધન રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી દ્વિતિય ભાવમાં રહેશે. આપના કુટુંબમાં સુખશાંતિનું વાતાવરણ રહેશે. સંબંધીઓ અને મિત્રોને મળવાનું થાય. સ્વાદિષ્ટ ભોજન માણી શકશો. ધર્મને લગતી પ્રવૃત્તિઓ પાછળ ખર્ચ થઇ શકે. આપ ઘરેણાં અને સુવાસિત વસ્તુઓની ખરીદી કરી શકશો. આપની વાણીથી આપ લોકોને આકર્ષી શકશો. આર્થિક ફાયદો થઇ શકે. પારિવારિક પ્રશ્નોને સારી રીતે ઉકેલી શકશો. વિદ્યાર્થીઓ ચોક્કસ સફળતા મેળવી શકશે.

ધન: 24 સપ્ટેમ્બર, 2023 રવિવારના રોજ ધન રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી પ્રથમ ભાવમાં રહેશે. આજે આપ નક્કી કરેલા કામમાં સફળતા તેમ જ નાણાંકીય લાભ મેળવી શકશો. આપ કુટુંબ સહિત શુભ પ્રસંગમાં હાજરી આપી શકશો. કોઇ ધાર્મિક સ્થળની મુલાકાત લો તેવી શક્યતા છે. આપના સ્વજનોને મળીને ખુશી અનુભવશો. લગ્નજીવનમાં વધુ સામીપ્ય અને ગાઢ સંબંધો માણી શકશો. જાહેર જીવનમાં આપના માન-પાન વધશે.

મકર: 24 સપ્ટેમ્બર, 2023 રવિવારના રોજ ધન રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી દ્વાદશ ભાવમાં રહેશે. આપનો દિવસ ધાર્મિક કાર્યોમાં પસાર થશે. ધાર્મિક કાર્યોમાં આપ નાણાં ખર્ચ કરશો. પૂજા પાઠ અને ધાર્મિક કાર્યોમાં આપ નાણાં ખર્ચ કરશો. પરિવાજનો તેમજ સંબંધીઓ સાથે વાતચીતમાં ધ્યાન રાખવું પડશે, અન્યથા તેમનું મન દુભાય તેવી શક્યતા છે. આપને મહેનતના પ્રમાણમાં પરિણામ ન મળે તો બમણા જોશ સાથે પ્રયાસ કરવાની સલાહ છે. આપે સ્વાસ્થ્યની કાળજી લેવી પડશે. આપના લગ્ન જીવનમાં સારો તાલમેલ જાળવવા માટે થોડા પ્રયાસ કરવા પડશે.

કુંભ: 24 સપ્ટેમ્બર, 2023 રવિવારના રોજ ધન રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી એકાદશ ભાવમાં રહેશે. આજે આપ નવા કામ હાથ ધરશો. આપ નોકરી ધંધામાં આવકના નવા સ્રોત ઉભા કરશો. આપને આપના સ્ત્રી મિત્રોથી લાભ થઇ શકે. સમાજમાં આપ માન-પાન અને પ્રતિષ્ઠા મેળવી શકશો. પરિવારજનો પાસેથી આપ સંતોષ અને ખુશી મેળવી શકશો. આપને પ્રવાસ કે લગ્નમાં જવાનું થાય તેવી શક્યતા છે. આપને શારીરિક અને માનસિક ખુશી મળશે.

મીન: 24 સપ્ટેમ્બર, 2023 રવિવારના રોજ ધન રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી દશમ ભાવમાં રહેશે. આજનો દિવસ આપને સારું ફળ આપશે. આપ કામમાં સફળતા મેળવશો અને ઉચ્ચ અધિકારીઓ તરફથી મળતું પ્રોત્સાહન આપનો ઉત્સાહ વધારશે. વેપારમાં વૃધ્ધિ અને આવકમાં પણ વધારો થશે. ઉઘરાણીના નાણાં મેળવી શકશો. પિતા અને વડીલો તરફથી ફાયદો થશે. આપનું સ્વાસ્થ્ય સારું રહેશે. કુટુંબમાં સુખશાંતિ જળવાશે. પદોન્નતિ મેળવી શકશો. સરકાર તરફથી ફાયદો થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.