ETV Bharat / bharat

Aajnu Rashifal: આજે આ રાશિના લોકોને આવકમાં વધારો જણાય, દાંપત્‍યસુખ સારું રહેશે

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 7, 2023, 4:07 AM IST

Etv BharatAajnu Rashifal
Etv BharatAajnu Rashifal

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે, બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે Etv Bharat પર વાંચો આજનું રાશિફળ.

અમદાવાદ : 07 ઓક્ટોબર, 2023ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યા હાથ છોડી શકાય. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: 07 ઓક્ટોબર, 2023 શનિવારના રોજ ચંદ્ર મિથુન રાશિમાં છે. આપની રાશિથી તૃતીય ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપનું મન વિચારોના વંટોળથી ઘેરાયેલું રહેવાથી ઘણી વખત મોટો નિર્ણય લેવામાં પાછા પડશો જેથી મનોમન થોડી ઉદાસી આવી શકે છે. આવી સ્થિતિમાં વધારે પડતી સંવેદનશીલતા અને લાગણીશીલતા છોડીને વ્યવહારુ બનવાની સલાહ છે. આજે કોઇ સાથે વાદવિવાદમાં ન પડવું. સ્‍વજન સ્‍નેહીઓ સાથે મનદુ:ખ થાય તેવા કોઈપણ પ્રસંગોથી અથવા વર્તનથી દૂર રહેવું. આપના માન અને કિર્તીમાં વધારો થાય તેવી વધુ પડતી આશા રાખવી નહીં. નવા કામના પ્રારંભમાં સાવચેતીપૂર્વક આગળ વધજો. જીવનસાથીની તબિયતની વધુ કાળજી લેવાની સલાહ છે. સ્‍ત્રીમિત્રોથી નુકસાન થઈ શકે છે.

વૃષભ: 07 ઓક્ટોબર, 2023 શનિવારના રોજ ચંદ્ર મિથુન રાશિમાં છે. આપની રાશિથી દ્વિતિય ભાવમાં ચંદ્ર રહેશે. આર્થિક આયોજનો શરૂઆતના થોડા અવરોધો બાદ પાર પડતાં લાગે. મિત્રો શુભેચ્‍છકોના મિલનથી આપને આનંદ થાય. વ્‍યવસાય ક્ષેત્રે સહકારભર્યું વાતાવરણ રહે. શારીરિક- માનસિક તંદુરસ્‍તી જળવાયેલી રહે. દોસ્‍તો, ભાઇભાંડુઓ અને પડોશીઓ સાથેના સંબંધો સુમેળભર્યા રહે. રોકાણકારોએ સાવચેતીપૂર્વક રોકાણ કરવું. નવા કાર્યોની શરૂઆત કરી શકો.

મિથુન: 07 ઓક્ટોબર, 2023 શનિવારના રોજ ચંદ્ર મિથુન રાશિમાં છે. આપની રાશિથી પ્રથમ ભાવમાં ચંદ્ર રહેશે. આપની આજના દિવસની શરૂઆત તન- મનથી સ્‍વસ્‍થતા સાથે થશે. મિત્રો અને પરિવાર સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો. વધારે ખર્ચ ન થઇ જાય તેનું ધ્‍યાન રાખશો. આર્થિક લાભ થાય. પરંતુ બપોર પછી નાણાકીય આયોજનો પહેલાં ખોરવાતાં અને પછી પાર પાડતા લાગે. મૂડીરોકાણ સંભાળીને કરવું. સહકર્મચારીઓનો સાથ સહકાર મેળવી શકશો.

કર્ક: 07 ઓક્ટોબર, 2023 શનિવારના રોજ ચંદ્ર મિથુન રાશિમાં છે. આપની રાશિથી દ્વાદશ ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપની નાણાની આવક ઓછી અને ખર્ચ વધારે થશે. આંખોના દર્દથી હેરાનગતિ થાય. માનસિક ચિંતા રહે અથવા વૈચારિક ગડમથલ રહે તો કામમાંથી વિરામ લઈને મનને આનંદ થાય અથવા હળવાશ અનુભવાય તેવા કાર્યોમાં ધ્યાન પરોવજો. વાણી અને વર્તનમાં વિનમ્રતા રાખવી. કોઇ સાથે ગેરસમજ ઊભી ન થાય તેનું ધ્‍યાન રાખવું. બપોર પછીથી આપની સમસ્‍યામાં બદલાવ આવશે. આપને આર્થિક દૃષ્ટિએ લાભ થશે. શારીરિક માનસિક પરિસ્થિતિમાં પણ સુધારો થતો જણાશે. પરિવારનું વતાવરણ પણ સારું રહેશે. મનમાંથી નકારાત્‍મક લાગણીઓ દૂર કરવાની સલાહ આપવામાં આવે છે.

સિંહ: 07 ઓક્ટોબર, 2023 શનિવારના રોજ ચંદ્ર મિથુન રાશિમાં છે. આપની રાશિથી એકાદશ ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપના મનમાં ક્રોધ અને આવેશની લાગણી રહેવાથી અન્‍ય સાથેના વ્‍યવહારમાં ખૂબ જ સંભાળપૂર્વક રહેવું પડે. આપને આરોગ્‍યની પણ થોડી સંભાળ લેવાની સલાહ છે. જો મનમાં બેચેની આવે તો નકારાત્મક વિચારોને દૂર રાખવા. કુટુંબીજનો સાથે ખટરાગ થાય પરંતુ બપોર પછી આપનું મન સ્‍વસ્‍થતા પ્રાપ્‍ત કરતું જણાશે. પરિવારજનો સાથે બહાર ભોજન લેવા જવાનો પ્રસંગ બને. આપનું શારીરિક સ્‍વાસ્‍થ્‍ય પણ સારું થતું જણાશે. ખર્ચ પર અંકુશ રાખવો પડશે.

કન્યા: 07 ઓક્ટોબર, 2023 શનિવારના રોજ ચંદ્ર મિથુન રાશિમાં છે. આપની રાશિથી દશમ ભાવમાં ચંદ્ર રહેશે. આપની આજની સવાર ખુશખુશાલ અને લાભપ્રદ રહેશે. નોકરી- ધંધાના ક્ષેત્રે લાભ થાય. સામાજિક ક્ષેત્રે પણ આપની ખ્‍યાતિ વધે. ઉઘરાણીના નાણાં વસૂલી શકાય. સ્‍ત્રી- મિત્રોથી મુલાકાત થાય. પરિવારમાં પણ આનંદ રહે પરંતુ બપોર પછી પરિસ્થિતિમાં આપને પ્રતિકૂળતા વર્તાશે. આપનું પ્રફુલ્લિત મન થોડી અસ્‍વસ્‍થતા અનુભવશે. તબિયત પણ થોડીક નરમગરમ રહેશે. બોલવામાં તકેદારી રાખવી. ઇશ્વરનું નામ અને આધ્યાત્મિક વિચારો મનને શાંતિ આપશે.

તુલા: 07 ઓક્ટોબર, 2023 શનિવારના રોજ ચંદ્ર મિથુન રાશિમાં છે. આપની રાશિથી નવમ ભાવમાં ચંદ્ર રહેશે. આજના દિવસે આપની શારીરિક અને માનસિક સુખાકારી જળવાશે. નોકરી વ્‍યવસાયના ક્ષેત્રે આપ ઉત્‍સાહથી કામ કરશો. પદોન્‍નતિ થાય. સરકારી કાર્યો સરળતાથી પાર પડશે અને સમાજમાં આપનો માન- મરતબો વધે. ધનપ્રાપ્તિ માટે શુભ દિવસ છે. પરિવારમાં પુત્ર અને પત્‍ની તરફથી લાભ થાય. મિત્રો સાથેની મિલન- મુલાકાતથી આપને આનંદ થશે. આવકમાં વધારા જણાય. દાંપત્‍યસુખ સારું રહેશે.

વૃશ્ચિક: 07 ઓક્ટોબર, 2023 શનિવારના રોજ ચંદ્ર મિથુન રાશિમાં છે. આપની રાશિથી અષ્ટમ ભાવમાં ચંદ્ર રહેશે. આજે વિરોધીઓ તથા હરીફો સાથે વાદવિવાદમાં ન પડવાની સલાહ આપવામાં આવે છે. નોકરી- વ્‍યવસાયમાં સાનુકૂળ પરિસ્થિતિ ન હોય. સંતાનો સાથે મતભેદ થાય. પરંતુ બપોર પછી ઘર, ઓફિસમાં આપના માટે અનુકૂળ વાતાવરણ સર્જાશે. ઉપરી અધિકારીઓ આપના કાર્યની પ્રશંસા કરશે. ગૃહસ્‍થજીવનમાં આનંદ છવાશે. સરકારી કામો પૂરા થશે. નોકરીમાં બઢતીથી તકો ઉભી થશે.

ધન: 07 ઓક્ટોબર, 2023 શનિવારના રોજ ચંદ્ર મિથુન રાશિમાં છે. આપની રાશિથી સપ્તમ ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપને સાવધા‍નીપૂર્વક વર્તવાની સલાહ છે. ગુસ્‍સો કરવાથી નુકસાન થવાની શક્યતા છે. શારીરિક અને માનસિક અસ્‍વસ્‍થતાથી પરેશાન થવાય. શરીરમાં થાક અને આળસ વર્તાય. ઓફિસમાં ઉપરી કર્મચારીઓ પાસેથી વધુ પડતી સહકારની આશા રાખવાના બદલે આત્મબળે આગળ વધવાનો આગ્રહ રાખવો. સંતાનનો પ્રશ્ન અંગે ‍તમારે વધુ વ્યસ્તતા રહે અને વધુ સમય આપવો પડે. હરીફો અને વિરોધીઓથી ચેતતા રહેવું. આજે મહત્‍વના કામ કે નિર્ણય ન લેવા. નવા કાર્યનો આરંભ આજે ન કરવા સલાહ આપવામાં આવે છે.

મકર: 07 ઓક્ટોબર, 2023 શનિવારના રોજ ચંદ્ર મિથુન રાશિમાં છે. આપની રાશિથી ષષ્ટમ ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપને વિજાતીય વ્‍યક્તિઓ સાથે વધારે રહેવાનું બને અથવા મુલાકાત થાય. મનગમતા પાત્રો સાથે હોટલમાં જમવાનું સારા વસ્‍ત્રો આભૂષણો પહેરવાના પ્રસંગો બને. વાહનસુખ મળે માન સન્‍માન અને ખ્‍યાતિ મળે. પરંતુ બપોર પછી આપની શારીરિક અને માનસિક સ્થિરતા ઘટી શકે છે માટે મેડિટેશન કરવું. વધુ પડતો ખર્ચ આવી પડે. સ્‍વભાવમાં ગુસ્સો રહેતો હોય તો અત્યારે શાંતિ જાળવવાનો મહત્તમ પ્રયાસ કરવો. પરિવારજનો અને સહકર્મચારીઓ સાથે મનદુ:ખના પ્રસંગો બને તેવું કોઈપણ કાર્ય કરવાથી દૂર જ રહેવું.

કુંભ: 07 ઓક્ટોબર, 2023 શનિવારના રોજ ચંદ્ર મિથુન રાશિમાં છે. આપની રાશિથી પંચમ ભાવમાં ચંદ્ર રહેશે. આજના દિવસે આપને કાર્યસફળતા અને યશકીર્તિ મળશે. શારીરિક માનસિક સ્‍વસ્‍થતા રહે. સામાજિક માન પ્રતિષ્‍ઠામાં વધારો થાય. બપોર પછી આપ ક્યાંક મનોરંજનનો કાર્યક્રમ ગોઠવશો. મિત્રો- સ્‍વજનો સાથે બહાર ફરવા જવાનો અથવા તો પાર્ટી- પિકનિકમાં જવાની યોજના ઘડાય. વિજાતીય વ્‍યક્તિઓ સાથે મુલાકાત થશે. સારું લગ્‍નસુખ પ્રાપ્‍ત થાય.

મીન: 07 ઓક્ટોબર, 2023 શનિવારના રોજ ચંદ્ર મિથુન રાશિમાં છે. આપની રાશિથી ચતુર્થ ભાવમાં ચંદ્ર રહેશે. આપનો આજનો દિવસ સારી રીતે પસાર થાય. કલાક્ષેત્રે આપની અભિરૂચિ વધશે. મિત્રો સાથેની મુલાકાતથી આનંદ થાય. સ્‍ત્રીવર્ગ પાછળ ખર્ચ થાય. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. પ્રિયપાત્ર સાથેની મુલાકાત આનંદદાયી નીવડે. ઘરમાં સુખશાંતિનું વાતાવરણ જળવાય. બપોર પછી આર્થિક લાભની શક્યતા છે. સ્‍વભાવમાં ગુસ્‍સાનું પ્રમાણ વધારે રહે. તેથી દિમાગ પર અને વાણી પર સંયમ રાખવો જરૂરી છે. વિરોધીઓ સામે આપને સફળતા મળે. અધુરાં કાર્યો પૂરા થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.