ETV Bharat / bharat

Aajnu Rashifal : આજે આ રાશિના લોકોને પૈસાની લેવડદેવડ ન કરવાની સલાહ આપવામાં આવે છે

author img

By

Published : Jul 5, 2023, 9:36 AM IST

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે, બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે Etv Bharat પર વાંચો આજનું રાશિફળ.

Etv BharatAajnu Rashifal
Etv BharatAajnu Rashifal

અમદાવાદ: 05 જુલાઇ 2023ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યા હાથ છોડી શકાય. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: 05 જુલાઇ, 2023 બુધવારના દિવસે મકર રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી દશમ ભાવમાં રહેશે. આપ ઘરની બાબતો અંગે વધારે પડતું ધ્‍યાન આપો. કુટુંબના સભ્‍યો સાથે બેસીને મહત્‍વની ચર્ચા વિચારણાઓ કરશો તથા ઘરની કાયાપલટ કરવા માટે કંઇક નવી ગોઠવણ અંગે વિચારશો. આજે આપ જે કાર્ય કરશો તેમાં સંતોષનો અનુભવ થશે. સ્‍ત્રીઓ તરફથી લાભ મળવાની આજે શક્યતા છે. માતા સાથેના સંબંધો આજે સારા રહે. ઓફિસમાં ઉપરી અધિકારીઓ સાથે અગત્‍યના મુદ્દાઓ અંગે વિચારવિમર્શ થાય. ઉત્‍સાહ મંદ ન પડી જાય તેનું ધ્‍યાન રાખવું.

વૃષભ: 05 જુલાઇ, 2023 બુધવારના દિવસે મકર રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી નવમ ભાવમાં રહેશે. આજે આપ નવા કાર્યની શરૂઆત કરી શકો. તેમજ નવું કાર્ય કરવાની પ્રેરણા મેળવો. એકાદ ધાર્મિક સ્‍થળની મુલાકાતથી આપનું મન ભક્તિમય બની જાય. લાંબા અંતરની મુસાફરીનો યોગ છે. દૂર વસતા સ્‍નેહી મિત્રોના શુભ સમાચાર સાંપડે. પરદેશગમન માટેની શક્યતાઓ ઉભી થાય. વેપાર ધંધામાં આર્થિક લાભ મળી શકે. સ્‍વાસ્‍થ્‍ય એકંદરે મધ્‍યમ રહે.

મિથુન: 05 જુલાઇ, 2023 બુધવારના દિવસે મકર રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી અષ્ટમ ભાવમાં રહેશે. આજના દિવસે દરેક રીતે ચેતીને ચાલવાની સલાહ આપવામાં આવે છે. આજે કોઇપણ નવા કાર્યની શરૂઆત ટાળવાની સલાહ છે. આપના મનમાં ક્રોધની લાગણી હોય તો દૂર કરીને શાંતિથી કામ લેવું. બીમાર વ્‍યક્તિએ નવી દવાની શરૂઆત કે ઓપરેશન આજે ટાળવાની સલાહ છે. ખર્ચને પહોંચી વળવા માટે અગાઉથી તૈયારી રાખવી. ઘરમાં કે ઓફિસમાં વાણી પર સંયમ રાખવાથી ઝગડો કે વિવાદ ટાળી શકાશે. ઇશ્વર આરાધનાથી શાંતિ મળે.

કર્ક: 05 જુલાઇ, 2023 બુધવારના દિવસે મકર રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી સપ્તમ ભાવમાં રહેશે. આજે આપનો સમગ્ર દિવસ મોજશોખ અને મનોરંજનની પ્રવૃત્તિઓમાં પસાર થશે. વિજાતીય વ્‍યક્તિઓથી મિલન મુલાકાત યોજાય. મોજશોખના સાધનો, વસ્‍ત્રો વગેરેની ખરીદી થાય. પ્રેમીજનોને પ્રણયમાં સફળતા મળે. ઉત્તમ ભોજન મળે વાહનસુખ અને પ્રતિષ્ઠામાં વધારો થાય. જાહેર સન્‍માન મળે. વ્‍યવસાય ક્ષેત્રે લાભદાયી દિવસ નીવડે. તંદુરસ્‍તી સારી રહે. ઉત્તમ દાંપત્ય સુખની પ્રાપ્તિ થાય.

સિંહ: 05 જુલાઇ, 2023 બુધવારના દિવસે મકર રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી ષષ્ટમ ભાવમાં રહેશે. આજનો દિવસ મિશ્રફળદાયી પસાર થાય તેવા સંજોગો બની રહ્યા છે. ઘરમાં શાંતિનું વાતાવરણ હોય. નોકરીના ક્ષેત્રે સહકાર્યકરોનો સહકાર મળે. રોજિંદા કામો સારી રીતે પાર પડે. શત્રુઓ અને હરીફોનો પરાજય થાય. નોકરીમાં ઉચ્‍ચ હોદ્દેદારો સાથે વાદવિવાદ ટાળવો. મોસાળ પક્ષ તરફથી કોઇ સમાચાર આવે. ઉદાસીનવૃત્તિ અને શંકાની ભાવના આજે તમારામાં રહે આરોગ્‍ય સામાન્‍ય રહે. વધુ મહેનતે ઓછું ફળ મળે.

કન્યા: 05 જુલાઇ, 2023 બુધવારના દિવસે મકર રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી પંચમ ભાવમાં રહેશે. આજે આપને સંતાનોની બાબતોમાં થોડી દોડધામ રહેશે. મનમાં ચિંતા ઉદ્વેગની શક્યતા હોવાથી મેડિટેશન કરવું. અજીર્ણ વગેરે પેટની ફરિયાદો રહે. વિદ્યાભ્‍યાસમાં મહેનત વધારવાની સલાહ છે. આકસ્મિક ધનખર્ચને પહોંચી વળવા માટે પૂર્વતૈયારી રાખવી. વાટાઘાટો કે બૌદ્ધિક ચર્ચાથી દૂર રહેવું. પ્રેમીજનો સાથે મિલાપ થાય. સ્‍ત્રી મિત્રો સાથે મિલન-મુલાકાત થાય. શેરસટ્ટાથી સાવધાન રહેવું.

તુલા: 05 જુલાઇ, 2023 બુધવારના દિવસે મકર રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી ચતુર્થ ભાવમાં રહેશે. આજના દિવસે આપ વધુ પડતા લાગણીશીલ બનશો. વધુ પડતા વિચારો આપને માનસિક રીતે થોડાં અસ્‍વસ્‍થ કરશે. માતા અને સ્‍ત્રી સંબંધિત બાબતોમાં તમારે વધુ ધ્યાન આપવું પડશે અને કદાચ તેમને વધુ સમય પણ આપવો પડશે. મુસાફરી માટે આજનો દિવસ અનુકૂળ નથી. પાણીથી સંભાળવું. પૂરતી ઊંઘ ન મળવાના કારણે માનસિક બેચેની અનુભવો માટે આરામને મહત્ત્વ આપજો. કૌટુંબિક કે જમીન મિલકતને લગતી ચર્ચાઓમાં સાવધાનીપૂર્વક વર્તવું.

વૃશ્ચિક: 05 જુલાઇ, 2023 બુધવારના દિવસે મકર રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી તૃતીય ભાવમાં રહેશે. આજે સમગ્ર દિવસ દરમ્‍યાન આપ ચિત્તની પ્રસન્‍નતાનો અનુભવ કરશો. નવા કાર્યનો શુભારંભ કરી શકશો. સહોદરોથી સુખ અને આનંદની પ્રાપ્તિ થાય. મિત્રો સ્‍વજનો સાથે મુલાકાત થાય. કોઇપણ કાર્યમાં સફળતા મળશે. આર્થિક લાભ અને ભાગ્‍યવૃદ્ધિના યોગ છે. ભાઇબહેનથી લાભ થાય. પ્રતિસ્પર્ધીઓ સામે વિજય મળે. સ્‍નેહાળ સંબંધો બંધાય. પ્રિયતમાનું સાનિધ્‍ય સાંપડે. ટૂંકી મુસાફરી થવાના પણ સંજોગ છે.

ધન: 05 જુલાઇ, 2023 બુધવારના દિવસે મકર રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી દ્વિતિય ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ મધ્‍યમ ફળદાયી નીવડશે. આપના મનમાં કોઇપણ નિર્ણય અંગે અસમંજસ પેદા થાય. જેથી કોઇ ચોક્કસ નિર્ણય લઇ શકો નહીં. મનની વ્‍યગ્રતા દૂર કરવા કામની સાથે મોજશોખ અથવા મનોરંજનની પ્રવૃત્તિઓમાં પણ ધ્યાન આપવાની સલાહ છે. કુટુંબીજનો સાથે મનદુ:ખ થવાના પ્રસંગો ટાળવા માટે વર્તનમાં વિનમ્રતા કેળવવી પડશે. કાર્યોમાં ધાર્યા મુજબની સફળતા મેળવવા મહેનત વધારજો. આપના કાર્યભાર અને જવાબદારીમાં વધારો થઈ શકે છે. શક્ય હોય ત્યાં સુધી ખોટો ધનખર્ચ ટાળવો.

મકર: 05 જુલાઇ, 2023 બુધવારના દિવસે મકર રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી પ્રથમ ભાવમાં રહેશે. આજે આપનું દરેક કાર્ય સરળતાથી પાર પડે. ઓફિસમાં અને વ્‍યવસાયમાં આપનું વર્ચસ્‍વ વધે. ઉપરી અધિકારીઓ આપના કામથી ખુશ રહે. નોકરીમાં બઢતી મળવાની પણ શક્યતા છે. ગૃહસ્‍થજીવનમાં આનંદનું વાતાવરણ રહે. આજે દેહપીડા થવાની સંભાવના હોવાથી પડવા- વાગવાથી સંભાળવું. મિત્રો સ્‍નેહીઓ સાથે મુલાકાત થાય. ઇશ્વરનું નામ સ્‍મરણ, પાઠપૂજન વગેરેમાં સવારનો સમય પસાર થાય. માનસિક શાંતિ રહે.

કુંભ: 05 જુલાઇ, 2023 બુધવારના દિવસે મકર રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી દ્વાદશ ભાવમાં રહેશે. આજે કોઇના જામીન ન થવાની તેમજ કોઇ સાથે પૈસાની લેવડદેવડ ન કરવાની સલાહ આપવામાં આવે છે. માનસિક એકાગ્રતા ઓછી રહે. ખર્ચનું પ્રમાણ વધારે રહે. સ્‍વાસ્‍થ્‍યની બાબતમાં ધ્યાન રાખવું. મૂડીરોકાણ ખોટી જગ્‍યાએ ન થાય તેનું ધ્યાન રાખવું. સ્‍વજનો આપની વાતમાં સંમત ન થાય તેવું બને. પારકી પંચાતમાં ધરમ કરતા ધાડ પડી જેવો ઘાટ ન સર્જાય તે જોવું. ગેરસમજ, અકસ્‍માતથી બચતા રહેવું. ક્રોધ કાબૂમાં રાખવો.

મીન: 05 જુલાઇ, 2023 બુધવારના દિવસે મકર રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી એકાદશ ભાવમાં રહેશે. આજે આપને મિત્રોથી વિશેષ લાભ થાય અને મિત્રો પાછળ ખર્ચ પણ થાય. સામાજિક કાર્યોમાં વધારે અભિરૂચિ રહે. વડીલ વ્‍યક્તિઓ તેમજ મિત્રો સાથે સંપર્ક વ્‍યવહાર કરવાનું થાય. રમણીય સ્‍થળે પ્રવાસનું આયોજન કરી શકશો. નવા મિત્રો બને અથવા તેમનો સંપર્ક થાય. જે ભવિષ્યમાં આપના માટે લાભદાયક સાબિત થાય. ઘરમાંથી શુભ સમાચાર મળે. સંતતિથી સારો લાભ થાય. આકસ્મિક ધનલાભનો યોગ છે. દૂર વસતા સ્‍નેહીઓના સમાચાર જાણવા મળે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.