ETV Bharat / bharat

Aajnu Rashifal: આજે આ રાશિના લોકોને વાટાઘાટો કે બૌદ્ધિક ચર્ચામાં ભાગ ન લેવાની સલાહ છે

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 1, 2023, 4:15 AM IST

Etv BharatAajnu Rashifal
Etv BharatAajnu Rashifal

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે, બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે Etv Bharat પર વાંચો આજનું રાશિફળ.

અમદાવાદ : 01 ઓક્ટોબર 2023ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યા હાથ છોડી શકાય. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: આજના 01 ઓક્ટોબર, 2023 રવિવારના દિવસે મેષ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી પ્રથમ ભાવમાં છે. આપના દિવસનો પ્રારંભ તાજગી અને સ્ફૂર્તિ સાથે થશે. આપના ઘરમાં મિત્રો અને સગા વ્હાલાઓ આવતા વાતાવરણ વધુ ખુશનુમા બની જશે. મિત્રો અને સ્વજનો દ્વારા મળેલી ભેટ આપને આનંદિત કરી મુકશે. આપને આજે નાણાંકીય ફાયદો પણ થઇ શકે છે. આપને પ્રવાસ થવાના યોગ પણ છે. નવા કાર્યની શરૂઆત માટે સમય અનુકૂળ છે. આપ સ્વાદિષ્ટ ભોજન માણી શકશો.

વૃષભ: આજના 01 ઓક્ટોબર, 2023 રવિવારના દિવસે મેષ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દ્વિતિય ભાવમાં છે. આજે આપે કોઇપણ નિર્ણય લેતા પહેલા સાવચેત રહેવાની જરૂર છે. કોઇની સાથે ગેરસમજ હોય તો વહેલી તકે તેનો ઉકેલ લાવવો. શારીરિક સ્વસ્થતા માટે તમે કામમાંથી ટૂંકો વિરામ લઈ શકો છો. આપને મહેનતના પ્રમાણમાં ફળ મેળવવા માટે થોડી મહેનત વધારવી પડશે. આજે આપને વધુ ખર્ચ ટાળવા માટે સલાહ આપવામાં આવે છે.

મિથુન: આજના 01 ઓક્ટોબર, 2023 રવિવારના દિવસે મેષ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી તૃતીય ભાવમાં છે. આજે આર્થિક, સામાજિક અને કૌટુંબિક ક્ષેત્રે લાભદાયી દિવસ છે.આપના માન-સન્માનમાં વૃદ્ધિ થશે. મિત્રો તરફથી લાભ થશે અને તેમની પાછળ ખર્ચ પણ થશે. રમણીય સ્થળે પ્રવાસ થવાથી આપનો દિવસ આનંદથી ભરપૂર બની જશે. યોગ્ય જીવનસાથીની શોધ માટે આજનો દિવસ ઘણો સારો છે. પરિવારજનો સાથે આપનો સુમેળ રહેશે અને લગ્નજીવનમાં વધુ નિકટતા રહેશે.

કર્ક: આજના 01 ઓક્ટોબર, 2023 રવિવારના દિવસે મેષ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી ચતુર્થ ભાવમાં છે. આજે ઓફિસમાં ઉપરી અધિકારીઓ આપનાથી ખુશ થઇને આપનો ઉત્સાહ વધારશે, આપની પદોન્નતિ કે પગારમાં વધારો થવાની પણ શક્યતા છે. આપના પરિવારજનો તેમ જ માતા સાથેના સંબંધો વધુ ગાઢ બને. આપના માન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થવાથી આનંદ થશે. આપનું સ્વાસ્થ્ય સારું રહેશે. સરકારી કામકાજ પણ સારી રીતે પાર પડશે તેમ જણાઈ રહ્યું છે.

સિંહ: આજના 01 ઓક્ટોબર, 2023 રવિવારના દિવસે મેષ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી પંચમ ભાવમાં છે. સુસ્તી અને કંટાળાને કારણે આપનો લય ખોરવાય નહીં તે માટે કામની સાથે સાથે સહકર્મીઓ સાથે રમૂજ અને અન્ય વિષયો પર ચર્ચા કરવાની સલાહ છે. જરૂર જણાય ત્યાં તેમનું માર્ગદર્શન લઈ શકો છો. પેટની તકલીફ હોય તેમણે સ્વાસ્થ્યની વધુ કાળજી લેવી. કામમાં વિરોધીઓ આપની પ્રગતિમાં અવરોધરૂપ થવાનો પ્રયાસ કરે પરંતુ ફાવી શકે તેમ નથી. આજે ઓફીસમાં ઉચ્ચ અધિકારીઓ સાથે વર્તનમાં સાચવજો. સ્વભાવની ઉગ્રતા ટાળવી. ધર્મ અને આધ્યાત્મિકતાને કારણે માનસિક સ્વસ્થતા પાછી મેળવી શકશો.

કન્યા: આજના 01 ઓક્ટોબર, 2023 રવિવારના દિવસે મેષ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી ષષ્ટમ ભાવમાં છે. આજે ખાવાપીવાની બાબતમાં ખાસ સાચવવાની સલાહ આપવામાં આવે છે. આરોગ્‍ય સંભાળવું. મનમાં આવેશ અને ગુસ્‍સાનું પ્રમાણ વધારે રહેવાની શક્યા હોવાથી બોલવા પર સંયમ રાખવો. જળાશયથી દૂર રહેવું. અનૈતિક કાર્યો આપને લાલચમાં ફસાવવાનો પ્રયાસ કરશે માટે આવી બાબતોથી દૂર રહેવું સારી સંગત તમને આવી સ્થિતિથી બચાવી શકે છે. જો ગેરકાયદે અથવા સરકાર વિરોધી પ્રવૃત્તિઓ કરશો તો ખર્ચની શક્યતા વધશે.

તુલા: આજના 01 ઓક્ટોબર, 2023 રવિવારના દિવસે મેષ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી સપ્તમ ભાવમાં છે. આજે આપ દાંપત્‍યજીવનને વિશેષ માણશો અને તેનું સુખ ભોગવી શકશો. પરિવાર સાથે કોઇ સામાજિક મેળાવડામાં ફરવાના સ્‍થળે અથવા તો ટૂંકા પ્રવાસે જાઓ અને આનંદમાં સમય પસાર કરો. વેપારીઓ અને વેપારની વૃદ્ધિ કરી શકશે. તેમજ તે અંગેની વાતચીત કરી શકશો. સામાજિક જીવનમાં આપને સફળતા અને યશકીર્તિ મળે. આકસ્મિક ધનલાભની શક્યતા નકારી શકાય નહીં.

વૃશ્ચિક: આજનું 01 ઓક્ટોબર, 2023 રવિવારના દિવસે મેષ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી અષ્ટમ ભાવમાં છે. આજના દિવસે કેટલીક અણધારી ઘટનાઓ બનશે. અગાઉ નક્કી કરેલી મુલાકાતો રદ થતાં મનમાં હતાશા અને રોષની લાગણી પેદા થાય, તો બીજી તરફ કેટલાક લોકો સાથે અનઅપેક્ષિત મુલાકાત અને તેનાથી મળતું શુભ ફળ તમને આશ્ચર્યમાં પણ મુકશે. આપના હાથમાં આવેલી તકો સરી જતી રોકવા માટે વ્યૂહાત્મક રીતે નિર્ણય લેવો. પરિવારજનો સાથે મતભેદ ટાળવો. મોસાળપક્ષ તરફથી થોડું સાચવવું પડશે. વિરોધી, પ્રતિસ્‍પર્ધીઓથી સંભાળવાની સલાહ આપવામાં આવે છે. આવક કરતાં જાવકનું પ્રમાણ વધારે રહેશે.

ધન: આજના 01 ઓક્ટોબર, 2023 રવિવારના દિવસે મેષ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી નવમ ભાવમાં છે. હાથ પર લીધેલાં કાર્યોમાં સફળતા માટે ઘણી વધુ મહેનત કરવી પડે. સંતાનોના ભણતર કે સ્‍વાસ્‍થ્‍ય બાબતના કાર્યોમાં તમે વધુ વ્યસ્ત રહો. આપને મુસાફરી ન કરવાની અથવા તેમાં વધુ ધ્યાન રાખવાની સલાહ છે. પેટને લગતી વ્‍યાધ‍િઓથી પીડા હોય તેમણે શક્ય હોય તો ઉપવાસ કરવો. કાલ્‍પનિક તરંગો મનમાં ઉઠે. સાહિત્‍ય- કલા ક્ષેત્રે અભિરૂચિ વધશે. પ્રણય પ્રસંગો માટે અનુકૂળ સમય છે. પ્રિયપાત્ર સાથે સુખદ ક્ષણો વીતે. વાટાઘાટો કે બૌદ્ધિક ચર્ચામાં ભાગ ન લેવાની સલાહ છે.

મકર: આજનું 01 ઓક્ટોબર, 2023 રવિવારના દિવસે મેષ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દશમ ભાવમાં છે. આજે આપ શારીરિક અસ્‍વસ્‍થતા અને માનસિક બેચેનીથી બચવા માટે મનપસંદ કાર્યો કે પ્રવૃત્તિમાં ભાગ લઈ શકો છો. પરિવારમાં વાતાવરણ કલેશમય ના રહે તે માટે સૌની સાથે સહકાર અને થોડી મજાક મસ્તીનો મૂડ રાખવો. સ્ફૂર્તિ અને તાજગી જાળવવા માટે કામકાજની સાથે આરામ પર ધ્યાન આપવું. સ્‍વજનો સાથે મનદુ:ખ ટાળવું. છાતીમાં પીડાની થોડી શક્યતા છે. જાહેરજીવનમાં વધુ પડતું માન મળે તેવી આશા રાખવી નહીં. સ્‍ત્રી વર્ગ અને પાણીથી જોખમ હોવાનું જણાઈ રહ્યું છે.

કુંભ: આજના 01 ઓક્ટોબર, 2023 રવિવારના દિવસે મેષ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી એકાદશ ભાવમાં છે. આપના મન પર છવાયેલા ચિંતાના વાદળ દૂર થતાં આપ માનસિક હળવાશ અનુભવશો. કામ કરવામાં આપને ઉત્‍સાહ રહેશે. ભાઇભાંડુઓ સાથે ઘરના પ્રશ્નો સંબંધી ચર્ચા કે આયોજન કરશો અને આનંદપૂર્વક સમય પસાર કરશો. આપનું મન પ્રસન્‍ન રહેશે. મિત્રો- સ્‍નેહીજનોનું આગમન આપના આનંદમાં ઉમેરો કરશે. ટૂંકી મુસાફરી થાય. પ્રતિસ્‍પર્ધીઓ સામે વિજય મેળવશો. ભાગ્‍ય વૃદ્ધિ થાય. પ્રિયપાત્રનો સંગાથ આનંદ આપશે.

મીન: આજના 01 ઓક્ટોબર, 2023 રવિવારના દિવસે મેષ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દ્વાદશ ભાવમાં છે. આજે ગુસ્‍સા પર કાબુ રાખી મૌન ધારણ કરવું વધારે યોગ્‍ય રહેશે, નહીં તો ક્યાંક ખટરાગ અને મનદુ:ખ થવાની સંભાવના હોવાનું જણાઈ રહ્યું છે. આ ઉપરાંત ખીસાનો ભાર હળવો કરવામાં પણ સંયમ રાખવાની જરૂર છે. નાણાંકીય બાબત તેમજ પૈસાની લેવડદેવડમાં બહુ સાચવીને કામ કરવું. શારીરિક અને માનસિક સ્‍વસ્‍થતા મધ્‍યમ રહે. પરિવારજનો સાથે કોઇ બાબતે મનદુ:ખ થાય નહીં તમે માટે વાણી અને વર્તન બંનેમાં પારદર્શકતા વધારવી. આ સમયમાં તમે મનમાંથી નકારાત્‍મક વિચારો દૂર હડસેલી દેજો. ખાવાપીવામાં ધ્‍યાન રાખવું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.