ETV Bharat / bharat

દિલ્હીમાં 2 કરોડ 50 લાખના હેરોઈન સાથે બે નાઈજિરિયનની ધરપકડ

author img

By

Published : Jun 28, 2021, 4:18 PM IST

દિલ્હી
દિલ્હી

દિલ્હી પોલીસે 2 નાઈજિરિયન મૂળના ડ્રગ પેડલર પાસેથી 2 કરોડ 50 લાખનું હેરોઈન જપ્ત કર્યું છે. બન્નેની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

  • દિલ્હીમાં થઈ કરોડોના હેરોઇનની હેરાફેરી
  • એક પેડલર પાસે 375 ગ્રામ અને અન્ય પાસેથી 275 ગ્રામ હેરોઈન જપ્ત
  • NDPS એક્ટ અને 14 ફોરેનર્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો

નવી દિલ્હી: મોહન ગાર્ડન પોલીસે 2 નાઇજિરિયનની ધરપકડ કરી છે, જે થોડા સમય માટે ભારત આવ્યા હતા અને અહીં રોકાઈ ડ્રગ્સની દાણચોરી અને સપ્લાયનો ધંધો શરૂ કર્યો હતો. તેઓ ગાંજા કે ચરસ નહીં, પણ કરોડોના હેરોઇનની હેરાફેરી કરી રહ્યા હતા. પકડાયેલા આરોપીઓની ઓળખ નાઇજિરિયાથી આવેલા ઇફેટુ ક્રિસ્ટોફર(Ifeatu Christopher) અને ચિડી ક્લેમેન્ટ (Chidi Clement) તરીકે થઈ છે. પોલીસે તેમની પાસેથી અઢી કરોડની કિંમતનો 375 ગ્રામ ફાઇન ક્વોલિટીની હેરોઇન મળી આવ્યું છે.

વિપિન ગાર્ડન પાસે એક નાઈજિરિયન ડ્રગ પેડલરની ધરપકડ

દ્વારકાના DCP સંતોષ મીણાએ 24 જૂનના રોજ થયેલી ધરપકડની આજે સોમવારે જાણકારી આપતા જણાવ્યું હતું કે, મોહન ગાર્ડનના SI અનિલ, SI સુભાષ, હેડ કોન્સ્ટેબલ આઝાદ અને તેની ટીમે મોહન ગાર્ડનના વિપિન ગાર્ડન પાસે એક નાઈજિરિયન ડ્રગ પેડલરની ધરપકડ કરી હતી. તેની પાસેથી 275 ગ્રામ હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું. આરોપીએ આપેલી બાતમીના આધારે બીજા ડ્રગ પેડલરની ધરપકડ 100 ગ્રામ હેરોઈન સાથે કરવામાં આવી હતી.

વિદેશી મૂળના નાગરિકો દ્વારા થઈ રહેલી ડ્રગ સપ્લાયની મળી જાણકારી

પોલીસે આપેલી માહિતી અનુસાર વિદેશી મૂળના નાગરિકો દ્વારા થઈ રહેલી ડ્રગ સપ્લાયની જાણકારીના આધારે પોલીસને પેટ્રોલિંગ માટે મૂકવામાં આવી હતી. આ પેટ્રોલિંગના આધારે પોલીસ ટીમે સૂત્રો દ્વારા મળેલી જાણકારીના આધારે વિપિન ગાર્ડનમાં છટકુ ગોઠવીને એક આરોપી ઇફેટુ ક્રિસ્ટોફરની ધટનાસ્થળે જ ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે હેરોઈન જપ્ત કરી આરોપીઓ પર NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો

પોલીસે પૂછપરછ કરતા આરોપીએ આપેલી માહિતી અનુસાર અન્ય ડ્રગ પેડલર ચિડી ક્લેમેન્ટની પણ ધરપકડ કરી છે, ઈફેતુ એ તેને હેરોઈન સપ્લાય કર્યું હતું. આ હેરોઈન નાઈજિરિયાથી મુંબઈ દાણચોરી કરી મંગાવવામાં આવતું હતું. હજી સુધી બંને આરોપીઓએ વિઝા અને પાસપોર્ટ પોલીસને આપ્યા નથી, તેથી તેઓ ક્યારે ભારત આવ્યા હતા તેની જાણ કરી શકાઈ નથી. પોલીસે હેરોઈન જપ્ત કરી આરોપીઓ પર NDPS એક્ટ અને 14 ફોરેનર્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.