ETV Bharat / bharat

સુરતમાં આદિવાસીઓની મહારેલી, આવેદનપત્ર અપાયું

author img

By

Published : Sep 20, 2022, 10:02 AM IST

Updated : Sep 20, 2022, 3:29 PM IST

GUJARAT BREAKING NEWS 20 SEP 2022 TODAY NEWS UPDATE LIVE
GUJARAT BREAKING NEWS 20 SEP 2022 TODAY NEWS UPDATE LIVE

15:20 September 20

સુરતમાં આદિવાસીઓની મહારેલી

સુરતમાં આદિવાસીઓની મહારેલી, આવેદનપત્ર અપાયું

સુરતમાં આદિવાસીઓની મહારેલી યોજાઈ છે. જેમાં હજારોની સંખ્યમાં લોકો ઉમટી પડ્યા છે. આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં રસ્તા પર ઊતરી આવ્યા છે. સુરતના વિસ્તાર ઉમરપાડામાં આદિવાસી સમાજની આ રેલી યોજાઈ છે. આદિવાસીઓના વિવિધ મુદ્દાઓ આ રેલી યોજવામાં આવી છે. ખોટા આદિવાસી સેર્ટિફિકેટ, પી.એસ.આઈ વસાવાને સસ્પેન્ડ કરવા બાબતે આ મહારેલી યોજાઈ હતી. તેમજ વેદાંતા ઝીંક સેલ્ટર પ્રોજેકટ તેમજ પાર તાપી નર્મદા લિંક યોજના રદ સહિત 9 મુદ્દા સાથે આવેદનપત્ર અપાયું છે. વિવિધ પક્ષ પાર્ટી તેમજ સંગઠન ના આગેવાનો યુવાનો એક મંચ પર આવ્યા છે.

12:26 September 20

સવારે 10 વાગ્યે યોજાશે કેબિનેટ બેઠક

  1. રાજ્યમાં પ્રવર્તમાન આંદોલનની સ્થિતીમાં નિયુક્ત સમિતીની કાર્યવાહી અંગે સંભવિત ચર્ચા તેમજ વડાપ્રધાનનો અમદાવાદ ખાતે યોજાનારા કાર્યક્રમ સંદર્ભે સંભવિત ચર્ચા થશે. આ ઉપરાંત રાજ્યની પ્રવર્તમાન સ્થિતી અને પાણીના આયોજન અંગે સંભવિત ચર્ચા થશે.
  2. બનાસકાંઠાના પાંજરાપોળ સંચાલકો દ્વારા સવારે 10 વાગ્યે સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન
  3. હોટલ લીલા ખાતે સવારે 10 વાગ્યે મેયર સમિટમાં જે પી નડ્ડા હાજર રહેશે.
  4. બપોરે ૧૨ વાગ્યે કામકાજ સલાહકાર સમિતીની બેઠક
  5. વિધાનસભા સત્ર અગાઉ સંભવિત સાંજે 5 વાગ્યે ભાજપના ધારાસભ્ય દળની વિધાનસભા ખાતે બેઠક
  6. વિધાનસભા સત્ર અગાઉ કોંગ્રેસના ધારાસભ્યોની સાંજે 7 વાગ્યે વિપક્ષ નેતાના નિવાસ સ્થાને બેઠક
  7. રાત્રે 8 વાગ્યે સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે વિરાંજલી કાર્યક્રમમાં જે પી નડ્ડા હાજર રહેશે.

11:59 September 20

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધન થશે

વિધાનસભા ચૂંટણી અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધન થશે. કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન થશે. કોંગ્રેસ અને NCP સત્તાનાર જાહેર કરશે.

11:50 September 20

સુરતમાં અલ્પેશ કથીરિયા પર થયો હુમલો

સુરતમાં અલ્પેશ કથીરિયા પર રીક્ષા ચાલકે હુમલો કર્યો હતો. ગાડી અથડાવવા બાબતે બોલાચાલી થઈ હતી. અલ્પેશને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. કાપોદ્રા પોલીસે ગુનો નોંધ્યો છે.

11:47 September 20

પૌલિન જેસિકાનું અવસાન, તમિલ સિનેમા જગતમાં શોકની લહેર

હૈદરાબાદ: તમિલ સિનેમાની ઉભરતી અભિનેત્રી પૌલિન જેસિકા વિશે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રી પૌલિન જેસિકા ઉર્ફે દીપાનું અવસાન (Tamil actress Pauline Jessica passes away)થયું છે. પૌલિન ઘરમાં મૃત હાલતમાં મળી આવી છે. તેનો મૃતદેહ ઘરમાં સીલિંગ ફેન સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર અભિનેત્રીએ આત્મહત્યા (Pauline Jessica suicide ) કરી લીધી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

11:43 September 20

ક્રાઈમનો કાળો આતંક, શહેરમાં ભાઈગીરી કરતી ગેંગને પોલીસે ઝડપી પાડી

અમદાવાદમાં એક જ પરિવારના સભ્યોએ ક્રાઈમનો કાળો (Bhaigiri gang in Ahmedabad) આતંક મચાવ્યો હતો. આ ગેંગના સભ્યો વિરુદ્ધ હત્યાની કોશિશ, મારામારી, ખંડણી, ધમકી જેવા અનેક ગુનોઓ આચરી ચૂક્યાની વિગતો સામે આવી છે. આ ગેંગને એવો આતંક હતો કે કોઈ વ્યક્તિ પોલીસ ફરીયાદ કરવા તૈયાર ન હતું. (Crime rate in Ahmedabad) આમ તો અત્યાર સુધી કોઈ ચોક્કસ વિસ્તારમાં ભાઈગીરી કરતી (Bhaigiri gang in Ahmedabad) ગેંગની સ્ટોરી ફિલ્મોમાં આપે જોઈ જ હશે. ત્યારે આવા જ એક પરિવારના સભ્યો જેવો તેના વિસ્તારમાં એટલી હદે આતંક મચાવ્યો હતો કે, લોકો તેની સામે ફરિયાદ કરવા પણ ડરતા હતા. પરંતુ પોલીસે હવે આ ભાઈગીરી કરતી ગેંગ વિરુદ્ધ કાયદાનો ગાળિયો કસ્યો છે. તેમજ તમામ સભ્યો વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો નોંધ્યો છે. કોણ છે આ ગેંગ, શુ છે તેનો ગુનાહિત ઇતિહાસ, કેવી રીતે લોકોને કરતા હતા પરેશાન જોઈએ આ અહેવાલમાં. (Ahmedabad Police)

11:32 September 20

રાહુલ ગાંધીનું પેન્શન યોજના પર ટ્વિટ

વિધાનસભાની ચૂંટણી સામે વિવિધ પાર્ટીઓ મેદાને પડીને હાલ લોકોના વોટ માટે વાયદા-વચન કરી રહી છે. જેમાં રાહુલ ગાંધીનું એક ટ્વિટ સામે આવ્યુ છે. અમે રાજસ્થાન, છત્તીસગઢમાં જૂનું પેન્શન પુનઃસ્થાપિત કર્યું. હવે ગુજરાતમાં પણ કોંગ્રેસની સરકાર આવશે, જૂનું પેન્શન લાવશે.

11:21 September 20

ACBએ વિપુલ ચૌધરીના ઘરે કર્યું સર્ચ ઓપરેશન

આજે વહેલી ACB દ્વારા ગુજરાતના પૂર્વ ગૃહપ્રધાન અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીના ગાંધીનગરના માણસા રોડ પર આવેલા પંચશીલ બંગલોમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. એસીબીની ટીમે વિપુલ ચૌધરીના માણસા રોડ પર આવેલા પંચશીલ બંગલોમાંથી 31 હજારની રોકડ રકમ જપત કરી હતી. રોકડ રકમ સિવાય અન્ય કોઇ ડોક્યુમેન્ટસ કે ફાઇલ મળી નહોતી. જો કે વિપુલ ચૌધરીના પત્ની સહિત સમગ્ર પરિવાર હાલ ઘરેથી ગાયબ હોવાનું ACBની ટીમને જણાયું હતું.

11:13 September 20

1 ઓક્ટોબરથી મુંબઈ, અમદાવાદ સહિત શરું થશે 5G સર્વિસ, PM મોદી કરશે લોન્ચ

દેશમાં આખરે 5G સેવા શરું થવા અંગેની રાહ જોવાનો સમય પૂર્ણ થવામાં છે. પ્રાપ્ત થતાં અહેવાલ મુજબ પીએમ મોદી આગામી 1 ઓક્ટોબરના દિવસે દેશમાં 5G સેવાઓ લોન્ચ કરી શકે છે.

11:10 September 20

લો પ્રેશર ગુજરાતથી ફંટાયુ, રાજ્યમાં નવરાત્રીમાં વરસાદ નહીં બને વિલન!

રાજ્યમાં વરસાદની ચાલ ધીમી થઇ છે. લો-પ્રેશરની અસરથી નવરાત્રિમાં વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી હતી. જોકે, હાલમાં બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર મધ્યપ્રદેશ સુધી પહોંચી જશે.

10:55 September 20

ગાંધીનગરમાં મેયર સમિટ, દેશના શહેરી વિકાસનો રોડમેપ બનાવવા માટે આ સંમેલનની મુખ્ય ભૂમિકા: PM મોદી

ગાંધીનગરમાં મેયર કોન્ફરન્સનો પ્રારંભ થઈ ગયો છે. અહીં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં વર્ચ્યૂઅલી સંબોધન કરી રહ્યા છે.

06:17 September 20

સુરતમાં આદિવાસીઓની મહારેલી, આવેદનપત્ર અપાયું

રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક (gujarat cabinet meeting today) યોજાશે. તો આ બેઠકમાં કર્મચારીઓના આંદોલન, ઢોર નિયંત્રણ બિલ (Gujarat Cattle Control Bill ) પરત ખેંચવા સહિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ (PM Modi Gujarat Visit) અંગે ચર્ચા કરાશે.

Last Updated :Sep 20, 2022, 3:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.