ETV Bharat / bharat

મહારાષ્ટ્રના પાલઘરમાં હૃદયદ્રાવક ઘટના, એક પરિવારના 4 લોકો બળીને ખાખ

author img

By

Published : Mar 29, 2021, 1:46 PM IST

મહારાષ્ટ્રના પાલઘરમાં હૃદયદ્રાવક ઘટના, એક પરિવારના 4 લોકો બળીને ખાખ
મહારાષ્ટ્રના પાલઘરમાં હૃદયદ્રાવક ઘટના, એક પરિવારના 4 લોકો બળીને ખાખ

એક દુકાનમાં લાગેલી આગમાં એક જ પરિવારના 4 સભ્યોનાં મોત નીપજ્યાં હતાં. આમાં 2 મહિલાઓ, 1 કિશોર અને 1 કિશોરી વયના બાળકોનો સમાવેશ થાય છે. જ્યારે, અન્ય 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.

  • એક દુકાનમાં લાગેલી આગમાં એક જ પરિવારના 4 સભ્યોનાં મોત
  • આગમાં 2 મહિલાઓ, 2 કિશોર વયના બાળકોનો સમાવેશ
  • આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું સામે આવ્યું

(પાલઘર) મહારાષ્ટ્ર: મોખરા વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક દુકાનમાં લાગેલી આગમાં એક જ પરિવારના 4 સભ્યોનાં મોત નીપજ્યાં હતાં. આમાં 2 મહિલાઓ, 1 કિશોર અને 1 કિશોરી વયના બાળકોનો સમાવેશ થાય છે. જ્યારે, અન્ય 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. પાલઘર ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે માહિતી આપી હતી કે, ઘરમાં બધા લોકો સૂઈ રહ્યા હતા, ત્યારે જ આ ઘટના બની હતી.

આ પણ વાંચો: સંત સિંગાજી થર્મલ પાવર પ્રોજેકટમાં લાગેલી આગ પર 3 કલાક પછી મળી

પરિવારના 4 સભ્યોનાં મોત નીપજ્યાં

પોલીસ દ્વારા મળેલી માહિતી અનુસાર, સોમવારે મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક દુકાનમાં લાગેલી આગમાં, એક જ પરિવારના 4 સભ્યોનાં મોત નીપજ્યાં હતાં. જેમાં, અન્ય 3 ઈજાગ્રસ્ત થયાં હતાં. મોખડા પોલીસ મથકના એક અધિકારીએ જણાવ્યું છે કે, મૃતકોમાં 10થી 15 વર્ષની વયના બે સગીર પણ છે.

અન્ય 2 બાળકો પણ ગંભીર રીતે દાઝ્યા

તેમણે જણાવ્યું હતું કે, મોખડા તાલુકાના બ્રાહ્મણગાંવમાં એક દુકાનમાં બપોરે 2:30 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, દુકાનદારની પત્ની, માતા અને 2 બાળકો બળીને મૃત્યું પામ્યા હતા. તેણે કહ્યું કે, દુકાનદાર અને તેના અન્ય 2 બાળકો પણ ગંભીર રીતે દાઝી ગયા હતા. તેને સારવાર માટે નાસિકની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

આ પણ વાંચો: પુણેના કેમ્પ વિસ્તારની ફેશન સ્ટ્રીટ માર્કેટમાં ભીષણ આગ, કોઈ જાનહાની નહીં

આગ શોર્ટ સર્કિટને કારણે લાગી

જિલ્લા ડિઝાસ્ટર સેલના અધિકારી વિવેકાનંદ કદમે જણાવ્યું હતું કે, આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હતી. જ્યારે, એક કલાકમાં આગ પર કાબુ મેળવ્યો હતો. પોલીસે જણાવ્યું કે, મૃતકોની ઓળખ ગંગુબાઈ મોલે (78), દ્વારકા અનંત મોલે (46), પલ્લવી મોલે (15) અને કૃષ્ણ મોલે (10) તરીકે થઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.