પૂર્વ પ્રધાન મહિપાલ મદેરણાનું નિધન, રાજકીય બેડામાં શોકનું મોજું

author img

By

Published : Oct 17, 2021, 11:51 AM IST

પૂર્વ પ્રધાન મહિપાલ મદેરણાનું નિધન

પૂર્વ કેબિનેટ પ્રધાન મહિપાલ મદેરણાનું (FORMER MINISTER MAHIPAL MADERNA) આજે રવિવારે સવારે નિધન થયું છે. ભંવરી દેવી અપહરણ હત્યા કેસના આરોપી મદરેણાને કેન્સરના કારણે સારવાર માટે હાઇકોર્ટમાંથી જામીન મળ્યા હતા.

  • રાજસ્થાનના પૂર્વ કેબિનેટ પ્રધાન મદેરણાનું આજે સવારે નિધન
  • ભંવરી દેવી અપહરણ હત્યા કેસના આરોપી હતા મદેરણા
  • તબિયત અસ્થિર હોવાને કારણે જામીન પર છૂટ્યા હતા

જોધપુર, રાજસ્થાન : પૂર્વ કેબિનેટ પ્રધાન મહિપાલ મદેરણાનું (FORMER MINISTER MAHIPAL MADERNA) આજ રવિવારે સવારે નિધન થયું હતું. ભંવરી દેવી અપહરણ હત્યા કેસના આરોપી મદેરણાને કેન્સરના કારણે સારવાર માટે હાઇકોર્ટમાંથી જામીન મળ્યા હતા અને તેની સારવાર પણ ચાલી રહી હતી. તાજેતરમાં તેને નિયમિત જામીન પણ મળ્યા હતા.

અંતિમ સંસ્કાર તેમના વતન

મહિપાલ મદેરણાએ રવિવારે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અંતિમ સંસ્કાર તેમના વતન ગામ ચાડીમાં કરવામાં આવશે. તેમનો મૃતદેહ સવારે 10 વાગ્યે ગામમાં લઈ જવામાં આવશે. અહીં મદરેણાના મૃત્યુની માહિતી સાથે તેમના સમર્થકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. રેસિડેન્સી રોડ પર તેમના સત્તાવાર નિવાસસ્થાને મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.

20 વર્ષ સુધી જોધપુર જિલ્લા પરિષદના વડા રહ્યા

મહિપાલ મદેરણા 20 વર્ષ સુધી જોધપુર જિલ્લા પરિષદના જિલ્લા વડા હતા. બે વખત ધારાસભ્ય બન્યા, બીજી વખત ધારાસભ્ય બન્યા બાદ તેમને અશોક ગેહલોત સરકારમાં જળ સંસાધન પ્રધાન બનાવવામાં આવ્યા હતા, પરંતુ ભંવરી દેવી હત્યા કેસના ઘટસ્ફોટને કારણે તેમને પદ છોડવું પડ્યું હતું અને CBI દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી.

સારવાર માટે જામીન આપવામાં આવ્યા

લાંબા સમય સુધી ન્યાયિક કસ્ટડીમાં રહ્યા બાદ, તેમને સારવાર માટે જામીન આપવામાં આવ્યા હતા, જેના કારણે તેમને ચેન્નઈ પણ લઈ જવામાં આવ્યા હતા. આ દિવસોમાં તેની સારવાર જયપુર હોસ્પિટલમાંથી ચાલી રહી હતી. તાજેતરમાં યોજાયેલી પંચાયતની ચૂંટણીમાં તેમની પત્ની લીલા મદેરણા જોધપુરના જિલ્લા વડા તરીકે ચૂંટાઈ આવી છે, જ્યારે તેમની પુત્રી દિવ્યા મદેરણા ઓસિયાં વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે.

આ પણ વાંચો :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.